• Home
  • Coronavirus
  • No mathematical model has yet been able to accurately predict how corona spreads

ગાણિતિક મોડેલ પર સવાલ / કોરોના કેવી રીતે ફેલાય છે તેની સચોટ આગાહી હજી સુધી કોઈપણ ગાણિતિક મોડેલ કરી શક્યું નથીઃ ICMRના ડાયરેક્ટર

No mathematical model has yet been able to accurately predict how corona spreads
X
No mathematical model has yet been able to accurately predict how corona spreads

  • ICMRના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવના અનુસાર, તપાસ, વાઈરસનું ટ્રેકિંગ અને સારવાર જ મહામારીને રોકવા માટે સચોટ ઉપાય છે
  • નેશનલ હેલ્થ ઓથોરિટી ચીફ એક્ઝિક્યુટિવ ઈન્દુ ભૂષણ જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસ કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં કેવી રીતે બદલાશે, તે ગાણિતિક મોડેલથી સમજી શકાતું નથી

દિવ્ય ભાસ્કર

Jul 01, 2020, 02:04 PM IST

કોરોના કેવી રીતે ફેલાય છે તેના વિશે હજી સુધી કોઈ પણ મોડેલ તેની સચોટ આગાહી નથી કરી શક્યું. દેશને માત્ર મહામારીથી બચાવવાની પદ્ધતિઓ પર ધ્યાન આપવાની જરૂર છે. ICMR (ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ) ના ડાયરેક્ટર જનરલ ડો. બલરામ ભાર્ગવનું આવું કહેવું છે. ડો. બલરામના જણાવ્યા પ્રમાણે, તપાસ, વાઈરસનું ટ્રેકિંગ અને સારવારથી જ અત્યારે મહામારીને રોકી શકાય છે. 

ગાણિતિક મોડેલ માત્ર અલર્ટ કરે છે
ડો. બલરામે એક ઈન્ટરવ્યુમાં કહ્યું કે, કોઈ પણ ગાણિતિક મોડેલ તે નહીં જણાવી શકતા કે કોરોના ફેલાવવા માટે કયા પરિબળો જવાબદાર છે. ગાણિતિક મોડેલથી કોરોનામાં દેશની સારી-નરસી પરિસ્થિતિનો માત્ર આઈડિયા મળી શકે છે. તેની મદદથી હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાની તૈયારી કરી શકાય.

શું હોય છે ગાણિતિક મોડેલ
ગાણિતિક મોડેલનો ઉપયોગ રિસર્ચ માટે થાય છે. તેની મદદથી સંશોધકો જણાવે છે કે ભવિષ્યમાં કોઈ વસ્તુ કેટલી અસર કરી શકે છે. તેના વ્યવહારમાં કેટલો ફેરફાર આવી શકે છે. તે અનુમાન પર આધારિત હોય છે. કોરોનાના કિસ્સામાં પણ સંશોધકોએ રિસર્ચમાં અલગ અલગ ગાણિતિક મોડેલનો ઉપયોગ કર્યો, પરંતુ હજી સુધી કોઈપણ મોડેલ સચોટ માહિતી આપી શક્યું નથી.

આટલા મોડેલ નિષ્ફળ રહ્યા 
દેશમાં 28 જૂન 2020થી કોવિડ-19ના વધારે કેસ સામે આવી રહ્યા છે અને આ આંકડો 546,771 સુધી પહોંચી ગયો. દરરોજ સંક્રમણના વધતા કેસોએ કોરોનાની ભવિષ્યવાણી કરતા ગાણિતિક મોડેલને ખોટા સાબિત કર્યા છે. ઘણા મોડેલોએ આગાહી કરી હતી કે જુલાઈમાં પીક સીઝન હશે. તો કેટલાક મોડેલ્સના અનુસાર, દેશમાં મે-જૂન સુધી કેસ ઓછા થઈ જશે. તે ઉપરાંત કેટલાકમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ભારતમાં કોરોનાનો ગ્રાફ ઘટશે. આ તમામ આગાહી ખોટી સાબિત થઈ છે. 

વાઈરસ ક્યારે કેવી રીતે બદલાશે, તે સમજવું મુશ્કેલ 
નેશનલ હેલ્થ ઓથોરિટી અને આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ચીફ એક્ઝિક્યુટિવ ઈન્દુ ભૂષણના અનુસાર, ગાણિતિક મોડેલ હંમેશાં ડેટાના આધાર પર અંદાજ લગાવે છે. મહામારી સાથે જોડાયેલા ઘણા પરિબળો હોય છે જે અજાણ્યા હોય છે. કોરોનાવાઈરસ કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં કેવી રીતે સ્વરૂપ બદલશે, તે સંપૂર્ણ રીતે સમજી શકાય તેમ નથી. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી