• Gujarati News
  • Coronavirus
  • Men With Long Ring Fingers Have A Lower Risk Of Death, According To Research On Men From 41 Countries.

કોરોનાનું ફિંગર કનેક્શન:લાંબી રિંગ ફિંગરવાળા પુરુષોને મૃત્યુનું જોખમ ઓછું, 41 દેશોના પુરુષો પર કરવામાં આવેલ રિસર્ચમાં જાણવા મળ્યું

2 વર્ષ પહેલા
  • સંશોધકોના કહેવા પ્રમાણે જે દેશોમાં પુરુષોની રિંગ ફિંગર (અનામિકા) નાની છે ત્યાં કોવિડ-19થી 30 ટકા સુધી વધારે મોત થયાં
  • રિસર્ચમાં દાવો- રિંગ ફિંગરની લંબાઈ ટેસ્ટોસ્ટેરોન નામના સેક્સ હોર્મોન્સ પર આધાર રાખે છે

બ્રિટનના સંશોધકોએ કોરોના સંક્રમણ અને આંગળીઓની વચ્ચે કનેક્શન શોધી કાઢ્યું હોવાનો દાવો કર્યો છે. તેમના જણાવ્યા પ્રમાણે, એવા પુરુષો જેમની રિંગ ફિંગર (અનામિકા) લાંબી છે તેમને કોવિડ-19થી મૃત્યુ થવાની શક્યતા ઓછી છે.

‘ડેઈલીમેલ’માં જણાવ્યા પ્રમાણે, આ દાવો બ્રિટેનની સ્વાનસી યુનિવર્સિટીના સંશોધકોએ 41 દેશોના પુરુષો પર કરવામાં આવેલ રિસર્ચ બાદ કર્યો છે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, નાની રિંગ ફિંગરવાળા પુરુષોમાં કોરોનાવાઈરસના સંક્રમણ બાદ હળવાં લક્ષણો જોવા મળ્યાં. 

નાની રિંગ ફિંગર ધરાવતા લોકોમાં મૃત્યુનું જોખમ 30% જેટલું વધારે
સંશોધકોએ જ્યારે એવા દેશોનું રિસર્ચ કર્યું જ્યાં મોટાભાગના પુરુષોની રિંગ ફિંગર નાની હોય છે, તે રિસર્ચમાં ખુલાસો થયો કે, આ દેશો કોરોનાથી થતાં સૌથી વધારે મૃત્યુના કેસમાં ટોપ 3માં સામેલ છે. કોરોનાથી થતાં મૃત્યુની સંખ્યા અન્ય દેશોની તુલનામાં 30% વધારે હોવાનું જાણવા મળ્યું છે. 

ક્યાં કેવી છે રિંગ ફિંગર
રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, બ્રિટન, બલ્ગેરિયા અને સ્પેન એવા 10 દેશોમાં સામેલ છે જ્યાં મોટાભાગના પુરુષોની રિંગ ફિંગર નાની હોય છે. મલેશિયા, સિંગાપોર અને રશિયામાં પુરુષોની રિંગ ફિંગર લાંબી હોય છે. નાની રિંગ ફિંગરવાળા 10 દેશોમાં કોરોનાવાઈરસથી લગભગ 1 લાખ લોકોમાંથી  (સરેરાશ) 4.9 લોકો કોવિડ-19 ને કારણે મૃત્યુ પામ્યા છે. લાંબી રિંગ ફિંગરવાળા દેશોમાં આ આંકડો 2.7 ટકા છે. એટલે કે મૃત્યુઆંક લગભગ 50% સુધી ઓછો છે.  

સેક્સ હોર્મોન્સ પર આધાર રાખે છે આંગળીની લંબાઈ
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, બાળકમાં ટેસ્ટોસ્ટેરોનનો વિકાસ વધારે થાય તો તેની રિંગ ફિંગર લાંબી હોય છે.ટેસ્ટોસ્ટેરોન એ પુરુષોનો સેક્સ હોર્મોન છે. તે શરીરમાં ACE-2 રિસેપ્ટર્સની સંખ્યા વધારીને કોવિડ-19 સામે લડવામાં મદદ કરે છે. જો કે, રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, આ રિસેપ્ટર્સની સંખ્યા વધી જાય તો ફેફસાંને નુકસાન થવાનું જોખમ વધી જાય છે. 

રિંગ ફિંગર લાંબી છે કે કેમ તે કેવી રીતે ચેક કરશો? 
સૌથી પહેલાં તમારી ઈન્ડેક્સ ફિંગર (તર્જની)ની લંબાઈ મિલીમીટરમાં માપો. ત્યારબાદ તમારી રિંગ ફિંગરની લંબાઈ માપો. હવે ઈન્ડેક્સ ફિંગરની લંબાઈને રિંગ ફિંગરમાંથી બાદ કરો. તમારી રિંગ ફિંગર નાની છે મોટી તે આ આંકડા પર આધાર રાખે છે. જો આ તફાવત 0.976 મિલીમીટર અથવા તેનાથી ઓછો ઓછો હોય તો તમારી રિંગ ફિંગર લાંબી કહેવાય. જો તે 0.99 મિલીમીટર કે તેનાથી વધારે છે તો તમારી રિંગ ફિંગર નાની છે તેમ કહેવાય.

કોવિડ-19થી મહિલાઓ કરતાં પુરુષોને વધારે મૃત્યુનું જોખમ 
રિસર્ચમાં સામેલ કરવામાં આવેલ આંકડાઓથી સ્પષ્ટ થાય છે કે કોવિડ-19થી મહિલાઓ કરતાં પુરુષોનાં મોત વધારે થાય છે. જો કે, વૈજ્ઞાનિકો તેનું કારણ શોધી શક્યા નથી. ઈંગ્લેન્ડ અને વેલ્સનું ઉદાહરણ જોઈ લો, અહીં પ્રતિ 1 લાખમાં કોવિડ-19થી મૃત્યુ પામેલા પુરુષોની સરેરાશ 97.5 છે. જ્યારે મહિલાઓની સરેરાશ 46.5 છે. 

અન્ય સમાચારો પણ છે...