તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Coronavirus
  • IIT Guwahati Made Anti microbial Sprays And 3D printed Earguards, Keeping SPPE Sterile And Earguards Relieving Ears

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રયોગ:IIT ગુવાહાટીએ એન્ટી-માઇક્રોબાયલ સ્પ્રે અને 3D-પ્રિન્ટેડ ઇયરગાર્ડ બનાવ્યા, સ્પ્રે PPEને જંતુરહિત રાખશે અને ઇયરગાર્ડ કાનને રાહત આપશે

9 મહિનો પહેલા
  • 3D-પ્રિન્ટેડ ઇયરગાર્ડ માસ્કથી કાન પર પડતા દબાણને ઘટાડશે
  • સંશોધનકારોની ટીમે દાવો કર્યો છે કે, એન્ટી-માઇક્રોબાયલ સ્પ્રે ઓછી કિંમત પર મળશે

દેશની અગ્રણી IIT (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી) ગુવાહાટીએ સંક્રમણને રોકવા માટે એન્ટી-માઇક્રોબાયલ સ્પ્રે અને 3D-પ્રિન્ટેડ ઇયરગાર્ડ બનાવ્યા છે. રિસર્ચ ટીમનો દાવો છે કે, એન્ટી માઈક્રોબાયલ સ્પ્રેને PPE(પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ) કિટ પર છાંટવાથી ચેપને અટકાવી શકાશે. 3D-પ્રિન્ટેડ ઇયરગાર્ડની મદદથી ફેસમાસ્ક લગાવી શકાશે. તે કાન પર પડતા દબાણને ઘટાડશે.

PPE પર ડ્રોપલેટમાં વાઈરસ હોઈ શકે છે
IIT ગુવાહાટીની તરફથી જારી કરવામાં આવેલ નિવેદન પ્રમાણે, PPE ડ્રેસને વાઈરસથી બચાવવા માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. પરંતુ તેના બહારના ભાગ પર ડ્રોપલેટ (લાળના ટીપાં) ના સ્વરૂપમાં વાઈરસની હાજરી એ એક મોટી સમસ્યા છે. આવી સ્થિતિમાં PPEની જાળવણી યોગ્ય રીતે કરવામાં ન આવે અથવા ખોટી રીતે નિકાલ કરવામાં આવે તો સંક્રમણ ફેલાઈ શકે છે. આવી સ્થિતિમાં, એન્ટિ-માઇક્રોબાયલ સ્પ્રે મદદગાર સાબિત થશે.  

સ્પ્રેમાં જંતુનાશક રસાયણો
એન્ટી માઈક્રોબાયલ સ્પ્રેમાં કોપર, સિલ્વર અને એવા રસાયણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે સૂક્ષ્મજંતુઓને દૂર કરવાનું કામ કરે છે. IIT ગુહાવાટીના બાયોએન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના પ્રોફેસર ડો.વિમાન બી.મંડળના જણાવ્યા પ્રમાણે, આ સમયે દેશમાં અસરકારક અને ઓછા ખર્ચે ઉપલબ્ધ હોય એવી ટેક્નિકની માગ છે. કોવિડ-19 દરમિયાન અમે દેશની મદદ કરવાની દિશામાં સતત કામ કરી રહ્યા છીએ. જે ટીમે તેને તૈયાર કરી છે તેમાં ડિપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સ એન્ડ બાયોએન્જિનિયરિંગના પ્રોફેસર ડો.વિમાન બી.મંડળ. પીએચડી સ્કોલર વિભાગના ભૂનિયા અને આશુતોષ બંદોપાધ્યાય સામેલ છે. 

આ રીતે કામ કરે છે ઈયરગાર્ડ 
સંશોધનકારોની ટીમે ઇયરગાર્ડને એવી રીતે ડિઝાઈન કર્યા છે કે માસ્કના સ્ટ્રેપને અટેચ કરી શકાશે. તેને માથાની પહોંળાઈ પ્રમાણે એડજસ્ટ કરી શકાય છે. તેનો ઉપયોગ કરવાથી કાન પર જે દબાણ પડે છે તે ઘટી જશે. 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જમીન-જાયદાદનું કોઇ કામ અટવાયેલું છે તો આજે તેના પૂર્ણ થવાની સંભાવના છે. ભવિષ્યને લગતી થોડી યોજનાઓ ઉપર પણ વિચાર થશે. કોઇ અટવાયેલા રૂપિયા આવી જવાથી ચિંતા દૂર થશે. નેગેટિવઃ- તમારા મહત્ત્વપૂર...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser