તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નવા પ્રકારનો માસ્ક:ખાવાનું ખાતા સમયે માસ્ક કાઢવાની જરૂર નથી, કોલકાતાનું એક રેસ્ટોરાં તેના ગ્રાહકોને ફ્રીમાં ઝિપવાળા માસ્ક આપે છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રેસ્ટોરાંના માલિકના જણાવ્યા પ્રમાણે, ગ્રાહકોને કોઈપણ વધારાના ચાર્જ વિના ઝિપવાળા માસ્ક આપવામાં આવી રહ્યા છે, તેને પહેરવો ફરજિયાત નથી

અનલોક બાદ ધીમે ધીમે રેસ્ટોરાં અને ફૂડ કેફેમાં લોકોની ભીડ વધવા માંડી છે. દુકાનના માલિકો સંક્રમણને અટકાવવા માટે નવી રીતો અપનાવી રહ્યા છે. આવું જ એક ઉદાહરણ છે ઝિપવાળું માસ્ક. કોલકાતામાં એક રેસ્ટોરાંમાં ગ્રાહકોને એવા માસ્ક આપવામાં આવી રહ્યા છે, જેમાં ઝિપ લગાવવામાં આવેલી હોય. સોશિયલ મીડિયા પર તેની તસવીર વાઈરલ થઈ રહી છે.

ખાવાનું ખાતા સમયે માસ્ક કાઢવાની જરૂર નથી
ઝિપ માસ્કની વિશેષતા એ છે કે જ્યારે તમે ખાવાનું ખાઓ છો ત્યારે તેને કાઢવાની જરૂર નહીં પડે. ખાવાનું ખાવા માટે માત્ર તમારે ઝિપ ઓપન કરવી પડે છે. ખાવાનું ખાધા પછી ઝિપ બંધ કરવી. આ માસ્ક રેસ્ટોરાંમાં આવતા કસ્ટમરને ફ્રીમાં આપવામાં આવી રહ્યા છે.

સંક્રમણથી સુરક્ષા રાખવા માટેની પહેલ
રેસ્ટોરાંમા માલિક સોમોશ્રી સેન ગુપ્તાના જણાવ્યા પ્રમાણે, કોઈપણ વધારાના ચાર્જ વગર અમે ગ્રાહકોને ઝિપ માસ્ક ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ. તે ફરજિયાત નથી, જો તેઓ તેને પહેરવા નથી માગતા તો તેઓ ના પાડી શકે છે. સંક્રમણથી સુરક્ષિત રાખવા માટે તેને તૈયાર કરવામાં આવ્યું છે.

રેસ્ટોરાંના માલિક સોમોશ્રી સેનના જણાવ્યા પ્રમાણે, લોકોને આ માસ્ક પસંદ આવી રહ્યા છે. સુરક્ષા અને ખાવાનું ખાતા સમયે બંને પ્રકારે તે ફાયદાકારક છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો