તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Coronavirus
  • Israel Made A Corona Kit For Just Rs 3,800, Blowing Will Tell You In A Minute Whether You Are Positive Or Not

ટેસ્ટિંગ કીટ:ઇઝરાયલે માત્ર 3,800 રૂપિયામાં કોરોના કીટ બનાવી, ફૂંક મારવાથી એક જ મિનિટમાં જણાવી દેશે કે તમે પોઝિટિવ છો કે નહીં

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કીટ બનાવનાર બેન-ગુરિયન યુનિવર્સિટીના સંશોધકોનો દાવો, કીટ 90% સુધી સચોટ પરિણામ આપે છે
  • સંશોધકોના જણાવ્યાનુસાર, એક ટેસ્ટ કીટની કિંમત 3,800 રૂપિયા, અપ્રૂવલ મળતા જ લોકો માટે ઉપલબ્ધ કરાશે

ઇઝરાયેલની બેન-ગુરિયન યુનિવર્સિટીના સંશોધકોએ એવી ઇલેક્ટ્રો-ઓપ્ટિકલ કોરોના ટેસ્ટ કીટ બનાવી છે જે એક જ મિનિટમાં રિઝલ્ટ જણાવી દે છે. તેમાં ટેસ્ટ માટે નાક, ગળા અને ફૂકથી સેમ્પલ લેવામાં આવે છે. જેનાથી જાણી શકાય છે કે તમે પોઝિટિવ છો કે નહીં. સંશોધકોનો દાવો છે કે, આ કીટ 90% સુધી સચોટ પરિણામ આપે છે. ટેસ્ટ કીટની કિંમત માત્ર 3,800 રૂપિયા છે.

કીટની કામ કરવાની પ્રોસેસ

સંશોધકોના જણાવ્યાનુસાર, કીટમાં ખાસ પ્રકારના સેન્સરનો પ્રયોગ કરવામાં આવ્યો છે જે ખાસ કરીને આ વાઇરસ ઓળખવાનુંકામ કરે છે. જ્યારે દર્દી ટેસ્ટ કીટમાં ફૂંક મારે છેતો ડ્રોપલેટ્સ દ્વારા વાઇરસ સેન્સર સુધી પહોંચે છે. આ સેન્સર સાથે એક ક્લાઉડ સિસ્ટમ જોડાયેલી હોય છે. સેન્સર સિસ્ટમને વિશ્લેષણ કરીને જણાવે છે કે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ છે કે નેગેટિવ.

આ ટેસ્ટ માટે લેબ નહીં હોય તો પણ ચાલશે

સંશોધકોનું કહેવું છે કે, ટેસ્ટ કીટની કિંમત બીજી PCR ટેસ્ટ કરતાં ઓછી છે. આ ટેસ્ટ ગમે ત્યાં ગમે તે સમયે કરી શકાય છે. તેના માટે લેબ હોવી ફરજિયાત નથી. એરપોર્ટ, બોર્ડર, સ્ટેડિયમ વગેરે જગ્યાઓએ પણ ટેસ્ટિંગ માટે આ કીટ ખૂબ મદદરૂપ સાબિત થશે. 

હવે રિઝલ્ટ માટે કલાકો સુધી રાહ નહીંજોવી પડે

સંશોધક પ્રો. સારુસિના જણાવ્યાનુસાર, કોરોના વાઇરસના કણ નેનો પાર્ટિકલ જેવા હોય છે. તેનો આકાર 100થી 140 નેનોમીટર હોય છે. PCR કીટ વાઇરસના RNA અને DNA ઓળખીને રિપોર્ટ આપે છે અને આવું કરવામાં કલાકો લાગી જાય છે. પરંતુ આ નવી કીટમાં એક મિનિટની અંદર જ જાણી શકાશે કે દર્દી પોઝિટિવ છે કે નહીં.

FDA પાસેથી અપ્રૂવલ આવવાનું બાકી

સંશોધક પ્રો. સારુસિના જણાવ્યાનુસાર, ટ્રાયલની શરૂઆતથી જ આ ટેસ્ટ કીટથી બહુ સારા પરિણામ મળ્યા છે. તેની મદદથી ઓછા સમયમાં વધારે દર્દીઓનો ટેસ્ટ કરી શકાય છે. કીટ ટૂંક સમયમાં જ લોકો સુધી પહોંચે એ માટે હવે ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન પાસેથી અપ્રૂવલ લેવાની તૈયારી કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...