તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Coronavirus
 • Covishield Is The World's Ninth Approved Vaccine, Find Out The Status Of The World's Corona Vaccine

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

WHO વેક્સિન અપડેટ:એપ્રુવલ પ્રાપ્ત કરનારી વર્લ્ડની 9મી વેક્સિન છે કોવીશીલ્ડ, જાણો વિશ્વમાં બની રહેલી કોરોના વેક્સિનનું સ્ટેટ્સ

4 મહિનો પહેલા
 • કૉપી લિંક

વિશ્વમાં હાલ 232 કોરોના વેક્સિન પર કામ ચાલી રહ્યું છે. WHO વેક્સિન લેન્ડસ્કેપ મુજબ, તેમાંથી 172 વેક્સિન પ્રી-ક્લિનીકલ ટ્રાયલ્સમાં છે. એટલે કે આ વેક્સિનનો હાલ લેબ્સમાં ટેસ્ટ ચાલી રહ્યો છે. જ્યારે 60 વેક્સિન ક્લિનિકલ ટ્રાયલ્સમાં છે. સામાન્ય રીતે ક્લિનિકલ ટ્રાયલ્સમાં ઘણા વર્ષો લાગે છે. પરંતુ કોરોનાને ઈમરજન્સી ગણતા વિશ્વમાં અત્યાર સુધીમાં 9 વેક્સિનને ઈમરજન્સી એપ્રુવલ મળી ચૂક્યું છે.

 • હાલ ચીનની 4, રશિયાની 2, અમેરિકાની 2 અને બ્રિટનની એક વેક્સિનને ઈમરજન્સી એપ્રુવલ મળી ચૂક્યું છે.
 • તેમાં સૌથી વધુ નવી વેક્સિન ઓક્સફોર્ડ/એસ્ટ્રાજેનેકની કોવીશલ્ડ છે, જેને બ્રિટને 30 ડિસમ્બરે ઈમરજન્સી એપ્રુવલ આપ્યું છે.
 • લગભગ 16 દેશોમાં વેક્સિનેશન શરૂ થઈ ગયું છે.
 • વિશ્વમાં 7 વેક્સિન હાલ પણ ફેઝ-3 ટ્રાયલ્સમાં છે અને તેને ક્યાંય પણ એપ્રુવલ મળ્યું નથી.
 • 20 વેક્સિન ફેઝ-2 ટ્રાયલ્સમાં છે અને 22 વેક્સિન પહેલા ફેઝના હ્યુમન ટ્રાયલ્સમાં છે.
 • ફાઈઝરની વેક્સિનને ઓછામાં ઓછા 12 દેશોમાં એપ્રુવલ મળી ચૂક્યું છે. ફાઈઝરે ભારતમાં ઈમરજન્સી એપ્રુવલ માંગ્યું છે.
 • ભારતમાં સીરમ ઈન્સિટ્યૂટ ઓફ ઈન્ડિયા(SII) અને ભારત બાયોટેકે પણ પોત-પોતાની વેક્સિન માટે ઈમરજન્સી એપ્રુવલ માંગ્યું છે. એક્સપર્ટ કમિટીએ આ કંપનીઓ પાસેથી માહિતી માંગી છે.
 • ભારતમાં સીરમ ઈન્સિટ્યૂટ ઓફ ઈન્ડિયા અને ભારત બાયોટેક પણ પોતપાતની વેક્સિન માટે ઈમરજન્સી એપ્રુવલ માંગ્યું છે. એક્સપર્ટ કમિટીએ આ કંપનીઓ પાસેથી વધુ માહિતી માંગી છે.

4 વેક્સિનના ટ્રાયલ્સના પરિણામો આવ્યા, ચારને એપ્રિવુલ મળ્યું
1. ઓક્સફોર્ડ યુનિવર્સિટી/એસ્ટ્રાજેનેકા

ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાએ મળીને વેક્સિન(કોવીશીલ્ડ) બનાવી છે. તે શરૂઆતના પરિણામોમાં 90 ટકા અસરકારક છે. વિશ્વની અગ્રણી વેક્સિન પ્રોડક્શન કંપની સીરમ ઈન્સિટ્યૂ ઓફ ઈન્ડિયાએ 7 ડિસેમ્બરે ભારતમાં કોવીશીલ્ડના ઈમરજન્સી એપ્રુવલ માંગ્યું હતું. તેની પર ભારતની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ કોવીશીલ્ડને વધુ ડેટા આપવા કહ્યું છે. બ્રિટનમાં 30 ડિસેમ્બરે એપ્રુવલ મળ્યા પછી ભારતમાં પણ તેને એપ્રુવલ મળવાની શકયતા વધી ગઈ છે.

2. ફાઈઝર અને બાયોએનટેક
અમેરિકન ફાર્મા કંપની ફાઈજર અને જર્મન કંપની બાયોએનટેકની જોઇન્ટ કોરોના વેક્સિન ફેઝ-3 ટ્રાયલમાં 95% અસરકારક સાબિત થઇ છે. UKમાં આ વેક્સિનને 2 ડિસેમ્બરે ઈમરજન્સી અપ્રુવલ આપવામાં આવ્યું છે. તે પછી અત્યાર સુધીમાં 16 દેશોએ તેને એપ્રુવલ આપ્યું છે. ઘણા દેશોમાં પ્રાયોરિટી ગ્રુપ્સને વેક્સિનેટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

3. મોર્ડર્ના(અમેરિકા)
અમેરિકાની બૉયોટેક કંપની મૉડર્નાએ દાવો કર્યો છે કે તેમણે બનાવેલી વેક્સિન કોરોના દર્દીઓને બચાવવામાં 94.5% સુધી અસરકારક છે. આ દાવો લાસ્ટ સ્ટેજ ક્લિનિકલ ટ્રાયલના પરિણામોના આધારે કરવામાં આવ્યો છે. આ વેક્સિન 2થી 8 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં 30 દિવસ સુધી સુરક્ષિત રહી શકે છે. અમેરિકાના ડ્રગ રેગ્યુલેટરે આ વેક્સિનને ઈમરજન્સી એપ્રુવલ આપ્યું છે. તેનાથી અમેરિકામાં વેક્સિનેશન માટે બે વેક્સિન ઉપલબ્ધ થઈ છે. મોડર્ના હાલના સમયમાં UK, અમેરિકા અને યુરોપીય સંધમાં પણ પોતોની વેક્સિન માટે ઈમરજન્સી એપ્રુવલ પ્રાપ્ત કરવા માટે કોશિશ કરી રહી છે.

4. ગામાલેયા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ(રશિયા)
રશિયામાં બનેલી વેક્સિન સ્પૂતનિક V ટ્રાયલ દરમિયાન કોરોના સામે લડવામાં 95 % અસરકારક સાબિત થઇ છે. ક્લિનિકલ ટ્રાયલમાં બીજા પ્રારંભિક એનાલિસિસમાં આ વાત સામે આવે છે. પહેલો ડોઝ આપ્યાના 28 દિવસ બાદ આ વેક્સિનની અસરકારકતા 91.4% જોવા મળી હતી. ડૉ. રેડ્ડી’ઝ લેબોરેટરી સાથે રશિયન સંસ્થાએ કરાર કર્યો છે અને ભારતમાં ફેઝ-2/3નું કમ્બાઈન્ડ ટ્રાયલ્સ શરૂ થઇ ગયું છે. રશિયામાં પ્રાયોરિટીના આધાર પર વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે.

ચીનમાં 4, રશિયામાં 1 વેક્સિનને ટ્રાયલ્સ પહેલા જ ઈમરજન્સી એપ્રુવલ
1. સિનોવેક(ચીન)

ચીનની ખાનગી કંપની સિનોવેકની ઇનએક્ટિવેટેડ વેક્સિનના ફેઝ-1/2 ટ્રાયલ્સના પરિણામ જૂનમાં આવ્યા હતા. ત્યારબાદ કંપનીએ 743 વોલેન્ટિયર્સને ટ્રાયલ્સમાં સામેલ કર્યા હતા અને તેમાંથી એકપણને ગંભીર લક્ષણ જોવા મળ્યા ન હતા. નવેમ્બરમાં જ આ ટ્રાયલ્સના પરિણામ જાહેર થયા. બ્રાઝીલ, ઇન્ડોનેશિયા અને તૂર્કીમાં અંતિમ ફેઝના ટ્રાયલ શરૂ થઇ ગયા. હજી સુધી તેના પરિણામ આવ્યા નથી.

2. વુહાન કેન્ડિડેટ
ચીનની સરકારી કંપની સિનોફાર્મે વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજિકલ પ્રોડક્ટ્સ સાથે મળીને આ વેક્સિન બનાવી છે. તેના ફેઝ-1/2 ટ્રાયલ્સના પરિણામ સારા આવ્યા છે. ફેઝ-3 ટ્રાયલ્સ પેરુ, મોરક્કો અને UAEમાં શરૂ થયા હતા. સપ્ટેમ્બરમાં UAEએ સિનોફાર્મની વેક્સિનને ઇમરજન્સી એપ્રૂવલ આપી દીધી.

3. બેઇજિંગ કેન્ડિડેટ
બેઇજિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ બાયોલોજિકલ પ્રોડક્ટ્સ તરફથી બનાવવામાં આવતી વેક્સિનને ચીનની સરકારી કંપની સિનોફાર્મ માર્કેટમાં રજૂ કરવાની તૈયારીમાં છે. તેને પણ ચીનની સાથોસાથ UAEમાં ઇમરજન્સી એપ્રૂવલ મળી ગયું છે.

4. કેનસિનો બાયોલૉજિક્સ
ચાઇનિઝ કંપની કૈનસિનો બાયોલૉજિક્સે ચાઇનિઝ મિલેટ્રીની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂશન સાથે મળીને વેક્સિન બનાવી હતી. જેને ચીનની મિલેટ્રીએ 25 જૂને જ એક વર્ષ માટે મંજૂરી આપી દીધી હતી. ત્યારબાદ કંપનીએ સાઉદી અરબ, પાકિસ્તાન અને રશિયામાં ફેઝ-3 ટ્રાયલ્સ કર્યા પરંતુ તેના પરિણામની જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી.

5. સાઈબેરિયાનું વેક્ટર ઈન્સિટ્યૂટ
રશિયાએ 15 ઓક્ટોબરે સાઈબેરિયાના વેક્ટર ઈન્સિટ્યૂટને કોરોનાવાઈરસ વેક્સિન EpiVacCoronaને ઈમરજન્સી એપ્રુવલ આપ્યું હતું. શરૂઆતના સ્ટેજમાં પ્લેસેબો-કન્ટ્રોલ્ડ હ્યુમન ટ્રાયલ્સમાં 100 વોલેન્ટિયર્સને આ વેક્સિન આપવામાં આવી હતી. વૈજ્ઞાનિકોનો દાવો છે કે આ વેક્સિનથી ઓછામાં ઓછા 6 મહિના સુધી માણસના શરીરમાં એન્ટીબોડી રહે છે.

ભારતની સ્વદેશી વેક્સિન સહિત 5 વેક્સિન અંતિમ તબક્કામાં
1. ભારત બાયોટેકની કોવેક્સિન(ભારત)
ભારત માટે મહત્વની ગણાતી સ્વદેશી વેક્સિન- કોવેક્સિનનું ફેઝ-3 ટ્રાયલ્સ શરૂ થઇ ગયું છે. અંદાજે 25 સાઈટ્સ પર તેનું ટ્રાયલ્સ થઇ રહ્યું છે. આ વેક્સિનને હૈદરાબાદની કંપની ભારત બાયોટેકે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરલોજી(NIV) અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ(ICMR) સાથે મળીને તૈયાર કરી છે. અત્યારસુધીના ટ્રાયલ્સમાં વેક્સિન અસરકારક રહી છે. હવે ફેઝ-3 ટ્રાયલ્સના પરિણામની રાહ જોવાઈ રહી છે.

2. જેનસેન ફાર્મા (અમેરિકા)
અમેરિકન કંપની જૉનસન એન્ડ જૉનસનની સબ્સિડરી જૈનસેન ફાર્માએ ઇનએક્ટિવેટેડ વેક્સિન ફેઝ-1/2 ટ્રાયલ્સમાં અસરકારક સાબિત થઇ છે. 60 હજાર લોકો પર તેનું અંતિમ ફેઝનું ટ્રાયલ્સ ચાલી રહ્યું છે.

3. નોવાવેક્સ(અમેરિકા)
અમેરિકાની કંપની નોવાવેક્સની વેક્સિનની રાહ પણ અમેરિકામાં આતુરતાથી જોવાઈ રહી છે. કંપનીએ પૂણેની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયામાં વેક્સિનના મેન્યુફેક્ચરિંગના કરાર કર્યા છે.

4. મેડિકાર્ગો(કેનેડા)
કેનેડાના ડ્રગ ડેવલોપર મેડિકાર્ગોએ પણ ફેઝ-2/3 કમ્બાઈન્ડ ટ્રાયલ્સ શરૂ કર્યું છે. શરૂઆતના સ્ટેજમાં કંપનીના વેક્સિન અને ગ્લેક્સોસ્મિથક્લાઈન(GSK)ના વેક્સિન બૂસ્ટરે વાઈરસને ખત્મ કરનાર એન્ટીબોડી બનાવવામાં સફળતા પ્રાપ્ત કરી છે. મેડિકાર્ગોને મિત્સુબિશી તનાબે ફાર્મા અને ટોબેકો જાયન્ટ ફિલિપ મોરિસ નો સપોર્ટ મળ્યો છે.

5. અનહુઇ ઝિફેર્ડ લૉન્ગકૉમ બાયોફાર્માસ્યુટિકલ(ચીન)
ચોંગકિંગ ઝિફેઇ બાયોલોજિકલ પ્રોડક્ટ્સના એક યુનિટ તરફથી વિકસાવવામાં આવતી વેક્સિનના ટ્રાયલ્સનો પ્રારંભ જૂનમાં જ થઇ ગયો હતો. આ વેક્સિનને અનહુઇ ઝિફેઇ લૉન્ગકૉમ બાયોફાર્માસ્યુટિકલ્સ અને ચાઇનિઝ એકેડમી ઓફ સાયન્સે બનાવ્યું છે.

16 કંપનીઓના ટ્રાયલ્સ બીજા તબક્કામાં પરંતુ 3 અાપણા કામના
1. કેડિલા હેલ્થકેર(ભારત)

હાલના સમયે 16 કંપનીઓના ટ્રાયલ્સ બીજા ફેઝમાં છે, પરંતુ તેમાં પણ અમદાવાદની કંપની કેડિલા હેલ્થકેર સહિત ચાર કંપનીઓ બીજા ફેઝમાં છે. બાકીની 12 કંપનીઓની વેક્સિનના ફેઝ-1 અને ફેઝ-2ના ટ્રાયલ્સ એકસાથે ચાલી રહ્યાં છે. કેડિલા હેલ્થેકરની વેક્સિનના પરિણામ ટૂંક સમયમાં આપણી સામે હશે. આશા રાખવામાં આવી રહી છેકે, એપ્રિલ-2021 સુધીમાં આ વેક્સિન ઉપલબ્ધ થઇ જશે.

2. શિયામેન યુનિવર્સિટી(ચીન)
ચીનની શિયામેન યુનિવર્સિટીએ હોંગકોંગ યુનિવર્સિટી અને બેઇજિંગની એક કંપની સાથે મળીને નૈજલ વેક્સિન બનાવી છે. જેના ફેઝ-1ના પરિણામ સફળ રહ્યાં છે. હાલ આ વેક્સિન ફેઝ-2ના ટ્રાયલ્સમાં છે. આ નૈજલ સ્પ્રે જેવી હશે અને ઇન્જેક્શન લગાવવાના બદલે માત્ર નાકમાં સ્પ્રે કરવાનો રહેશે.

3. ક્યોરવૈક(જર્મની)
જર્મન કંપની ક્યોરવૈકની વેક્સિનના ટ્રાયલ્સે પણ છેલ્લા કેટલાક સમયથી વેગ પકડ્યો છે. અત્યારસુધીમાં વેક્સિન અસરકારક સાબિત થઇ છે. જેના કારણે કંપનીએ પોતાની વેક્સિન યુરોપના તમામ દેશોમાં પહોંચાડવા માટે નેટવર્ક ઉભુ કરી દીધું છે.

નોંધઃ કંપનીઓની વેક્સિન અને તેનું અપડેટ્સ WHOની વેબસાઈટ પર ઉપલબ્ધ કરાવવામાં આવેલી માહિતીના આધારે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો