તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Coronavirus
  • Glenmark Will Launch A 400mg Version Of The Covid 19 Drug 'Fabiflu', With A Tablet Priced At Rs 75; Aim To Complete The Dose In Low Tablets

ફેબીફ્લુ અપડેટ:ગ્લેનમાર્ક કંપની કોવિડ-19ની દવા 'ફેબીફ્લુ'નું 400mg વર્ઝન લોન્ચ કરશે, એક ટેબલેટની કિંમત 75 રૂપિયા હશે; ઓછી ટેબલેટમાં ડોઝ પૂરો કરવાનું લક્ષ્યાંક

એક વર્ષ પહેલા
  • ફેબીફ્લુનો ઉપયોગ કોરોનાના હળવા અને મધ્યમ લક્ષણોવાળા દર્દીઓની સારવારમાં કરવામાં આવી રહ્યો છે
  • ગ્લેનમાર્કેને ફેબીફ્લુના ઉત્પાદન માટે જૂનમાં ડ્રગ કંટ્રોલર ઓફ ઈન્ડિયા દ્વારા મંજૂરી મળી હતી

ડ્રગ કંપની ગ્લેનમાર્ક કોવિડ-19ની દવા ફેબીફ્લુનું સ્ટ્રોંગ વર્ઝન લોન્ચ કરશે. કંપની ફેબીફ્લુની 400mg ડોઝવાળી ટેબલેટ લોન્ચ કરશે. ગ્લેનમાર્કના જણાવ્યા પ્રમાણે, કંપનીનું લક્ષ્યાંક દવાની સંખ્યાને ઓછી કરીને ડોઝને પૂર્ણ કરવાનો છે. તેનાથી દર્દીઓને ઓછી ટેબલેટ્સમાં સંપૂર્ણ ડોઝ મળશે. ફેબીફ્લુનો ઉપયોગ કોરોના સંક્રમિતના હળવા અને મધ્યમ લક્ષણ ધરાવતા દર્દીઓની સારવાર માટે કરવામાં આવી રહ્યો છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, એક ટેબલેટની કિંમત 75 રૂપિયા હશે.

અત્યાર સુધી ફેવિપિરાવિરનો ઉપયોગ ઈન્ફલ્યુએન્ઝામાં કરવામાં આવી રહ્યો હતો
ફેબીફ્લુ ટેબલેટમાં ફેવિપિરાવિરનો ડોઝ છે. ફેવિપિરાવિર દવાનું ઉત્પાદન જાપાની કંપની ફુજીફિલ્મ હોલ્ડિંગ કોર્પ દ્વારા મોટાપાયે કરવામાં આવે છે. કંપની તેને એવિગન નામથી માર્કેટમાં વેચે છે, જેનો ઉપયોગ ઈન્ફલ્યુએન્ઝાની સારવાર માટે થાય છે. 2014માં તેનો ઉપયોગ ઈન્ફલ્યુએન્ઝાની સારવાર માટે કરવામાં આવે છે. ગ્લેનમાર્કને જૂન મહિનામાં ફેબીફ્લુના નિર્માણ માટે ડ્રગ કંટ્રોલર ઓફ ઈન્ડિયા દ્વારા મંજૂરી મળી હતી.

અત્યારે ફેબીફ્લુની 200mgવાળી ટેબલેટ ઉપલબ્ધ છે
ગ્લેનમાર્કે તાજેતરમાં ફેબીફ્લુની 200mgવાળી ટેબલેટ લોન્ચ કરી હતી. કંપનીના જણાવ્યા પ્રમાણે, કોરોનાના દર્દીઓને પહેલા દિવસે 1800mg ડોઝ બે વખત લેવો પડે છે. ત્યારબાદ આગામી 14 દિવસ સુધી 800mg ડોઝ દર્દીને બે વખત આપવામાં આવે છે. એટલે કે દર્દીને પહેલા દિવસે 18 ગોળીઓ લેવી પડે છે. ત્યારબાદ તેને 8 ટેબલેટ દરરોજ આપવામાં આવે છે. આ ગોળીઓની સંખ્યા ઘટાડવા માટે કંપની 400mg ડોઝવાળી ટેબલેટ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

હાઈપાવર ડોઝથી સુધારો થશે
કંપનીના જણાવ્યા પ્રમાણે, દવાનો પાવર વધવાથી દરરોજ લેવામાં આવતી ગોળીઓની સંખ્યામાં ઘટાડો થશે. તેનાથી થેરેપીનો ભાર પણ ઘટાડશે, સારવાર પહેલાં કરતાં સરળ થઈ જશે.

ગ્લેનમાર્કે ફેબીફ્લુ નામથી એક ટેબલેટ લોન્ચ કરી હતી જે 200mgની એક ગોળી 103 રૂપિયાની હતી. બે અઠવાડિયાના સંપૂર્ણ કોર્સ દરમિયાન દર્દીને 122 ટેબલેટ્સ આપવામાં આવે છે જેનાથી દવા પર ટોટોલ ખર્ચ 12,500 રૂપિયા થાય છે. જો કે, ગત સપ્તાહે કંપનીએ દવાની કિંમત 27% ઘટાડીને 75 રૂપિયા કરી દીધી છે. તેના એક કોર્સ પર 9,150 રૂપિયા ખર્ચ આવે છે.

અન્ય સમાચારો પણ છે...