લોન્ગ કોવિડ:કોરોના સંક્રમણથી સાજા થયા બાદ પણ 10.9% લોકોને માંસપેશીઓમાં દુખાવો

નવી દિલ્હીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હી એઈમ્સનો અભ્યાસ, 6 અઠવાડિયાં પછી પણ લક્ષણ હોય તો ડૉક્ટરને બતાવો

કોરોના મહામારીએ છેલ્લાં બે વર્ષ કરતાં વધુ સમય સુધી દેશમાં તાંડવ કર્યું. હવે સંક્રમણની અસર અને ફેલાવો ઘટી રહ્યો છે પણ આ વાઈરસ મોટી સંખ્યામાં લોકોના સ્વાસ્થ્ય પર અનેક પ્રકારની આડઅસર છોડી ગયો છે. સંક્રમણમુક્ત થયા બાદ પણ લોકો અનેક પ્રકારની તકલીફ સાથે હોસ્પિટલ પહોંચી રહ્યા છે.

કોરોના સંક્રમણથી મુક્ત થયા બાદ સ્વાસ્થ્ય પર ગંભીર અસર અંગે દિલ્હી એઈમ્સના ડૉક્ટરોએ એક અભ્યાસ કર્યો. તેમાં સામે આવ્યું કે સૌથી વધુ 10.9% લોકોને માંસપેશીઓમાં દુખાવો અને 6.1% લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે. ડૉક્ટરો કહે છે કે કોઈ પણ વાઈરલ સંક્રમણ બાદ આગામી 4થી 6 સપ્તાહ સુધી કોઈને કોઈ તકલીફ રહે છે. તે એક સામાન્ય વાત છે પણ લાંબા સમય સુધી કોવિડ ઈફેક્ટ્સ રહે તો તેની અવગણના ન કરશો. તે ઘાતક સાબિત થઇ શકે છે. લોન્ગ કોવિડ પર આઈસીએમઆર પણ અનેક અભ્યાસ કરાવી રહી છે પણ હજુ કોઈ રિપોર્ટ સામે આવ્યો નથી.

  • લોન્ગ કોવિડ ઈફેક્ટ્સ કે બીજાં કારણોથી તકલીફમાં શું અંતર છે?

તેનાથી ફેર નથી પડતો કે દર્દીને કોરોનાને લીધે તકલીફ થઇ રહી છે કે અન્ય કારણોથી. જો દર્દીને લાગે કે તકલીફ છે પણ બોડી પેરામીટર નોર્મલ છે તો ડૉક્ટરને બતાવવું જોઈએ.

  • કેવી રીતે માનવું કે કોરોનાને લીધે તકલીફ છે?

જો કોરોના સંક્રમણ પહેલાં કોઈ પણ વ્યક્તિને કોઈ સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ હતી અને કોરોના થવા અને સાજા થયા બાદ જો કોઈ સ્વાસ્થ્ય સંબંધિત તકલીફ થઇ રહી છે તો તેને પોસ્ટ કોવિડ ઈફેક્ટ્સ માની શકાય.

  • શું લોન્ગ કોવિડમાં આંખનો રોગ વધ્યો છે?

આંખથી નાકમાં જતી નળીમાં ઈન્ફ્લેમેશનને કારણે ક્રોનિક વોટરિંગ(આંખથી સતત પાણી વહેવું)ની સમસ્યા જોવા મળી રહી છે. સર્જરી બાદ પણ આંખની રોશની પર અસર થઇ રહી છે.

  • શું પોસ્ટ કોવિડ બદલાવ થયો છે?

એવું જ થયું છે. અનેક લોકોને બીમારીને લીધે માનસિક, શારીરિક નુકસાન સાથે આર્થિક નુકસાન પણ થયું છે. લોકોના વ્યવહાર બદલાયા છે.

  • શું ડિપ્રેશનના દર્દી પણ વધ્યા છે?

લોકો ડિપ્રેશનનો શિકાર થયા છે. અનેકે નોકરી ગુમાવી, પરિવારના સભ્યો ગુમાવ્યા. પહેલાથી 5થી 7 ટકા લોકો ડિપ્રેશનના શિકાર હતા. હવે 10 ટકાનો વધારો થયો હશે.

  • કેવી રીતે માનવું કે ડિપ્રેશનનો શિકાર છે અને તે પણ કોરોનાને કારણે?

જો કોરોના પહેલાં અને સંક્રમણથી સાજા થયા બાદ વ્યવહારમાં પરિવર્તન આવ્યું હોય તો તેને કોરોના સંબંધી ડિપ્રેશન માની શકાય.

લોન્ગ કોવિડનાં લક્ષણ
માંસપેશીઓમાં દુખાવો
: પોસ્ટ કોવિડ ફટિગ સિન્ડ્રોમ, વયોવૃદ્ધ લોકોમાં વધુ જોવા મળે છે.
શ્વાસમાં તકલીફ : ફાઈબ્રોસિસથી ફેફસાં સંકોચાય છે. ફેફસાંની તપાસ કરાવો.
થાક : વાઈરલ સંક્રમણ બાદ થાક રહે છે. ખાણી-પીણી અને જીવનશૈલીમાં સુધારો કરો.
સૂકી ઉધરસ : શરૂમાં એન્ટિ એલર્જી ટેબલેટ લો. તકલીફ રહે તો ચેસ્ટ એક્સ-રે કરાવો.
ચેસ્ટ પેન : સંભવ છે કે તેને કોરોનાથી સંબંધ ન હોય, ડૉક્ટરની સલાહ વિના દવા ન લો.
અનિદ્રા : લાંબી શ્વાસવાળી કસરત, પ્રાણાયામ અને યોગાસન કરો. આલ્કોહોલ-ધૂમ્રપાન બંધ કરો.

અન્ય સમાચારો પણ છે...