તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Coronavirus
 • ACE 2 Receptor; Here Are 10 Reasons To Gain Weight, Learn How To Reduce Obesity Through Diet Control

મેદસ્વી લોકોને કોરોનાનું સૌથી વધુ જોખમ:ACE-2 રિસેપ્ટરના કારણે હાઈ રિસ્ક; 10 કારણોથી વજન વધે છે, જાણો કેવી રીતે ડાયટ કંટ્રોલ દ્વારા મેદસ્વિતા ઘટાડવી

એક મહિનો પહેલાલેખક: ગૌરવ પાંડેય
 • કૉપી લિંક
 • મેદસ્વી લોકોના સેલ્સમાં ACE-2 રિસેપ્ટર હોય છે, તેના કારણે આવા લોકોને કોરોનાનું વધારે જોખમ રહે છે
 • ભારતમાં લગભગ 13.5 કરોડ લોકો મેદસ્વિતાથી પીડાય છે, મેદસ્વી લોકોમાં હૃદયની બીમારીનું સૌથી વધારે જોખમ
 • બ્રિટનમાં રાતે 9 વાગ્યા પહેલાં વધારે ચરબી, મીઠું અથવા સુગરવાળા ખાદ્ય પદાર્થોની જાહેરખબરો કરવા પર પ્રતિબંધ છે

કોરોનાનું મેદસ્વિતાની સાથે કનેક્શન હોવાનું સામે આવી રહ્યું છે. બ્રિટિશ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, વધુ વજનવાળા અને મેદસ્વી લોકો કોરોનાવાઈરસની ઝપેટમાં આવે છે ત્યારે તેઓ ગંભીર રીતે બીમાર થઈ શકે છે. મૃત્યુની સંભાવના પણ વધી જાય છે. એક અન્ય રિસર્ચના જણાવ્યા પ્રમાણે, બોડી માસ ઈન્ડેક્સ (BMI) 25થી વધુ હોય તેવા લોકોમાં કોરોનાથી સંક્રમિત થવાનું જોખમ વધારે રહે છે.

ડોક્ટર ઉમા કુમારીના જણાવ્યા પ્રમાણે, જે વ્યક્તિ વધારે મેદસ્વી હશે તેને કોરોનાનું જોખમ પણ વધારે રહેશે. પહેલા પણ જ્યારે ઈન્ફ્લુએન્ઝા મહામારી, સ્વાઈન ફ્લુ બીમારી આવી હતી, ત્યારે પણ મેદસ્વી લોકો હાઈ રિસ્ક કેટેગરીમાં હતા.

ફેટ સેલ્સમાં ACE-2 રિસેપ્ટર લંગ્સથી પણ વધારે હોવાનું જણાયું
ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં રૂમેટોલોજી ડિપાર્ટમેન્ટમાં હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડો. ઉમા કુમારીના જણાવ્યા પ્રમાણે, વધુ વજનવાળા અને મેદસ્વી લોકોના સેલ્સમાં ACE-2 રિસેપ્ટર હોય છે. તેના કારણે વધારે વજનવાળા અને મેદસ્વી લોકોને કોરોનાનું જોખમ વધારે છે. આવું એક રિસર્ચમાં પણ જાણવા મળ્યું છે. હકીકતમાં ફેટ સેલ્સમાં ACE-2 રિસેપ્ટર લંગ્સથી પણ વધુ હોવાનું જાણવા મળ્યું છે. આ રિસેપ્ટર જે સેલ્સમાં વધારે હશે, તેમને વાઈરસનું જોખમ એટલું જ વધારે રહેશે. આવા લોકોને સીવિયર ડિસીઝનું જોખમ વધારે રહે છે.

લંગ્સમાં પણ આ જ ACE-2 રિસેપ્ટર હોય છે. આ રિસેપ્ટર દ્વારા ફેફસાંમાં પણ વાઈરસ પ્રવેશ કરે છે. આ રિસેપ્ટર સેલ્સની અંદર વાઈરસના પ્રવેશ માટે જરૂરી છે. એટલા માટે એવું માનવામાં આવી રહ્યું છે કે, મેદસ્વી કે વધારે વજનવાળા લોકોને કોરોનાનું જોખમ વધારે હોય છે, તેનું કારણ છે ફેટ સેલ્સમાં ACE-2 રિસેપ્ટર વધારે હોય છે.

મેદસ્વિતાનાં મુખ્ય કારણો
ડોક્ટર ઉમા કુમારીના જણાવ્યા પ્રમાણે, મેદસ્વિતા અને વધતા વજનની પાછળ ઘણી આદતો જવાબદાર હોય છે. તેમના જણાવ્યા પ્રમાણે, મેદસ્વિતા જિનેટિક પણ હોય છે, ફિઝિકલ એક્ટિવિટી ઓછી હોવાથી, ડેસ્ક જોબ હોવાથી પણ વજન વધે છે. બાળકોમાં મેદસ્વિતા ખુલ્લા મેદાનમાં ન રમતા હોવાથી આવે છે. ડાયટમાં જંક ફૂડ લેવાથી અથવા ફૂડ પેટર્નમાં ફેરફારથી પણ વજન વધવાનો ડર રહે છે. રાતે ઊંઘ પૂરી ન થવાથી અથવા રાતે ખાવાનું ખાવાથી પણ મેદસ્વિતા વધે છે.

મેદસ્વિતા અને વજન ઓછું કરવા માટે સૌથી પહેલાં સુગરનો ઉપયોગ બંધ કરવો

 • રાયપુરમાં ડાયેટિશિયન ડો. નિધિ પાંડેના જણાવ્યા પ્રમાણે, વજન અને મેદસ્વિતા ઘટાડવા માટે સુગર બંધ કરવાની સાથે કાર્બોનેટેડ પીણાં પણ બંધ કરવા જોઈએ, કેમ કે, તેના ઉપયોગથી પણ વજન વધે છે. આર્ટિફિશિયલ સ્વીટનરથી પણ વજન વધે છે. આ વસ્તુઓ બંધ કરીને તમે તમારું વજન ઓછું કરી શકો છો.
 • ડોક્ટર નિધિના જણાવ્યા પ્રમાણે, જે લોકોના ઘરમાં પાતળી ચાળણીથી લોટ ચાળવામાં આવે છે, તેમાં વધારાનું થૂલું નીકળી જાય છે. તેના કારણે રોટલી દ્વારા ફાઈબર નથી મળતું. થૂલુંમાં ફાઈબર હોય છે. એટલા માટે લોટને પાતળી ચારણીથી ન ચાળવો. તે ઉપરાંત દિવસમાં 2થી અઢી લીટર પાણી પીવું, કેમ કે ઓછું પાણી પીવાથી પણ વજન વધે છે. ખાવાની વસ્તુમાં સોડા, બેકિંગ સોડા અને મેંદાથી પણ વજન વધે છે. તેના કારણે બોડીનું મેટાબોલિઝ્મ પણ વધી જાય છે. સોયાબીનના તેલથી પણ વજન વધે છે, કેમ કે, તે તેલીબિયાં નથી તેથી તેનો ઉપયોગ કરવાનું ટાળવું.

વધારે વજન હોવાથી ડાયાબિટીસ, હાઈપર ટેન્શન, સ્ટ્રોકનું જોખમ
ડોક્ટર ઉમા કુમારીના જણાવ્યા પ્રમાણે, મેદસ્વિતા અથવા વજન વધારે હોવું એ ઘણી બીમારીઓનું કારણ માનવામાં આવે છે. આવા લોકોને શ્વાસની બીમારી, હાઈપર ટેન્શન, ડાયાબિટીસનું જોખમ રહે છે. ઊંઘતા સમયે તેઓ નસકોરાં બોલાવે છે. ઘણી વખત મેદસ્વિતાના કારણે શરીરમાં સોજા આવી જાય છે. સ્ટ્રોકનું જોખમ પણ રહે છે. કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ, ગાઉટ, જોઈન્ટની સમસ્યા હોય છે.

રાતે જલ્દી સૂવો તો હળવું ભોજન કરો
ડૉ. નિધિના જણાવ્યા પ્રમાણે, ભૂખ લાગે તો ઓળખતા શીખો કે તે ભૂખ છે કે તરસ. જો તમે રાતે જલ્દી સૂઈ શકો છો તો હળવો ખોરાક જ લો. તેમાં ખીચડી, દૂધ અને ઓટ્સ, બાફેલા શાકભાજી જેવી વસ્તુઓ ખાઈ શકો છો. વજન ઘટાડવા માટે સવાર-સાંજ ચા જરૂર પીઓ.

બ્રિટિશ હેલ્થ એજન્સીના રિસર્ચમાં શું છે?

 • બ્રિટિશ સ્વાસ્થ્ય વિભાગની એક્ઝિક્યુટીવ એજન્સી પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે સ્થૂળ અને વધારે વજન ધરાવતા લોકોના કોરોના રિપોર્ટનો અભ્યાસ કર્યો. વધારે વજનવાળા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની અને ICUની વધારે જરૂર પડે છે.
 • પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના ચીફ ન્યૂટ્રીશનિસ્ટ ડૉ. એલિસન ટેડસ્ટોનના કહેવા પ્રમાણે, વધારે વજન ધરાવતા લોકોમાં બીજી બીમારીઓની સાથે કોવિડ-19નું ગંભીર સંક્રમણ અને મૃત્યુનું જોખમ વધારે હોય છે. વજન ઓછું કરવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે અને કોવિડ-19નું જોખમ પણ ઓછું થઇ જાય છે.
 • પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે લોકોને મેદસ્વિતા ઓછી કરવાની વિનંતી કરી છે જેથી તેઓ કોરોનાથી બચી શકે.

તમારું વજન વધારે છે તે કેવી રીતે જાણશો?

 • અમેરિકાની નેશનલ હેલ્થ ઇન્સ્ટિટ્યૂટના કહેવા પ્રમાણે, એક વયસ્ક ભારતીયનો બોડી માસ ઇન્ડેક્સ (BMI) જો 23થી 24.9ની વચ્ચે હોય તો એનો અર્થ થાય છે વજન વધારે છે. જો BMI 25થી વધારે છે તો તમે મેદસ્વિતાથી પીડિત છો. કોઈ પણ વ્યક્તિના BMIને જાણવા માટે વજન (કિલોગ્રામ) અને લંબાઈ (મીટર)નો ભાગાકાર કરવામાં આવે છે.
 • મેદસ્વિતા કમરની સાઈઝથી પણ જાણી શકાય છે. 94 સેમીથી વધારે કમર ધરાવતા પુરુષ અને 80 સેમીથી વધારે કમર ધરાવતી મહિલાઓને મેદસ્વિતા સંબંધિત તકલીફો શરુ થઇ જાય છે.

બ્રિટનમાં જંક ફૂડ અને તેની જાહેરાત પર પ્રતિબંધ
બ્રિટિશ સરકારે જંક ફૂડ અને જાહેરાતો પર પ્રતિબંધ મૂક્યો છે. હવે બ્રિટનમાં ટીવી કે ઓનલાઈન માધ્યમોમાં રાતે 9 વાગ્યા પહેલાં વધારે મીઠું કે ખાંડવાળા ખાદ્ય પદાર્થોની જાહેરાત દેખાડી શકાશે નહિ.

ભારતીયોમાં પેટની મેદસ્વિતા સૌથી મુખ્ય છે
આ સમસ્યા માત્ર બ્રિટનમાં જ નથી. ભારતમાં આશરે 13.5 કરોડ લોકો મેદસ્વિતાથી તકલીફમાં છે. ICMR-INDIABની સ્ટડી પ્રમાણે, ભારતમાં મેદસ્વિતાનો દર વર્ષ 2015 સુધી 11.8%થી 31.3% અને 16.9%-36.3% સુધીનો હતો. ભારતીયોમાં પેટની મેદસ્વિતા સૌથી મુખ્ય છે. આ સમસ્યાને લીધે હ્રદય રોગનું જોખમ વધારે હોય છે. ભારતમાં પુરુષો કરતાં મહિલાઓ મેદસ્વિતાથી વધારે પીડિત છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો