• Gujarati News
 • Coronavirus
 • Malaria Drug Hydroxychloroquine Is Not Very Beneficial For Corona, Patients Are Less Likely To Survive

રિસર્ચ:મેલેરિયાની દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીન કોરોના માટે બહુ ફાયદાકારક નહીં, દર્દીઓની બચવાની શક્યતા ઓછી છે

ન્યૂ યોર્ક2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • અમેરિકાના લોકોએ ભયના મારે દવા જમા કરવાનું શરૂ કર્યું, FDAએ અલર્ટ જાહેર કર્યું
 • હાઇડ્રોક્સીક્લોરોક્વીન કયા દર્દીઓને આપવામાં આવે એ વાત પર પણ ડોક્ટર-વૈજ્ઞાનિકના મત અલગ

કોલમ્બિયા યુનિવર્સિટીના સંશોધકોએ કોરોનાના ચેપ માટે ખૂબ જ ઉપયોગી ગણાતી મેલેરિયાની દવા હાઇડ્રોક્સીક્લોરોક્વીનના ઉપયોગ પર સવાલ ઉઠાવ્યા છે. યુનિવર્સિટી દ્વારા લગભગ 1,400 દર્દીઓ પર કરવામાં આવેલા અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, હાઇડ્રોક્સીક્લોરોક્વીન લેનારા અને ન લેતા દર્દીઓની સ્થિતિમાં બહુ ફરક નથી પડી રહ્યો કારણ કે, આ દવા ગંભીર દર્દીઓને બચાવી શકતી નથી. આ રિપોર્ટ ન્યૂ ઇંગ્લેંડ જર્નલ ઓફ મેડિસિનમાં પબ્લિશ થયો છે.

આ સ્ટડીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની એ સલાહ સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો છે જેમાં તેમણે હાઇડ્રોક્સીક્લોરોક્વીનનો ઉપયોગ વધારવાનો આગ્રહ કર્યો હતો. અમેરિકાની સરકારે 19 માર્ચના રોજ મેલેરિયાની સારવારમાં ઉપયોગમાં આવનારી ક્લોરોક્વીનનેકોરોના માટે ઉપયોગમાંલેવાની મંજૂરી આપી હતી.

1,400 દર્દીઓ પર બે ગ્રૂપમાં અભ્યાસ કરાયો

 • કોલમ્બિયા યુનિવર્સિટીના સંશોધકોએ હાઇડ્રોક્સીક્લોરોક્વીન લેનારા 800થી વધુ દર્દીઓની તુલના 560 એવા દર્દીઓ સાથે કરી જેમને આ દવા કરતા અલગ સારવાર આપવામાં આવી હતી. હાઈડ્રોક્સીક્લોરોક્વીનવાળા દર્દીઓમાં કેટલાકને આ જ દવા મળી, જ્યારે કેટલાક દર્દીઓને એઝિથ્રોમાસીન સાથે મિક્સ કરીને આપવામાં આવી હતી.
 • આ બંને ગ્રૂપોના વિવિધ પરિણામોમાંજાણવા મળ્યું છે કે, આશરે 1,400 દર્દીઓમાંથી 232 મૃત્યુ પામ્યા હતા અને 181 ને વેન્ટિલેટર પર લઈ જવા પડ્યા હતા. બંને ગ્રુપમાં, આ આંકડાઓ લગભગ સમાન હતા. હાઇડ્રોક્સીક્લોરોક્વીનના ઉપયોગથી મૃત્યુનું જોખમ ઓછું થયું નથી અથવા વેન્ટિલેટરની જરૂરિયાત ઓછી થઈ નથી.
 • આ અભ્યાસને અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ તરફથી ફંડિંગ મળ્યું હતું. એપ્રિલમાં શરૂ થયેલા આ અભ્યાસનો ઉદ્દેશ એ હતો કે, આ દવા વાઇરસના સંપર્કમાં આવતા ફ્રન્ટલાઈન વર્કર્સમાં ચેપ અટકાવવામાં મદદ કરી શકે છે કે નહીં.

ચેતાવણી – દવાનો ફાયદો ઓછો, નુકસાન વધારે

 • અચાનક જીવનરક્ષક તરીકે ઉભરી આવનાર હાઇડ્રોક્સીક્લોરોક્વીનને લઇને આ અમેરિકન સંશોધકોની સલાહ છે કે, આ દવા ફાયદો કરવાને બદલે વધુ નુકસાન પહોંચાડી શકે છે. તેમણે આની સંભવિત ગંભીર આડઅસરોની જાણ કરી છે, જેમાં હૃદયના ધબકારા અચાનક અનિયંત્રિત થઈ જાય છે અને આ મૃત્યુનું કારણ પણ બની શકે છે.
 • FDAએ પણ ઔપચારિક અભ્યાસ ઉપરાંત કોરોનો વાઇરસ ચેપ માટે પણ આ ડ્રગનો ઉપયોગ કરવાની ચેતવણી આપી છે. આ ચેતવણી એ સમાચાર પછી આવી કે, અમેરિકન લોકોએ ડરના મારે હાઇડ્રોક્સીઇક્લોરોક્વીન જમા કરવાનું શરૂ કરી દીધું છે.

ગંભીર દર્દીઓને દવા આપવામાં આવી રહી

 • હાઈડ્રોક્સીક્લોરોક્વીન સામાન્ય રીતે એવા દર્દીઓને આપવામાં આવે છે, જેઓ વધારે સંક્રમિત હોય છે. આ માટે વિશ્વભરમાં વ્યાપક રીતે પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. પરંતુ મૃત્યુઆંક વધી રહ્યો હોવાથી કોઈ સારા પરિણામ પ્રાપ્ત થઈ શક્યા નથી.
 • દર્દીને દાખલ કર્યાના બે દિવસની અંદર તેનો ઉપયોગ શરૂ થયો. કારણ કે, પહેલાના અભ્યાસના કેટલાક વિવેચકોએ કહ્યું હતું કે, દર્દીની સ્થિતિ વધુ બગડે તે પછી જ શરૂઆતમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન આપવી જોઈએ.

ટ્રમ્પના દબાણમાં ઉપયોગ શરૂ થયો

 • શરાતના રિસર્ચના રિપોર્ટમાં સવાહ આપવામાં આવી હતી કે, મેલેરિયા અને ઇમ્યૂન સિસ્ટમની જોખમી બીમારી લ્યુપસ દવાનું કોમ્બિનેશન કોરોનામાં પણ અસરકારક હોઈ શકે છે. દુનિયાભરમાંથી આવા કેસો આવ્યા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ આ દવાના સમર્થનમાં આવી ગયા હતા.
 • તેમણે ભારતને હાઇડ્રોક્સીક્લોરોક્વીન મોકલવાની ધમકી પણ આપી હતી અને તે પછી ભારતે તેની પોલિસી બદલીને આ દવા અમેરિકા મોકલવી પડી હતી. જાણવા મળ્યું છે કે, ટ્રમ્પે તેના દેશની સૌથી મોટી નિયંત્રક એજન્સી એફડીએ પર તેનો ઉપયોગ કરવા માટે દબાણ પણ કર્યું હતું.

ભારતની દવાની ક્વોલિટી પર પણ સવાલ ઉઠ્યા

 • અમેરિકન વૈજ્ઞાક ડો. રિક બ્રાઇટે થોડા સમય પહેલા દેશમાંથી વિશેષ કાઉન્સિલમાં ભારતથી આવેલી હાઇડ્રોક્સીઇક્લોરોક્વીનની ગુણવત્તા અંગે ફરિયાદ નોંધાવી હતી. તેમાં કહેવામાં આવ્યું કે, ટ્રમ્પ વહીવટીતંત્રના આરોગ્ય અધિકારીઓને ભારત તરફથી મળેલી નિમ્ન-ગુણવત્તાની મેલેરિયાની દવાઓ અને ખાસ કરીને હાઇડ્રોક્સીઇક્લોરોક્વીન વિશેષ ચેતવણી આપવામાં આવી હતી.
 • ડો. બ્રાઇટને હાલમાં સેવામાંથી હટાવવામાં આવ્યા છે. આ પહેલા તે બાયોમેડિકલ એડવાન્સ્ડ રિસર્ચ ડેવલપમેન્ટ ઓથોરિટીના વડા હતા. તે અમેરિકાના હેલ્થ એન્ડ હ્યુમન સર્વિસિસ ડિપાર્ટમેન્ટ દ્વારા સંચાલિત એક સંશોધન એજન્સી છે.

કોઈ રામબાણ ઇલાજ નહીં, વૈજ્ઞાનિકો હતાશ થઈ રહ્યા છે

આ એક નિરીક્ષણ આધારિત અભ્યાસ હતો, જેમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને પ્લેસિબો પ્લેસિબોવાળા દર્દીઓના ગ્રુપની તુલના કરવામાંઆવી. જો કે, ડોકટરોનું કહેવું છે કે, તેના તારણો દર્દીઓ અને તેમના પરિવારોને ઉપયોગી માહિતી પ્રદાન કરે છે. તેમણે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે, આ નિરાશાજનક છે કે રોગચાળાના આટલા મહિના પછી પણ આપણને કોઈપણ સારવારમાં કોઈ રામબાણ દવાનો ઉપયોગ કરાય એવા સંતોષકારક પરિણામો મળ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...