• Home
  • Coronavirus
  • Can Air Conditioning Systems Cooler Or Fan Spread The Coronavirus, keep the windows open so that fresh air can come in.

AC-કૂલરના કોરોના કનેક્શન અંગે રિસર્ચ / AC-કૂલર ચલાવો તો બારીઓ ખુલ્લી રાખો જેથી તાજી હવા આવે, બંધ ઘરમાં રિસર્ક્યુલેટ થઈ રહેલી એક જ હવા જોખમી છે

X

  • ચીનના રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, ACની સામે બેઠેલી કોરોના પીડિત મહિલાએ 9 લોકોને કેવી રીતે સંક્રમિત કર્યા
  • નિષ્ણાતોની સલાહ, ACનું તાપમાન 30 ડિગ્રીથી વધારે ન રાખવું, કૂલરને બારી અથવા બહારની તરફ રાખો

દિવ્ય ભાસ્કર

Jul 29, 2020, 07:21 PM IST

રાજ્યમાં કોરોનાના કેસોની સમીક્ષા કરતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લોકોને AC, કૂલરથી બચવાની સલાહ આપી છે. તેનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું હું જ્યાં કોરોનાની સારવાર કરાવી રહ્યો છું ત્યાં, કૂલર અને ACનો ઉપયોગ નથી કરવામાં આવતો. કોરોનાવાઈરસનું AC અને કૂલર સાથે શું કનેક્શન છે, તેને સમજવાની જરૂર છે, કેમ કે, કેન્દ્ર સરકારે ગાઈડલાઈન જાહેર કરીને તેના મર્યાદિત ઉપયોગની સલાહ આપી છે.

તે રિસર્ચ જેને AC- કૂલરના ઉપયોગ પર સવાલ ઉઠાવ્યા
ચીનમાં મહામારીની શરૂઆતમાં તેના પર એક રિસર્ચ કરવામાં આવ્યું. રિસર્ચ એક મહિલા પર કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, ગ્વાંગઝૂની રેસ્ટોરાંમાં એક મહિલા જ્યાં બેઠી હતી તેની પાછળ જ AC હતું અને તેમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા. તેને પોતાના ટેબલ પર બેઠેલા ચાર લોકોને અને અન્ય 5 લોકોને સંક્રમિત કર્યા. આ કેસ બાદ ACનું કોરોનાના કણો સાથે કનેક્શન શોધવામાં આવ્યું.

અમેરિકાની મેરીલેન્ડ યુનિવર્સિટીના સંશોધનકાર ડોનાલ્ડ મિલ્ટનના જણાવ્યા પ્રમાણે, આ રિસર્ચ સાબિત કરે છે કે, કોરોનાના કણ હવામાં હાજર હોય છે. હવાની ગતિવિધિ વધારે થવા પર કોરોનાના કણ નાક સુધી સરળતાથી પહોંચી શકે છે.

તેનું એક ઉદાહરણ પરાગકણોથી સમજી શકાય છે. જે રેસ્ટોરાંમાં આ ઘટના થઈ ત્યાં એક્ઝોસ્ટ ફેન બંધ હતો. ત્યાં તાજી હવાનો ફ્લો નહોતો. જો આવી જગ્યાએ એક સાથે ઘણા લોકો સંક્રમિત થઈ શકે છે તો એવા ઘર જ્યાં વેન્ટિલેશન ઓછા છે, ત્યાં વધારે જોખમ છે.

પ્રો. ડોનાલ્ડ મિલ્ટનના જણાવ્યા પ્રમાણે, 1918માં ફ્લુ મહામારી દરમિયાન પણ દર્દીઓને એવી જગ્યાએ રાખવામાં આવ્યા હતા, જ્યાં તાજી હવા આવી શકે. તેઓને ટેન્ટ નીચી રાખવામાં આવ્યા હતા, જેની ચારેય તરફ કોઈ પ્રતિબંધ અથવા દિવાલો નહોતી. નિષ્ણાતોએ ખુલ્લી હવાને ડિસઈન્ફેક્ટ ગણાવી હતી.

બહારથી આવતી હવા કેવી રીતે કોરોનાના કણોને અટકાવી શકે
અમેરિકાના સંશોધનકર્તા કિંગયાન ચેનના જણાવ્યા પ્રમાણે, ઘરમાં કોઈ કોરોનાનો દર્દી હોય તો ACને બંધ કરવું વધુ સારું રહેશે. તમામ બારીઓ ખુલ્લી રાખવી એ સૌથી સલામત વિકલ્પ છે. બંધ રૂમથી સંક્રમણનું જોખમ કેટલું છે, તેના પર કિંગયાન કહે છે કે, આવી સ્થિતિમાં જો ડ્રોપ્લેટ્સ અથવા કોરોનાના નાનાં કણો હોય છે તો સંક્રમણનું જોખમ વધી જાય છે પરંતુ જ્યારે બહારથી હવા આવે છે તો તે વાતાવરણનું દબાણ ઘટાડે છે. હવા તે દબાણને ઘટાડે છે.

AC હવાના ભેજને દૂર કરે છે, તેનાથી સૌથી વધુ જોખમ
હાર્વર્ડ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના પ્રોફેસર એડવર્ડ નોર્ડેલના જણાવ્યા પ્રમાણે, એર કન્ડીશન કોરોનાના એકદમ નાનાં નાનાં કણોને ચારેય તરફ ફેલાવી શકે છે. AC હવાના ભેજને નાશ કરે છે, અને આપણે બધા જાણીએ છીએ કે વાઈરસને સંક્રમણ ફેલાવવા માટે શુષ્ક વાતાવરણ પસંદ છે એટલા માટે વેન્ટિલેશનનું ધ્યાન રાખવું.

હવે સમજો કે ઘરની અંદર AC અથવા કૂલરની હવાથી કોરોનાનું શું કનેક્શન છે
લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજ, નવી દિલ્હીના ડાયરેક્ટર ડો. મધુર યાદવના જણાવ્યા પ્રમાણે, બંધ રૂમમાં AC એક જ હવાને વારંવાર અંદર-બહાર ફેંકે છે. જો ઘરમાં કોઈ સંક્રમિત વ્યક્તિ છે તો તેના ડ્રોપ્લેટ્સ બંધ રૂમમાં AC દ્વારા ચારેય તરફ ફરતા રહેશે તો સંક્રમણનું જોખમ વધશે. એટલા માટે બહારની તાજી હવા આવે તે જરૂરી છે. તેથી મોટાભાગની હોસ્પિટલોમાં પણ AC બંધ કરાયા છે.

ડો. મધુર યાદવના જણાવ્યા પ્રમાણે, જો ઘરમાં AC ચલાવી રહ્યા હો તો તે તાજી હવા ઘરની અંદર આવવી જોઈએ. આ જ વાત કૂલર અને પંખા માટે પણ છે. જો તમે કૂલર ચલાવી રહ્યા છો, તો ઘરની બહાર તેનો સંપર્ક હોવો જોઈએ. જેથી તેના દ્વારા ઘરમાં તાજી હવા આવે.

હવે વાત AC - કૂલર સાથે જોડાયેલી સરકારી ગાઈડલાઈનની
25 એપ્રિલે કેન્દ્ર સરકારે કોરોનાના વધતા કેસોના કારણે એક ગાઈડલાઈન જાહેર કરી હતી. તેમાં સંક્રમણના કેસોને રોકવા માટે AC, કૂલર અને પંખાનો ઉપયોગ કરતી વખતે કેટલીક સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી હતી.

AC : તાપમાન 24થી 30 ડિગ્રી હોવું જોઈએ, બારીઓ હંમેશાં થોડી ખુલ્લી રાખો
ગાઈડલાઈનમાં જણાવ્યા પ્રમાણે, ACનો ઉપયોગ કરતા સમયે ધ્યાન રાખવું કે રૂમનું તાપમાન 24થી 30 ડિગ્રી સેલ્સિયસ હોવું જોઈએ. ભેજનું સ્તર 40થી 70 ટકા વચ્ચે રાખો. AC ચલાવતી વખતે બારીઓ થોડી ખુલ્લી રાખો જેથી બહારની હવા રૂમમાં આવે. નહીં તો એક જ હવા વારંવાર રૂમમાં રીસર્ક્યુલેટ થતી રહેશે. જો AC બંધ છે તો પણ રૂમની બારી ખુલ્લી રાખો જેથી હવા સતત આવતી રહે.

કૂલરઃ તેને બારી અથવા બહારની તરફ રાખવાની સલાહ
કૂલરની હવા બહારથી આવે, તે સૌથી મહત્ત્વપૂર્ણ છે. એટલા માટે રૂમની અંદર ન રાખો. તેને બારી અથવા બહારની તરફ રાખો. કૂલરને સાફ કરતા રહેવું અને બાકીના પાણીનો નિકાલ કરીને તાજું પાણી ભરો. ગાઈડલાઈનમાં કૂલરમાં એર ફિલ્ટર લગાવવાની વાત પણ જણાવવામાં આવી હતી, જેથી બહારની માટી ઘરની અંદર ન આવી શકે.

પંખોઃ રૂમમાં વેન્ટિલેશન માટે એક્ઝોસ્ટ ફેન ચલાવો
પંખો ચલાવતા સમયે, બારીઓને થોડી ખુલ્લી રાખવા માટે કહેવામાં આવ્યું છે. ગાઈડલાઈનમાં જણાવ્યા પ્રમાણે, જો રૂમમાં એક્ઝોસ્ટ ફેન હોય, તો તેને જરૂરથી ચલાવો જેથી વેન્ટિલેશન જળવાઈ રહે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી