તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Coronavirus
  • Leaders Say Don't Crowd And Are Holding Rallies By Gathering Crowds In The Election Itself, The Situation Is Getting Worse

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોવિડ એક્સપર્ટ ડો. કે. શ્રીનાથ રેડ્ડી સાથે વાતચીત:નેતાઓ કહે છે કે ભીડ ન કરો અને ચૂંટણીમાં પોતે ભીડ એકઠી કરીને રેલીઓ કરી રહ્યા છે; એનાથી સ્થિતિ વધુ વણસી રહી છે

નવી દિલ્હી9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડોક્ટર રેડ્ડીના મતે, કોરોનાના નવા સ્ટ્રેનને કારણે પણ કેસ વધી રહ્યા છે

‘દેશમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે. દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જો કોરોના ગામડાંમાં ફેલાયો તો એને કાબૂમાં કરવો મુશ્કેલ થશે. કોરોનાથી બચવા માટે સાવધાની રાખવી ખૂબ જરૂરી છે.’ આમ કહેવું છે AIIMSના કાર્ડિયોલોજી વિભાગના પૂર્વ પ્રમુખ અને પબ્લિક હેલ્થ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ ડોક્ટર કે. શ્રીનાથ રેડ્ડીનું. ડો. રેડ્ડી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બનાવાયેલા કોવિડ ટાસ્કફોર્સના મેમ્બર પણ છે. તેમણે કોરોનાનાં તમામ પાસાઓ પર ભાસ્કર સાથે ખાસ વાતચીત કરી. અહીં પ્રસ્તુત છે વાતચીતના મુખ્ય અંશો...

  • હાલના સમયમાં દેશમાં કોરોનાની શું સ્થિતિ છે?

શહેરી વિસ્તારોમાં સ્થિતિ અત્યંત ગંભીર છે. દરરોજ દર્દીઓની સંખ્યા વધી રહી છે. એને કારણે હોસ્પિટલો પર પણ દબાણ છે. જોકે થોડી રાહતની વાત એ છે કે મૃતકોની સંખ્યા વધી નથી, પરંતુ જો કોરોના શહેરોમાંથી ગામડાં તરફ ફેલાયો તો એને અંકુશમાં લેવો મુશ્કેલ બની જશે.

  • લોકોએ કોરોનાથી બચવા શું કરવું જોઈએ?

લોકોએ ભીડમાં ન જવું જોઈએ. તેમણે માસ્કનો ઉપયોગ કરવો જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી ભીડ એકઠી ન થવા દો. વેક્સિન લગાવવામાં વધુ ઝડપ કરવી જોઈએ.

  • સરકાર બીજા દેશોને વેક્સિન મોકલી રહી છે, આપને નથી લાગતું કે પ્રથમ દેશવાસીઓને વેક્સિનની વધુ જરૂર છે?

ભારત સરકારે દેશની જનતાની આવશ્યકતા માટે બહાર મોકલાતી વેક્સિનની સપ્લાઈ રોકી છે. સ્થિતિનો કયાસ મેળવ્યા પછી સરકાર આગળનો નિર્ણય કરશે. અનેક મોટી કંપનીઓ ભારતમાં વેક્સિનનું ઉત્પાદન કરવા માગે છે, જેના અંગે સરકાર સાથે કરાર થઈ ચૂક્યો છે. એવું થવાથી આપણને વધુ વેક્સિન મળશે.

  • હવે અચાનક કોરોનાનો ફેલાવો ઝડપથી વધવાનું શું કારણ છે?

કોરોનાનો નવો સ્ટ્રેન આવ્યો છે. સરકારે કહ્યું છે કે 700થી 800 લોકોમાં નવો સ્ટ્રેન જોવા મળ્યો છે. સંખ્યા વધવાનું મોટું કારણ એ પણ છે કે હવે લોકો માને છે કે તેઓમાં હર્ડ ઈમ્યુનિટી આવી ગઈ છે, હવે તેમને કોરોના નહીં થાય. જાન્યુઆરી પછીથી લોકોમાં ગેરસમજ આવી ગઈ છે. હવે નિયમોનું પાલન થતું નથી. દેશમાં રેલીઓ થઈ રહી છે. મુસાફરી વધી રહી છે. લોકો બજારોમાં ખરીદી કરી રહ્યા છે, જેના કારણે વાયરસને ફેલાવાનો મોકો મળી ગયો છે.

કોરોનાના વધતા કેસો પછી પણ રાજકીય રેલીઓમાં ભીડ ઓછી થતી નથી. અત્યારે પાંચ રાજ્યમાં ચૂંટણી ચાલી રહી છે, જ્યાં દરેક રેલીમાં ભારે ભીડ જામી રહી છે.
કોરોનાના વધતા કેસો પછી પણ રાજકીય રેલીઓમાં ભીડ ઓછી થતી નથી. અત્યારે પાંચ રાજ્યમાં ચૂંટણી ચાલી રહી છે, જ્યાં દરેક રેલીમાં ભારે ભીડ જામી રહી છે.
  • શું સાવધાની જ કોરોનાનો ઉપાય છે?

જનતાની અગત્યની ભૂમિકા છે, બાકી તંત્રનો પણ રોલ છે. રાજકીય પાર્ટીઓએ રેલીઓમાં ભીડ એકઠી ન કરવી જોઈએ. જો નેતાઓ રેલીઓમાં ભીડ એકઠી ન કરે તો લોકોને લાગશે કે સ્થિતિ ખતરનાક છે. નેતા જનતાને કહે છે કે ભીડ ન કરો અને ચૂંટણીમાં ભીડ એકઠી કરીને રેલીઓ કરી રહ્યા છે. એનાથી સ્થિતિ વધુ વણસી રહી છે.

  • દુનિયાના અનેક દેશો ફરીથી લોકડાઉન તરફ જઈ રહ્યા છે, શું ભારતમાં પણ એવી સ્થિતિ સર્જાઈ રહી છે?

આપણે અત્યારે લોકડાઉનની જરૂર નથી. આપણે કડકાઈની જરૂર છે, આપણે મુસાફરી પર પ્રતિબંધ લગાવીએ, લોકોએ ઘરેથી કામ કરવું જોઈએ. અગાઉ સરકારે લોકડાઉન એટલા માટે લગાવ્યું કે સ્થિતિ સમજી શકાય, હેલ્થ સિસ્ટમને સુધારવા માટે લોકડાઉનની જરૂર હતી. જો સામાન્ય જનતા નિયમોનું પાલન કરે તો લોકડાઉનની કોઈ જરૂર નથી.

  • શું ભારત સરકાર ઈમર્જન્સી જેવી સ્થિતિનો સામનો કરવા તૈયાર છે?

જો બીમારી વધુ ઘાતક ન થાય તો આપણે દર્દીઓને હોમ કેર પર રાખવા જોઈએ. ઘણા લોકોને વેન્ટિલેટરની જરૂર પડતી નથી. એના માટે સરકારે ખાનગી અને સરકારી હોસ્પિટલોનો સાથ લઈને કામ કરવું જોઈએ. સારો તાલમેળ પરસ્પર હોવો જોઈએ, ત્યારે જ સફળતા મળશે.

  • 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન લગાવવાનું શરૂ થયું છે. એનાથી કેટલી રાહત મળશે?

આ માટે આપણે અનુભવી અને વધુ સ્ટાફની જરૂર છે. આ ઉપરાંત સપ્લાઈ ચેઈનને મજબૂત કરવામાં આવે, જેથી લોકોને વેક્સિન સમય પર મળે. અત્યારે લોકોના મનમાં વેક્સિન પ્રત્યે ડર છે. સરકારે વેક્સિનનો ઉપયોગ વધારવા માટે મીડિયા અને સોશિયલ મીડિયાનો આધાર લેવો જોઈએ, જેથી લોકોમાં વેક્સિન પ્રત્યે વિશ્વાસ વધે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો