તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને હચમચાવી મુક્યુ છે. જાન્યુઆરી મહિનામાં ચીન દેશથી બહાર આ મહામારી ફેલાઈ અને ધીમે ધીમે સમગ્ર વિશ્વમાં તે ફલાઈ ગઈ. જીવ બચાવવા માટે તમામ લેવલ પર ઝડપભેર પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આશરે 11 મહિના બાદ પણ રિકવરીના દરેક પ્રયત્નને કોરોનાએ નવી અને વધુ શક્તિશાળી લહેર સાથે પરાસ્ત કર્યા છે. આ સંજોગોમાં આ મહામારીને અટકાવવા માટે હવે એકમાત્ર આશા વેક્સિન છે. સમગ્ર વિશ્વમાં વેક્સિનની આતુરતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે.
જ્યારે સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિકો કોરોના વાયરસનો અંત લાવવા માટે વેક્સિન તૈયાર કરવા પ્રયત્નશીલ છે ત્યારે આ વેક્સિનની શુ જરૂર છે તે જાણવું ખૂબ જ અગત્યનું બની જાય છે. મેડિકલ સાયન્સને સમજવું ખૂબ જ મુશ્કેલ છે. જો તે એટલું સરળ હોત તો પ્રત્યેક બીજી વ્યક્તિ ડોક્ટર બની ચુકી હોત. અમે નિષ્ણાતો પાસેથી જાણવાનો પ્રયત્ન કર્યો છે કે કોરોના વાયરસ શરીર પર કેવી રીતે હુમલો કરે છે? તેની ઉપર શરીરનો જવાબ શુ હોય છે? વેક્સિનની જરૂર શા માટે છે? વેક્સિન કેવી રીતે તૈયાર થાય છે? તમારે 5 પ્રશ્નોના જવાબ જાણવા ખૂબ જરૂરી છે.
તો ચાલો આ મુદ્દાને વિગતવાર રીતે સમજીએ....
1. કોરોના વાયરસનો હુમલો થાય ત્યારે શરીરનો રિસ્પોન્સ શુ હોય છે?
આ તો વાત થઈ વાયરસ સામે લડવા માટે શરીરની પોતાની પ્રક્રિયાતા વિશે. હવે પ્રશ્ન થાય છે કે-
2. વાયરસ સામે લડવામાં વેક્સિનની જરૂર શા માટે છે?
હવે એ પણ સમજમાં આવી ગયુ છે કે કોરોના સામે લડવામાં વેક્સિન જરૂરી છે. જોકે, આ કેવી રીતે તૈયાર થશે?
3. કોરોનાથી બચવા માટે કેટલા પ્રકારની વેક્સિન બની રહી છે?
1. જીવિત વાયરસઃ મૂળ વાયરસમાં જીનેટીક પરિવર્તન કરવામાં આવ્યું. જેથી તેને નબળા પાડી શરીરમાં મોકલવામાં આવ્યા. તેને લીધે તે વૃદ્ધિ પામી શક્યા નહીં અને શરીરે તેનો સામનો કરવાનું શીખી લીધું.
2. ઈનએક્ટિવેટેડ વાયરસઃમૂળ વાયરસને રેડિએશન, કેમિકલ્સ અથવા ગરમીથી નબળો પાડવામાં આવ્યો. તે પણ વધી શક્યો નહીં કે બીમાર કરી શક્યો નહીં.
3. પ્રોટીન સબયૂનિટઃ વાયરસ એન્ટીજનના એક હિસ્સાને લે છે. તે નબળો પડે છે. મલ્ટીપ્લાઈ થતો નથી. બીમાર કરતો નથી. શરીરને લડત શીખવે છે.
4. વાયરસ જેવા પાર્ટિકલઃ તે નબળો વાયરસ હોય છે. શરીરને નુકસાન પહોંચાડી શકતો નથી પણ તેને કેવી રીતે હરાવવાનો છે તે ઈમ્યૂન સિસ્ટમને શીખવી દે છે.
5. DNA-RNA: મેસેન્જર RNA (mRNA) અથવા DNA કોડ શરીરમાં જઈ વાયરસ પ્રોટીન તૈયાર કરે છે. એંટીજન બનાવે છે. જેને જોઈ ઈમ્યૂન સિસ્ટમ એંટીબોડી તૈયાર કરે છે.
6.વાયરસ વેક્ટરઃ તે તમામ શરીરમાં જઈ કોરોના વાયરસ એન્ટીજન તૈયાર કરે છે. એડોનોવાયરસ જેવા વાયરસથી ઈમ્યૂન સિસ્ટમને એક્ટિવ કરે છે.
આ તો થઈ વેક્સિન તૈયાર કરવાની વાત અને તેની પદ્ધતિ. વેક્સિન તૈયાર થઈ જાય તો તે સેફ અને ઈફેક્ટિવ છે, તે કેવી રીતે માલુમ થાય છે.
4. વેક્સિનની મંજૂરીની પ્રક્રિયા કઈ છે?
આ એક લાંબી પ્રક્રિયા છે. લેબોરેટરીથી ક્લિનિક સુધી પહોંચવામાં વેક્સિન અનેક તબક્કામાંથી પસાર થાય છેઃ
1. પ્રી-ક્લિનિકલ ટેસ્ટિંગઃ વેક્સિનના ટેસ્ટ લેબમાં જાનવરો પર થાય છે. ઈમ્યૂન રિસ્પોન્સને જોઈ નક્કી થાય છે કે તેનું શુ થવું જોઈએ-
2. ફેઝ-1 સેફ્ટી ટ્રાયલ્સઃ કેટલાક વોલેન્ટીયર્સને પસંદ કરી તેમને વેક્સિન લગાવવામાં આવે છે. તેમનું શરીર કેવી રીતે રિએક્ટ કર્યું, તેના આધારે ટેસ્ટના પરિણામોનું વિશ્લેષણ થાય છે.
3. ફેઝ-2 એક્સ્પેન્ડેડડ ટ્રાયલ્સઃ હવે વેક્સિન અલગ-અલગ ઉંમરના ગ્રુપ્સને લગાવવામાં આવે છે. તેનાથી વેક્સિનની સેફ્ટી અને ઈમ્યૂન સિસ્ટમને સ્ટિમ્યુલેટ કરવાની ક્ષમતા જોવામાં આવે છે.
4. ફેઝ-3 એફિકેસી ટ્રાયલ્સઃ તે અંતિમ તબક્કાના ટ્રાયલ્સ હોય છે. હજારો લોકોને વેક્સિન લગાવવામાં આવે છે. કેટલાક મહિના સુધી ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે. કેટલા લોકોએ કેવો રિસ્પોન્સ આપ્યો, તેની ઉપર એફિકેસી નક્કી થાય છે.
5. મંજૂરી/ઉત્પાદનઃ ફેઝ-3ના પરિણામના આધારે દરેક દેશના ડ્રગ રેગ્યુલેટર સેફ્ટી અને ઈફેક્ટિવનેસના આધાર પર વેક્સિનને મંજૂરી આપે છે. તેનું ઉત્પાદન શરૂ થાય છે.
આ તો થઈ ઔપચારિક પ્રક્રિયા. તેમા અનેક વર્ષોનો સમય લાગે છે. WHO એ કોરોના વાયરસને મહામારી જાહેર કરવામાં આવી છે અને તેને લીધે વેક્સિનની તાત્કાલિક જરૂર રહે છે. કેટલાક દેશોએ ઈમર્જન્સી અથવા શરૂઆતી મંજૂરીની પદ્ધતિ અપનાવવામાં આવે છે. એટલે કે વેક્સિન ફેઝ-1 અથવા ફેઝ-2માં ઈફેક્ટિવ જોવી., તેને પણ મંજૂરી આપવી. ત્યારબાદ પણ કેટલાક દેશ ફેઝ-3ના ટ્રાયલ્સ વગર મંજૂર આપવા ઈચ્છતા નથી.
5. સમય ઓછો છે તો સરકારો કઈ પ્રક્રિયા નક્કી કરે છે?
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.