રિસર્ચ:ડિમેન્શિયા સાથે સંકળાયેલા જનીનમાં ફેરફેર આવવાથી કોરોનાવાઈરસનું જોખમ વધી શકે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઈંગ્લેન્ડની એક્સીટર મેડિકલ સ્કૂલ દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું હતું
  • ડિમેન્શિયા માટે જવાબદાર ‘APOE’ જનીનમાં ફેરફાર આવવાથી કોરોનાવાઈરસનું જોખમ રહેલું હોય છે
  • રિસર્ચ પ્રમાણે APOE e4e4 જનીન ધરાવતા લોકોમાં e3e3 જનીન ધરાવતા લોકો કરતાં કોરોનાવાઈરસનું જોખમ વધારે હોય છે

કોરોનાવાઈરસનું જોખમ દિવસેને દિવસે વધતું જાય છે. તેવામાં કોરોનાવાઈરસ સાથે સંકળાયેલાં અનેક રિસર્ચ સામે આવી રહ્યા છે. મેડિકલ સાયન્સ જરોન્ટોલોજી નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ મુજબ,  ડિમેન્શિયા સાથે સંકળાયેલા જનીનને લીધે કોરોનાવાઈરસનું જોખમ વધી શકે છે. ‘APOE’ જનીન જે ડિમેન્શિયા માટે જવાબદાર છે, તેમાં ફેરફાર આવવાથી કોરોનાવાઈરસનું જોખમ વધે છે.

રિસર્ચ અને પરિણામ

  • ઈંગ્લેન્ડની એક્સીટર મેડિકલ સ્કૂલ દ્વારા કરાયેલા આ રિસર્ચમાં જનીનના ફેરફાકો અને કોરોનાવાઈરસનાં જોખમ પર અભ્યાસ કરવામાં આવ્યો હતો.
  • તેના માટે 5 લાખ જેટલા લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો.
  • રિસર્ચમાં 36માંથી દર એક વ્યક્તિમાં ‘APOE’ જનીનમાં ફેરફાર જોવા મળ્યા હતા. આ જનીન ડિમેન્શિયા અને હાર્ટ ડિસીઝ માટે જવાબદાર ગણાય છે.
  • રિસર્ચ મુજબ, આ જનીનમાં આવતા ફેરફારોને કારણે કોરોનાવાઈરસનું જોખમ 2 ગણુ વધે છે. ડિમેન્શિયા ન ધરાવતા લોકોમાં પણ ‘APOE’ જનીનમાં ફેરફાર આવવાથી કોરોનાવાઈરસનું જોખમ રહેલું હોય છે.
  • રિસર્ચ પ્રમાણે APOE e4e4 જનીન ધરાવતા લોકોમાં e3e3 જનીન ધરાવતા લોકો કરતાં કોરોનાવાઈરસનું જોખમ વધારે હોય છે.

રિસર્ચના કો ઓથર શિયા લિંગ ક્યોના જણાવ્યા અનુસાર, આ રિસર્ચના પરિણામો દર્શાવે છે કે એક જનીન કોરોનાવાઈરસ સાથે કેવી રીતે સંકળાયેલો છે. તેને લીધે કોરોનાવાઈરસની સારવારમાં નવો ફેરફાર લાવવાની જાણ થઈ છે.

અન્ય સમાચારો પણ છે...