તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ED Seizes Farooq Abdullah's Rs 12 Crore Property, Prosecutes Jammu And Kashmir Cricket Association Money Laundering Case

ફારુખ અબ્દુલ્લા મુશ્કેલીમા:ફારુખ અબ્દુલ્લાની 12 કરોડની પ્રોપર્ટી EDએ ટાંચમાં લીધી, જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના મની લોન્ડ્રિંગ કેસમાં કાર્યવાહી

શ્રીનગર9 મહિનો પહેલા
  • કૉપી લિંક

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુખ અબ્દુલ્લા સામે EDએ કાર્યવાહી કરી છે. અબ્દુલ્લાની 11.86 કરોડની સંપત્તિઓને EDએ શનિવારે જપ્ત કરી છે. જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશન (JKCA) સાથે જોડાયેલ મની લોન્ડ્રિંગની તપાસના સંદર્ભમાં આ કાર્યવાહી કરાઈ છે.

ટાંચમાં લેવામાં આવેલી સંપત્તિનું બજાર મૂલ્ય 60-70 કરોડ
જમ્મુ અને કાશ્મીરમાં અબ્દુલ્લાની સંપત્તિને ટાંચમાં લેવામાં આવી છે. તેમા 2 રહેઠાણલાયક, એક કોમર્શિયલ પ્રોપર્ટી તથા 3 પ્લોટનો સમાવેશ થાય છે. તેની બુક વેલ્યુ 11.86 કરોડ દર્શાવવામાં આવી છે, જોકે માર્કેટ વેલ્યુ રૂપિયા 60-70 કરોડ છે. મની લોન્ડ્રીંગ કેસમાં ED અબ્દુલ્લાની પૂછપરછ કરી ચુકી છે. છેલ્લે ઓક્ટોબર મહિનામાં શ્રીનગરમાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી.

અબ્દુલ્લા પર સત્તાનો દુરુપયોગ કરવાનો આરોપ
વર્ષ 2005થી 2011 દરમિયાન JKCAને ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) તરફથી રૂપિયા 109.78 કરોડ મળ્યા હતા. અબ્દુલ્લા વર્ષ 2006 અને 2012 સુધી JKCAના અધ્યક્ષ હતા. તેમની ઉપર સત્તાનો દુરુપયોગ કરવાનો, ગેરકાયદેસર નિમણૂંક કરવા તથા મની લોન્ડ્રીંગના ઉદ્દેશથી JKCAના અધિકારીઓને આર્થિક અધિકાર આપવાનો આરોપ છે.

ઉમર અબ્દુલ્લાએ કહ્યું- ટાંચમાં લેવામાં આવેલી સંપત્તિ તેમના પૂર્વજોની છે

ફાકુર અબ્દુલ્લાના દિકરા ઉમર અબ્દુલ્લાએ કહ્યું છે કે જે સંપત્તિ જપ્ત કરવામાં આવી છે તે તેમના પૂર્વજોની છે. આ પૈકી કોઈ વર્ષ 1970ના સમયની છે. ફારુક અબ્દુલ્લાએ તેમના વકીલોનો સંપર્ક કર્યો છે, તેઓ આ પાયા વગરના આરોપ સામે કોર્ટમાં લડશે, જ્યાં કોઈને પણ ન્યાય મળે છે.

અન્ય સમાચારો પણ છે...