• Home
  • Coronavirus
  • Is Bill Gates putting a chip in the body and Dawood Dawood Ibrahim has died from the transition? Viral in the name of the virus This news is false

ફેક vs ફેક્ટ / શું બિલ ગેટ્સ શરીરમાં ચિપ લગાવી રહ્યા છે અને સંક્રમણથી દાઉદ દાઉદ ઇબ્રાહિમનું મૃત્યુ થયું છે? વાઈરસના નામ પર વાઈરલ આ સમાચાર ખોટા છે

Is Bill Gates putting a chip in the body and Dawood Dawood Ibrahim has died from the transition? Viral in the name of the virus This news is false
X
Is Bill Gates putting a chip in the body and Dawood Dawood Ibrahim has died from the transition? Viral in the name of the virus This news is false

  • છેલ્લા ત્રણ મહિનામાં સેંકડો ફેક સમાચાર વાઈરલ થયા અને લોકડાઉનમાં લોકોએ વિચાર્યા વગર આ સમાચારને શેર પણ કર્યા
  • કેટલાક લોકોની મૂર્ખતાને કારણે ફેલાયેલા ખોટો સમાચારોએ પણ લોકોમાં ડરનો માહોલ પેદા કર્યો હતો અને તણાવની સ્થિતિ ઉભી થઈ હતી

દિવ્ય ભાસ્કર

Jun 28, 2020, 12:24 PM IST

ભારતમાં કોરોનાવાઈરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 5 લાખ સુધી પહોંચી ગઈ છે. વિશ્વભરમાં કોવિડ-19 સંક્રમિત લોકોની સંખ્યા 1 કરોડને પાર થઈ ગઈ છે. ત્યારે આ આંકડાથી લોકોમાં ડર પેદા થાય તે સ્વાભાવિક છે. લોકો કોરોનાથી સંબંધિત દરેક અપડેટ વિશે જાણવા માંગે છે. 

માર્ચમાં ભારતમાં કોવિડ-19એ પ્રવેશ કર્યો હતો અને તેની સાથે જોડાયેલા કેટલા ગેરમાન્ય દાવાઓ અને ઓફવાઓ શરૂ થઈ ગઈ છે. આ દાવાઓ કેટલીકવાર કોરોનાની સારવારથી સંબંધિત હતા તો ક્યારેક કોવિડ-19 વિશે મોટી હસ્તીઓ અથવા સંસ્થાના નામે નિવેદન વાઈરલ થઈ રહ્યા હતા. 
દિવ્ય ભાસ્કરની ફેક્ટ ચેક ટીમે આ દાવાઓની તપાસ કરીને તમારા સુધી યોગ્ય ફેક્ટ્સ અને હકીકત પહોંચાડી રહી છે. જાણો કોરોનાવાઈરસથી જોડાયેલા તાજેતરના 10 મોટા ભ્રામક દાવાઓની હકીકત 

1. વાઈરલ દાવોઃ WHOએ કહ્યું કોરોનાવાઈરસ કમજોર પડી રહ્યો છે

સામે આવ્યું સત્ય-  WHO ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અડેહનોમ ગ્રેબેયસસે ખુદ આ વાતનું ખંડન કર્યું
સંપૂર્ણ તપાસ વાંચવા માટે અહીં ક્લિક કરો

2. વાઈરલ દાવો- ગૃહ મંત્રાલયે દેશભરમાં શાળાઓ ખોલવાની મંજૂરી આપી છે.
સામે આવ્યું સત્યઃ ગૃહ મંત્રાલયે અમુક શરતો સાથે માત્ર 10મા અને 12મા ધોરણની અમુક પરીક્ષા લેવાની મંજૂરી આપી હતી, સ્કૂલ ખોલવાની નહીં.
 સંપૂર્ણ તપાસ વાંચવા માટે અહીં ક્લિક કરો

3. વાઈરલ દાવો- બિલ ગેટ્સ કોરોના ટેસ્ટની સાથે લોકોના શરીર પર ચિપ લગાવી રહ્યા છે, જેનાથી લોકો પર નજર રાખી શકાય 
સામે આવ્યું સત્ય- બિલ ગેટ્સે લોકોને ડિજિટલી સર્ટિફાઈડ કરવાની વાત જણાવી હતી. ન કે શરીર પર ચિપ લગાવવાની. 
સંપૂર્ણ હકીકત વાંચવા માટે અહીં ક્લિક કરો

4. વાઈરલ દાવો- રિસર્સ સંસ્થા ICMRના નામથી વ્હોટ્સએપ મેસેજ, તેમાં કહેવામાં આવી રહ્યું હતું કે તમે એક વર્ષ સુધી બહાર નહીં જઈ શકો, આવી કુલ  21 માર્ગદર્શિકા હતી
સામે આવી હકીકત- ICMRની કોરોના ટીમના સભ્ય ડો. સુમિત અગ્રવાલે આ દાવાનો ખોટો ગણાવ્યો છે. 

5. વાઈરલ દાવો- ડો રમેશ ગુપ્તાની પુસ્તક 'આધુનિક જન્તુ વિજ્ઞાન'માં વર્ષો પહેલા કોરોનાવાઈરસની માહિતી આપવામાં આવી હતી.
સામે આવ્યું સત્યઃ ડો. ગુપ્તાએ પુસ્તકમાં શરદી-તાવના લક્ષણોને મટાડવા માટે દવાઓ લખી છે, ભારત સરકારે પણ આ દાવાને ખોટો ગણાવ્યો છે, સંપૂર્ણ તપાસ વાંચવા માટે અહીં ક્લિક કરો. 

6. દાવો- એક અખબારના કટીંગને શેર કરીને દાવો કરવામાં આવ્યો હતો કે દારૂ પીનાર લોકોને કોરોનાવાઈરસ નહીં થાય 
સામે આવ્યું સત્યઃ તપાસમાં આ પ્રકારના કોઈ સમાચાર નથી મળ્યા. WHOએ આલ્કોહોલ બેસ્ડ હેન્ડવોશનો ઉપયોગ કરવાનું કહ્યું, દારૂ પીને કોરોનાથી સાજા થવાની વાત નથી કરી. 
સંપૂર્ણ તપાસ વાંચવા માટે અહીં ક્લિક કરો

7. દાવો- ડેટોલને પહેલાથી જ કોવિડ-19 વિશે ખબર હતી, તેની બોટલની પાછળ કોરોનાવાઈરસનું નામ લખેલું છે. 
સામે આવી હકીકત- કંપનીએ અમુક પ્રોડક્ટ્સને કોરોનાવાઈરસ સામે અસરકારક હોવાનું જણાવ્યું હતું. પરંતુ કોવિડ-19ને લઈને ડેટોલની કોઈપણ પ્રોડક્ટનું ટેસ્ટિંગ કરવામાં નથી આવ્યું. 
સંપૂર્ણ તપાસ વાંચવા માટે અહીં ક્લિક કરો

8. દાવો- ચીનના કોરોના નિષ્ણાત Dr. Li Wenliang મૃત્યુ પહેલાં જણાવ્યું હતું કે ચામાં રહેલા કેમિકલ કોરોનાવાઈરસનો નાશ કરી શકે છે. 
સામે આવી હકીકતઃ Dr. Li Wenliang કોરોનાવાઈરસના નિષ્ણાત નહોતા પરંતુ આંખોના નિષ્ણાત હતા. તેમનું મૃત્યુ પણ કોરોના ચેપથી થયું હતું. તેમના નામથી કરવામાં આવેલા દાવા ખોટા નીકળ્યાં. 
સંપૂર્ણ હકીકત વાંચવા માટે અહીં ક્લિક કરો

10. દાવો- અંડરવર્લ્ડ ડોન દાઉદ દાઉદ ઇબ્રાહિમ અને તેમની પત્નીનું કોરોના સંક્રમણથી કરાચીની એક હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું છે. 
સામે આવી હકીકતઃ દાઉદ ઇબ્રાહિમના ભાઈ અનીસે સ્પષ્ટતા કરી છે કે દાઉદને ન તો કોરોના ચેપ લાગ્યો છે અને ન તો તેમનું મૃત્યુ થયું છે. 
સંપૂર્ણ તપાસ વાંચવા માટે અહીં ક્લિક કરો. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી