તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Coronavirus
  • Harsh Vardhan, Coronavirus Covid 19 Vaccination Dry Run In 736 Districts Of 33 States, India's Big Corona Vaccination Dry Run

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિન પહેલાં રિહર્સલ:33 રાજ્યોના 736 જિલ્લામાં ડ્રાઈ રન, સ્વાસ્થય મંત્રીએ કહ્યું- આગામી થોડા દિવસોમાં વેક્સિન શરૂ થઈ જશે

19 દિવસ પહેલા
સ્વાસ્થય મંત્રી ડૉ. હર્ષ વર્ધને ડ્રાય રનની તપાસ કરવા આજે તમિલનાડુની મુલાકાતે પહોંચ્યા છે - Divya Bhaskar
સ્વાસ્થય મંત્રી ડૉ. હર્ષ વર્ધને ડ્રાય રનની તપાસ કરવા આજે તમિલનાડુની મુલાકાતે પહોંચ્યા છે

દેશના 33 રાજ્યોના 736 જિલ્લામાં આજે કોરોના વેક્સિનેશનના ડ્રાઈ રનનો બીજો ફેઝ ચાલી રહ્યો છે. તેનો હેતુ એ છે કે, રિયલ વેક્સિનેશન શરૂ થાય એ પહેલાં ખ્યાલ આવી જાય કે આગામી સમયમાં શું-શું તકલીફ આવી શકે છે. સ્વાસ્થય મંત્રી ડૉ. હર્ષ વર્ધને ડ્રાય રનની તપાસ કરવા આજે તમિલનાડુની મુલાકાતે ગયા છે. તેમણે કહ્યું કે, આગામી થોડા દિવસોમાં અમે દેશના લોકોને કોરોના વેક્સિન આપવાની શરૂઆત કરી દઈશું.

ડ્રાઈ રન કેવી રીતે ચાલી રહી છે?

  • ડ્રાઈ રનની પ્રોસેસમાં વેક્સિન સિવાયના પણ ચાર સ્ટેપ છે. તેમાં 1. જે લોકોને ડમી વેક્સિન લગાવવાની છે તેમની માહિતી એકત્ર કરવી. 2. જે જગ્યાએ વેક્સિન આપવાની છે તે જગ્યાની માહિતી. 3. હોસ્પિટલમાં ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન. 4. વેક્સિનેશનનની મોક ડ્રિલ અને રિપોર્ટિંગની માહિતી અપલોડ કરવી.
  • ડ્રાઈ રનની લિસ્ટમાં સામેલ લોકોને ડમી વેક્સિન આપવામાં આવે છે. આ દરમિયાન વેક્સિનેશન શરૂ કરવા માટે જરૂરી વ્યવસ્થાનો રિવ્યુ કરવામાં આવી રહ્યો છે.
  • દરેક સેન્ટર પર ત્રણ રૂમ બનાવવામાં આવ્યા છે. પહેલો રૂમ વેઈટિંગ માટેનો છે. તેમાં હેલ્થ વર્કરની સમગ્ર માહિતીનો ડેમો મેળવવામાં આવી રહ્યો છે. બીજા રૂમમાં વેક્સિન આપવામાં આવી રહી છે. ત્રીજા રૂમમાં વેક્સિન આપેલા વ્યક્તિને 30 મીનિટ સુધી બેસાડવામાં આવે છે. જેથી તેને કોઈ રિએક્શન આવે તો તુરંત સારવાર આપી શકાય.

2જી જાન્યુઆરીએ થઈ હતી પહેલી ડ્રાઈ રન
ગયા સપ્તાહમાં 125 જિલ્લાના 285 સેન્ટર્સ પર પહેલાં ફેઝની ડ્રાઈ રન કરવામાં આવી હતી. મોટા ભાગના રાજ્યોમાં આ રિહર્સલ ઠીક-ઠાક રહેશે. અમુક જગ્યાઓ પર ખામી જોવા મળી હતી. ભોપાલમાં 5 ખામી જોવા મળી હતી.
1. વેક્સિનેશનની માહિતીપોર્ટલ પર નોંધાવા માટે માહિતી મેન્યુએલી આપવી પડશે.
2. ઘણાં સ્વાસ્થ્યકર્મી રજિસ્ટર્ડ મોબાઈલ નંબર લઈને નહતા પહોંચ્યા. આ સંજોગોમાં વેક્સિન લગાવ્યા પછી તેમને જે SMS મળ્યો તે તેઓ દેખી ન શક્યા.
3. ઓબ્ઝર્વેશ રૂમમાં ભીડ થઈ ગઈ.
4. ઠંડીના કારણે ઘણાં લોકો સ્વેટર, જેકેટ અને ફૂલ સ્લીવના કપડાં પહેરીને આવ્યા હોવાથી વેક્સિનેશનમાં વાર લાગી.
5. વેક્સિનેશન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ ન દેખાયું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી અંદર કામ કરવાની ઇચ્છા શક્તિ ઓથી રહેશે, પરંતુ જરૂરી કામકાજ તમે સમયે પૂર્ણ કરી લેશો. કોઇ માંગલિક કાર્યને લગતી વ્યવસ્થામાં તમે વ્યસ્ત રહી શકો છો. તમારી છવિમાં નિખાર આવશે. તમે તમારા સા...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser