તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Coronavirus
  • Eat Flaxseed Daily To Lose Weight And Boost Immunity Fiber Flaxseed Is Beneficial In Diabetes Etc.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ડાયટ એડવાઇઝ:વજન ઘટાડવા અને ઇમ્યૂનિટી વધારવા રોજ અળસી ખાઓ, ડાયાબિટીસ વગેરેમાં ફાયબરયુક્ત અળસી ફાયદાકારક છે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • અળસીના બીજમાં હાજર ફાઇબર બેક્ટેરિયામાં વધારો કરે છે
  • અળસીના બીજ ફાઇબર અને પ્રોટીનથી સમૃદ્ધ હોય છે, જેનાથી આ લોહીમાં ગ્લુકોઝનું સ્તર નિયંત્રિત કરે છે

અળસી નાની, ચપટા અને કાંસાવાળા રંગના બીજ હોય છે, જે એન્ટ-ઓક્સિડન્ટ્સથી ભરપુર હોવાની સાથે જ તેમાં હેલ્ધી ફેટ્સ પણ હોય છે. તેમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર પણ હોય છે. દરરોજ આપણા આહારમાં અળસી સામેલ કરવાના ઘણા ફાયદા છે.

અળસી એ આરોગ્ય માટેની સૌથી મહત્ત્વપૂર્ણ વસ્તુઓમાંની એક છે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગ્રત લોકો અળસીને વિવિધ સ્વરૂપમાં નિયમિત રીતે ખાય છે. તે જીવનશૈલી સંબંધિત રોગો જેવા કે ડાયાબિટીસ વગેરેમાં ખૂબ ફાયદાકારક છે.

1. વજન ઘટાડવામાં મદદરૂપ

જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા હો તો તમારે દરરોજ તમારા આહારમાં અળસીના બીજ સામેલ કરવા જોઈએ. તેમાં પર્યાપ્ત માત્રામાં પ્રોટીન હોય છે, જે ભૂખ ઘટાડશે અને તમે ઓવરઇટિંગ ટાળી શકશો. ઓમેગા -3 ફેટી એસિડ્સ, ફાઇબર, પ્રોટીન અને એન્ટિ-ઓક્સિડન્ટ્સ મેટાબોલિઝમ વધારે છે. વધેલું મેટાબોલિઝમ વજન ઘટાડવામાં મદદ કરે છે.

2. રોગપ્રતિકારક શક્તિ

અળસીના બીજમાં હાજર દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર સારા બેક્ટેરિયામાં વધારો કરે છે. સારા બેક્ટેરિયા શરીરની પ્રતિરક્ષા વધારવામાં અસરકારક છે. આજના સમયમાં સારી ઇમ્યૂનિટી બહુ જરૂરી છે.

3. સુગર પર કંટ્રોલ

અળસીના બીજ ફાઇબર અને પ્રોટીનથી સમૃદ્ધ હોય છે, જેનાથી આ લોહીમાં ગ્લુકોઝનું સ્તર નિયંત્રિત કરે છે. માત્ર વધેલી શુગર જ નહીં લો શુગરમાં પણ અળસીનું સેવન ફાયદાકારક છે.

4. હૃદય માટે ફાયદાકારક

અળસીનું સેવન હૃદયના દર્દીઓ માટેના રામબાણ ઇલાજ છે. તેમાં હાજર ઓમેગા-3 ફેટી એસિડ્સ કોલેસ્ટેરોલનું લેવલ કન્ટ્રોલમાં લાવે છે લોહીના ગંઠાઈ જવાની સમસ્યા નથી થતી.

5. પાચન શક્તિ સુધારે છે

અળસીમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર હોય છે. આ ફાઇબર દ્રાવ્ય હોય છે, જે પાચનશક્તિમાં વધારો કરીને કબજિયાતની સમસ્યામાંથી રાહત આપે છે. અળસીમાં હાજર એક પ્રકારનાં તેલને કારણે પાચન સિસ્ટમ પણ યોગ્ય રીતે કાર્ય કરે છે. અળસીમાંહાજર ઓમેગા 3 અને 6 ફેટી એસિડ્સ પણ તણાવનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે.

અળસીમાં શું કેટલું?

અળસી સ્વાસ્થ્ય માટે કેમ ફાયદાકારક?

જ્યારે આપણે ફાઈબરયુક્ત ખોરાક ખાઈએ છીએ ત્યારે તે આપણને લાંબા સમય સુધી પેટ ભરેલું હોય એવી અનુભૂતિ કરાવે છે. જેથી, આપણે વારંવાર ખાવાનું અવોઇડ કરીએ છીએ. અળસીમાં ફાઇબર પણ ભરપુર હોય છે. જ્યારે આપણે એન્ટિ-ઓક્સિડન્ટ્સયુક્ત આહાર વિશે વિચારીએ ત્યારે મગજમાં ફળો અને શાકભાજી ધ્યાનમાં આવે છે. પરંતુ એન્ટિ--ઓક્સિડન્ટ્સથી ભરપૂર 100 સામાન્ય ખોરાકની સૂચિમાં અલસી 9મા ક્રમે છે. એન્ટિ-ઓક્સિડન્ટ્સ આપણા કોષોને સ્વસ્થ રાખે છે. તેથી, નિષ્ણાતો તેને ફાયદાકારક માને છે.

અળસીનો ડાયટમાંક કેવી રીતે સમાવેશ કરવો?

અળસીને પલાળેલી બીજ અથવા પાવડર સ્વરૂપે ખાઈ શકાય. તેનો પાવડર બજારમાં મળે છે અથવા ઘરે પણ શેકીને બનાવી શકાય છે. સવારના નાસ્તા પહેલાં એક ચમચી અળસી પાવડર લઈ શકાય. તે ફળો ઉપર અથવા સલાડ, દહીં, કે સૂપમાં નાખીને ખાઈ શકાય. તમે તેને પાણીમાં ઓગાળીને પણ પી શકો છો. જો તમે અળસીના શેકેલા બીજ ખાવા માગતા હોય તો એક ચમચી પૂરતું છે. તેનો ઉપયોગ લાડુમાં અને ચટણી તરીકે પણ થઈ રહ્યો છે.

અળસીમાં રહેલા એક પ્રકારનાં તેલને કારણે પાચન સિસ્ટમ પણ યોગ્ય રીતે કાર્ય કરે છે. અલસીમાં હાજર ઓમેગા-3 અને 6 ફેટી એસિડ્સ પણ તણાવનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

વધુ વાંચો