કોરોના વાઇરસ ટિપ્સ:ઇમ્યૂન સિસ્ટમને બનાવો મજબૂત, વાઇરસ વિરુદ્ધ એન્ટિ-વાઇરસથી શરીરને જાતે જ સુરક્ષિત રાખો

હેલ્થ2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

હેલ્થ ડેસ્કઃ રોગપ્રતિકારક શક્તિ જેટલી વધુ સારી એટલો વાઇરસ અને બેક્ટેરિયા વ્યક્તિને અસર નથી કરતો. જાણીતા એલોપથી એક્સપર્ટ્સ ઉપરાંત આધ્યાત્મ, આયુર્વેદ અને યોગના નિષ્ણાતો પાસેથી જાણીએ કે આપણી ઇમ્યૂનિટી કેવી રીતે વધારી શકાય.
નોવેલ કોરોનાવાઈરસે ભારત સહિત સમગ્ર વિશ્વમાં ભય ફેલાવી દીધો છે. લાખો લોકો આ વાયરસનો ભોગ બની રહ્યા છે. તેની રસી બનવામાં લાંબો સમય લાગી શકે છે. આખરે આપણે ક્યાં સુધી લોકડાઉન ચાલુ રાખીશું? વાઇરસ અને તેનાથી સંબંધિત રોગોને રોકવા આપણા હાથમાં નથી, પરંતુ આવા રોગો સામે પોતાની જાતને મજબૂત કરવી એ આપણા હાથમાં હોઈ શકે છે. જ્યારે આપણી રોગપ્રતિકારક શક્તિ વધુ મજબુત બનશે ત્યારે આપણે પણ મજબૂત બનીશું. આ આપણાં શરીરનું રક્ષાકવચ છે, જે આપણને રોગોથી સુરક્ષિત રાખે છે.

ઇમ્યૂન સિસ્ટમ શું છે?

 • ઇમ્યૂન સિસ્ટમ એ આપણા શરીરનું રક્ષાકવચ છે, જે વાઇરસ, બેક્ટેરિયા, ફૂગ, શેવાળ સહિતના બધા સુક્ષ્મજીવાણુઓથી બચાવે છે, જે પાછળથી રોગોનું કારણ બને છે. આ સિસ્ટમ ફક્ત એક કોષિકા નહીં પરંતુ નવા કોષોના જૂથ સાથે શરીરની બહારની ડિફેન્સ સિસ્ટમ પણ છે.
 • તેને બે મુખ્ય ભાગોમાં વહેંચી શકાય છે. પહેલી છે ઇનેટ એટલે કે જન્મજાત રોગપ્રતિકારક ક્ષમતા. ત્વચા, નાક, સ્નોટ, લાળ એ પ્રથમ રક્ષા કવચ છે. બીજું અડોપ્ટિવ ઇમ્યૂન સિસ્ટમ એટલે કે અનુકૂલ રોગપ્રતિકારક શક્તિ છે, જે આપણે લાઇફસ્ટાઇલમાંથી મેળવીએ છીએ.
 • જ્યારે આપણે ચેપનો શિકાર થઈએ છીએ અથવા જેને રોગ થયો હોય તેના સંપર્કમાં આવીએ ત્યારે આપણું શરીર તેની સામે લડવા માટે તૈયાર હોય છે.
 • ઘણી વખત સૂક્ષ્મજંતુઓ રક્ષણાત્મક સિસ્ટમ તોડીને શરીરની અંદર પહોંચી જાય છે. પછી તેનો મુકાબલો આપણા વ્હાઇટ બ્લડ સેલ્સ સાથે થાય છે.
 • પરંતુ ઘણા કિસ્સાઓમાં રોગપ્રતિકારક શક્તિ કેટલાક બ્લાઇન્ડ સ્પોટ્સ છોડી દે છે. જો કે, તે કેટલાક બગ્સને નથી પકડી શકતો. આ બ્લાઇન્ડ સ્પોટ્સ નવા-નવા રોગોનું કારણ બને છે. આનો અર્થ એ છે કે મજબૂત રોગપ્રતિકારક સિસ્ટમથી આ વાઇરસ સાથે લડી શકાય છે.

કેવી રીતે વધારવી આપણી ઇમ્યૂનિટી?

1. ઇમ્યૂનિટી વધારવામાં ડાયટ મહત્ત્વપૂર્ણ
ઇમ્યૂનિટી મજબૂત કરવા માટે લાઇફસ્ટાઇલમાં ડાયટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વિટામિન B12 સિવાયના તમામ ખનિજો અને વિટામિન્સ ખોરાકમાંથી મેળવી શકાય છે. વિટામિન B12 માટે ફક્ત ડોક્ટરની સલાહ પર સપ્લિમેન્ટ્સ લઈ શકાય છે. નિયમિત ખોરાક પોષણથી ભરેલો અને વૈવિધ્યસભર હોવો જોઈએ. તેમાં શાકભાજી અને કઠોળનું પૂરતું પ્રમાણ હોવું જોઈએ. ઇમ્યૂનિટી વધારવા માટે મોસમી ફળોને તમારાડાયટમાં ઉમેરો. તેમાં રહેલા પોલિફેનોલ્સને કારણે તે રોગપ્રતિકારક શક્તિના કોષો માટે સારા છે, ખાસ કરીને ફલાવોનોઇડ્સ. આ ઉપરાંત, એન્ટિ-ઓકિસડન્ટ્સ પ્રતિરક્ષા વધારવામાં પણ મદદ કરે છે. બીટા કેરોટિન, વિટામિન C અને E, ઝીંક અને સેલેનિયમ એન્ટિ-ઓકિસડન્ટ્સના નામ છે જે ઘણીવાર પાલક, ટામેટાં, , કોબીજ, નારંગી, પપૈયાં, બદામ અને મકાઈમાં જોવા મળે છે. તમારા દૈનિક આહારમાં આમાંથી થોડુંક ચોક્કસપણે લો.

2. કસરતને પણ લાઇફસ્ટાઇલનો એક ભાગ બનાવો
સાઇકલિંગ, જિમિંગ, રનિંગ અથવા અન્ય કોઈ પણ પ્રકારનું ફિઝિકલ વર્કઆઉટ નિયમિતપણે વ્હાઇટ બ્લડ સેલ્સને સક્રિય રાખે છે, જે ઇમ્યૂનિટી માટે જરૂરી છે. તેનો શરીરમાંપ્રવાહ સારી રીતેચાલતો રહે તેના માટે બ્લડ ફ્લો સારો હોવો જરૂરી છે. આ ફક્ત વ્યાયામ દ્વારા જ શક્ય છે. યુવાનોએ સાયકલિંગ, હાઇકિંગ વગેરે જેવી કસરત અઠવાડિયાંમાં 150 મિનિટ જેટલી કરવી જોઈએ. જ્યારે અઠવાડિયાંમાં 75 મિનિટ રનિંગ અને સ્વિમિંગ કરવું જોઈએ.

3. ડાયટ અને યોગ્ય લાઈફ સ્ટાઈલ
દવા અથવા યોગ્ય ડાયટ દ્વારા ઇમ્યુન સિસ્ટમમાં અચાનક સુધારી નથી આવતો. તેને જાળવી રાખવા માટે હંમેશાં સારી જીવનશૈલી હોવી જરૂરી છે. ઈન્યુનિટી સિસ્ટમની દરેક કોશિકાઓ અલગ રીતે પ્રતિક્રિયા આપે છે. તેના પગલે ઈમ્યુનિટી વધારવા માટે દવા લેવામાં આવે છે. દવાઓથી સ્ટ્રોકનું જોખમ પણ વધી જાય છે. એટલા માટે ઈમ્યુનિટી વધારવાની જગ્યાએ જીવનશૈલીમાં ફેરફાર કરવાનો પ્રયાસ કરવો.

ઈમ્યુનિટીના ત્રણ દુશ્મમઃ તણાવ, દારૂ અને અપર્યાપ્ત ઊંઘ

 • આચાનક શરીરને સ્ટ્રેસ આપવાથી રોગપ્રતિકારક શક્તિ પર વિપરીત અસર પડે છે. શરૂઆતમાં વધુ પડતી શારીરિક પ્રવૃત્તિ ન કરો. તે સ્ટ્રેસ હોર્મોન વધારે છે. મગજ પર સ્ટ્રેસ પણ ઈમ્યુનિટી સિસ્ટમ માટે જોખમી છે.
 • કોઈપણ પ્રકારના ધૂમ્રપાનથી શરીરને નુકસાન થાય છે. વધુ પડતો દારૂ પીવાથી કે આલ્કોહોલનું સેવન કરવાથી લીમ્ફોસાઇટ્સની સંખ્યા ઘટી જાય છે. આવી સ્થિતિમાં સંક્રમણ થવાનું જોખમ વધી જાય છે.
 • પૂરતી ઊંઘ ન લેવાથી પણ ઈમ્યુનિટીને નુકસાન પહોંચે છે. તેનાથી લીમ્ફોસાઇટ્સની ટી સેલ્સમાં ઘટાડો થાય છે. તે રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે.
 • મોટિવેશનલ સ્પીકર ગૌર ગોપાલ દાસથી જાણો આધ્યાત્મિકતાથી ઈમ્યુનિટટી વધારવાની રીત

સકારાત્મક રાખો, ડરને દૂર કરો
જીવનમાં સકારાત્મકતાથી પણ રોગપ્રતિકારક શક્તિ વધે છે. જે વ્યક્તિ તેના વર્તનમાં ગ્રેટીટ્યૂ઼ડ અટલે કે કૃતજ્ઞના રાખે છે, તેની ઈમ્યુનિટી સારી હોય છે. તેના પર ઘણા રિસર્ચ પેપર પ્રકાશિત કરવામાં આવ્યા છે. તમારી આજુબાજુની સકારાત્મક બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરો  અને તમારા વર્તનમાં કૃતજ્ઞમા લાવો, તેનાથી તમારું સ્વાસ્થ્ય સુધરશે. મન-મગજને શાંત અને સકારાત્મક રાખવાખી પણ શરીર પર સકારાત્મક અસર પડે છે, તેનાથી ઈમ્યુનિટી વધે છે.

સારી રીતે જમવું, પૂરતી ઊંઘ લેવી અને યોગ કરવાથી ઈમ્યુનિટી વધે છે. તણાવ અને ડર શરીરના સૌથી મોટા શત્રુ છે. તણાવ અને ડરના કારણે શરીરની અંદર રહેલ વાઈરસ હાવી થઈ જાય છે. એટલા માટે પોતાના મનમાંથી ડર અને તણાવને દૂર કરો.

ડો. અબરાર મુલ્તાની આયુર્વેદમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની રીતો જણાવી
આયુર્વેદમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાની ઘણી રીતો છે. આ ત્રણ અસરકારક અને સરળ ઉપાયોમાંથી દરરોજ એક પણ અપવાનાથી ફાયદો થશે. ત્રણે કરો તો વધારે સારું છે

 • હુફાંળા દૂધમાં અડધી ચમચી હળદર અને તેમાં મધ મિક્સ કરી દરરોજ રાતે ઊંઘતા સમયે પીવું
 • અડધી ચમચી આમળા પાવડરમાં મધ મિક્સ કરીને દરરોજ સવારે તેનું સેવન કરો.
 • એક ગ્લાસ હુંફાળા પાણીમાં એક લીંબુનો રસ નાખીને સવારે ખાલી પેટે પીવું.
 • તે ઉપરાંત દરરોજ સવારે 30 મિનિટ તડકામાં ઉભા રહેવું.

યોગ નિષ્ણાત શૈલજા ત્રિવેદીથી જાણો ઈમ્યુનિટી વધારવા માટે 5 પ્રાણાયામ
રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવા માટે પ્રાણાયમ સૌથી અસરકારક છે. દરરોજ ભસ્ત્રીકા, કપાલભતી, અનુલોમ-વિલોમ, ભ્રામરી અને પ્રણવ કરવો જોઈએ. આ શ્વાસ લેવાની કસરતો અનેક રોગોથી બચાવે છે. પ્રાણાયમ ભારતની સાથે સાથે હવે વિદેશોમાં પણ લોકપ્રિય થઈ રહ્યા છે. ઘણી જગ્યાએ તેને કોન્શિયસ બ્રીથિંગ પણ કહેવામાં આવે છે. તેની સાથે સાથે નાસિકા મુદ્રા કરવાથી પણ ફાયદો થાય છે અને આપણી ઈમ્યુનિટીને વધારે છે. આ તમામ અભ્યાસોને યોગ્ય રીતે કરવા માટે યુટ્યુબ પર વિવિધ વિડિઓ ઉબલબ્ધ છે. 

અન્ય સમાચારો પણ છે...