• Gujarati News
  • Coronavirus
  • Keep Car Keys And Medicines Out Of The Reach Of Children At Home, Keep Windows Closed If There Are Young Children

ન્યૂયોર્ક ટાઈમ્સમાંથી:ઘરમાં કારની ચાવી અને દવાઓ બાળકોના હાથમાં ન આવે તે રીતે મૂકો, નાના બાળકો હોય તો ઘરમાં બારીઓ બંધ રાખો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાવાઈરસના કારણે આ વખતે બાળકો ઉનાળાનું વેકેશન ઘરમાં જ વિતાવશે
  • ગરમીનો સમય બાળકો માટે વધુ જોખમી, મે અને ઓગસ્ટની વચ્ચે વધુ ઇજાઓ થાય છે
  • બાળકો માટે ઈલેક્ટ્રિક વાયક, ફર્નીચર જેવી વસ્તુઓ દુર્ઘટનાનું કારણ બની શકે છે

કોરોનાવાઈરસ મહામારીના કારણે આ વખતે બાળકોનું ઉનાળાનું વેકેશન ઘરમાં જ પસાર થશે. આવી સ્થિતિમાં માતાપિતાએ ઘરમાં કોઈ મોટી દુર્ઘટનાથી ન થાય તે માટે વધારે ધ્યાન રાખવું પડશે. કન્ઝ્યુમર પ્રોડકટ સેફ્ટી કમિશનના કમ્યુનિકેશન્સ ડાયરેક્ટર જો માર્ટિયાકના જણાવ્યા પ્રમાણે, બાળકો પહેલા કરતાં ઘરે વધુ સમય વિતાવતા હોય છે, પરંતુ અન્ય કાર્યોમાં વ્યસ્ત માતા-પિતાનું ધ્યાન બાળકો પર ઓછું હોય છે. આવી સ્થિતિમાં બાળકો કોઈ જોખમી વસ્તુના સંપર્કમાં આવવાની શક્યતા વધી જાય છે. 

CDCના જણાવ્યા પ્રમાણે, ગરમીનો સમય બાળકો માટે જોખમી હોય છે. નવજાતથી લઈને 19 વર્ષના બાળકોને બિન-ઇરાદાપૂર્વકની ઇજાઓ મેથી લઈને ઓગસ્ટની વચ્ચે સૌથી વધારે થાય છે. આ મુશ્કેલીઓથી બચવા માટે માતાપિતાને સેફ્ટી એક્સપર્ટ્સ સલાહ આપી રહ્યા છે. 

ઇલેક્ટ્રિક વાયર
બાળકો માટે સેફ્ટી પ્રોડક્ટસ બનાવનાર સેફ્ટી ફર્સ્ટના ડાયરેક્ટર કેલી સેનિકના જણાવ્યા પ્રમાણે, આઉટલેટ કવર ઉપરાંત વીજળીથી પણ સેફ્ટી રાખવી જરૂરી હોય છે. જો કોઈ વાયર ઢીલો થઈ ગયો છે તો બાળક તેને દાંતથી કાપી શકે છે, અથવા બાળક તે વાયરમાં ફસાય શકે છે. મોટા ઘરમાં ઈલેક્ટ્રિક વાયરને ઓછા કરી શકાય છે અથવા તેને કવર કરી શકાય છે. ફોન, ટેબલેટ, અને કમ્પ્યુટર ચાર્જને બાળકોથી દૂર રાખો. 

બારીઓ
કન્ઝ્યુમર પ્રોડકટ સેફ્ટી કમિશન વિંડોને ઘરના પાંચ મોટા જોખમમાંથી એક માને છે. એજન્સીના અંદાજ અનુસાર, દર વર્ષે 5 વર્ષ અથવા તેનાથી ઓછી ઉંમરના 7 બાળકોના બારીમાંથી નીચે પડી જવાથી મોત થાય છે. જ્યારે દર વર્ષે અમેરિકામાં હોસ્પિટલોના ઈમર્જન્સી રૂમમાં 3 હજાર બાળકોની સારવાર કરવામાં આવે છે. 

વિંડો સ્ક્રીન દુર્ઘટનાને રોકવા માટે ઘરમાં વિંડો ગાર્ડ્સ અથવા સ્ટોપર લગાવવી. બારી પર લગાવવામાં આવેલા પડદાની પાઈપથી પણ જોખમ ઉભું થઈ શકે છે. એટલા માટે  વિંડોને કોર્ડલેસથી કવર કરો. 

ફર્નીચર
બુકશેલ્ફ, ટીવી, જેવા  મોટા અને ભારે ફર્નિચર બાળકો માટે જોખમી હોઈ શકે છે. આવા ફર્નીચર પર એંકર અને સ્ટોપ્સ લગાવવા, જેથી બાળકો તેને તેમની તરફ ખેંચી શકશે નહીં. દરવાજાની નીચેના ભાગમાં કોઈ વજનવાળી વસ્તુ કે રિમોટ અને રમકડા જેવી કોઈ પણ વસ્તુ ન રાખવી. કેમ કે, તેનાથી બાળકને ઈજા પહોંચી શકે છે. 

ઘરની અંદરના પાણીથી બાળકોને દૂર રાખવા
સેફ કિડ્સ વર્લ્ડવાઈડના પ્રોગ્રામ ડાયરેક્ટર એમિલિ સેમુઅલના જણાવ્યા પ્રમાણે, ઘરમાં રહેતા બાળકોની વોટર સેફ્ટી વધારે મહત્ત્વની છે. પાણીની આસપાસ બાળક રમતું હોય તો ધ્યાન રાખવું. બાળકોની પાસે રહો. બાળકોને કહો કે, ન્હાતા પહેલાં રૂમાલ, સાબુ સહિતની જરૂરી વસ્તુ સાથે લઈ જાય. સ્નાન કરતી વખતે બાળકોને એકલા ન મૂકો. 

બાહ્ય જોખમ
સેમુઅલના જણાવ્યા પ્રમાણે, કાર પણ એક મોટું જોખમ હોઈ શકે છે. બાળકો ખુલ્લી ગાડી અને ટ્રકમાં સરળતાથી જઈને પોતાને લોક કરી શકે છે. સેન જોસ સ્ટેટ યુનિવર્સિટીમાં હવામાનશાસ્ત્રી જેન નલનું વ્હીકલ રિસર્ચ દર્શાવે છે કે, પાર્ક કરવામાં આવેલી ગાડીની અંદરનું તાપમાન માત્ર 10 મિનિટમાં બાહ્ય તાપમાનથી સરેરાશથી 19 ડિગ્રી વધી શકે છે. માતાપિતાએ ગાડી લોક કરીને ચાવી સુરક્ષિત જગ્યાએ રાખવી અને બાળકોની નજર ચાવી પર ન પડે તેનું ધ્યાન રાખવું

મેડિસિન અને ક્લિનિંગ પ્રોડક્ટ
બાળકોની સામે દવાઓ અને ઘરની સફાઈ વસ્તુઓ ન રાખો. કેમ કે, બાળકો તેને કેન્ડી સમજીને ખાઈ શકે છે. માર્ટિયાકના જણાવ્યા પ્રમાણે, ઘણા લોકો ડિસઈન્ફેક્ટ પ્રોડક્ટ્સના ખાલી કેન અને બોટલોને જમીન પર છોડી દે છે. આ પ્રકારની વસ્તુઓ ગમે ત્યાં જગ્યાએ ન રાખવી જોઈએ. તમામ દવાઓ, ક્લિનિંગ પ્રોડક્ટ્સ, ગુંદર, પેઇન્ટ અને અન્ય વસ્તુઓ બંધ રાખવી અને બાળકોથી દૂર રાખવી જોઈએ.

નાની વસ્તુઓ જે ગળામાં ફસાઈ શકે છે
માત્ર વાયર જ નહીં, ઘરની નાની વસ્તુઓ જેમ કે, ગેમના ટૂકડા, સિક્કા ગળામાં ફસાઈ શકે છે. બાળકોને રમકડા તેમની ઉંમરના હિસાબથી આપવા અને મોટા બાળકોના રમકડાથી નાના બાળકોથી દૂર રાખવા. સેમુઅલ બાળકોના દૃષ્ટિકોણથી ઘરના જોખમોનું સર્વે કરવાની સલાહ આપે છે. 

કિચન સેફ્ટી
સેનિકાના જણાવ્યા પ્રમાણે, કિચનમાં બાળકોની સેફ્ટીનું વધારે જોખમ હોઈ શકે છે. રસોડામાં સૌથી મોટું જોખમ દાજવાનું છે. ગરમ ખાવાનું અથવા ગરમ પ્રવાહી નીચે ન પડી જાય તે માટે સ્ટોવના પાછલા બર્નરનો ઉપયોગ કરો. ખાવાનું બનાવતી વખતે બાળકોને ખોળામાં ન રાખો. 

અન્ય સમાચારો પણ છે...