• Gujarati News
  • Coronavirus
  • Doctors Wearing Elastomerics Respirators Used In Construction And Industrial Work Said They Were Safer And More Comfortable Than The N95.

ન્યૂયોર્ક ટાઈમ્સમાંથી:કન્સ્ટ્રક્શન અને ઇન્ડસ્ટ્રીયલ કામમાં ઉપયોગમાં આવતા ઈલાસ્ટોમેરિક્સ રેસ્પિરેટર્સ પહેરતા ડોક્ટરોએ કહ્યું- તે N95 કરતાં વધુ સુરક્ષિત અને આરામદાયક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વિશ્વમાં માસ્કની અછત બાદ સ્વાસ્થ્ય કર્મચારીઓને એક જ માસ્ક સાફ કરીને વારંવાર પહેરવું પડે છે
  • સામાન્ય રીતે હોસ્પિટલોમાં N95 માસ્કનો ઉપયોગ કરવામાં આવે છે, તેનો ઉપયોગ માત્ર એક જ વખત કરી શકાય છે

કોવિડ 19થી પીડાતા દર્દીઓની સારવાર કરી રહેલા ડોક્ટરો પણ પોતાની સુરક્ષાને લઈને ચિંતામાં છે. મહામારી ફેલાયા બાદ વિશ્વભરમાં માસ્કના સપ્લાયમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. આવી સ્થિતિમાં હવે ડોક્ટરો પણ આ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે ઈન્ડસ્ટ્રિયલ મોડલ્સની મદદ લઈ રહ્યા છે. હોસ્પિટલમાં ઉપયોગી N95 તીવ્ર અછતને પગલે હવે સંકટના સમયમાં ઈલાસ્ટોમેરિક્સ માસ્ક દેખાય છે. સામાન્ય રીતે તેનો ઉપયોગ કન્સ્ટ્રક્શન સાઇટ્સ અને ઇન્ડસ્ટ્રીમાં થાય છે. 

કનેક્ટિકટ સ્થિત યેલ ન્યૂ હેવન હોસ્પિટલમાં પલ્મોનરી અને ક્રિટિકલ કેર ફિઝિશિયન ડોક્ટર એલેન ફજાર્ડોના જણાવ્યા પ્રમાણે, "મને લાગે છે કે તેને અમને સંકટમાંથી બચાવ્યા છે".આ પહેલાં ડોક્ટર ફજાર્ડો પણ N95 માસ્ક પર આધાર રાખતા ડોક્ટરોમાંના એક હતા, પરંતુ ચીનમાં વાઈરસ ફેલાવાનું શરૂ થતાં જ યેલ હોસ્પિટલમાં લગભગ 1200 ઈલાસ્ટોમેરિક્સ રેસ્પિરેટર્સ ખરીદ્યા અને તેમને ડોક્ટરોને આપી દીધા.

રિસર્ચે માસ્કની અછતનો અંદાજ લગાવ્યો હતો
લગભગ એક દાયકા પહેલાં સરકારની મદદથી કરવામાં આવેલા રિસર્ચે માસ્કની અછતનો અંદાજ લગાવ્યો હતો. ઘણી ફેડરલ એજન્સીઓએ પણ હોસ્પિટલોને અને ઇલાસ્ટોમેરિક્સ માસ્ક સ્ટોક કરવા અપીલ કરી હતી. આ માસ્કને વર્ષો સુધી સાફ કરીને ફરીથી ઉપયોગ કરી શકાય છે. ગત વર્ષે સંશોધકોએ શોધી કાઢ્યું હતુ કે, હેલ્થ કેર વર્કર્સને ઝડપથી માસ્કને ફિટ કરવા અને ઉપયોગ કરવા માટે તૈયાર કરી શકાય છે. 
અમેરિકામાં સરકારે ઉત્પાદનમાં રસ દાખવ્યો ન હતો
અમેરિકામાં અમુક જ હોસ્પિટલ આ માસ્કનો ઉપયોગ કરી રહી છે અને સરકારે માસ્કના ઉત્પાદન અને વિતરણમાં વધારો કરવા કોઈ પ્રયાસ કર્યા નથી. તે જ સમયે N95ની અછત સર્જાઈ હતી, તેમને સાફ કરીને ફરીથી ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે.

વાઈરસનો પ્રકોપ વધતો જાય છે અને મેડિકલ સેન્ટર્સ સંક્રમણના બીજા તબક્કાનો અંદાજ લગાવી રહ્યા છે. ઈલાસ્ટોમેરિક્સનો ઉપયોગ કરનાર સ્વાસ્થ્ય કર્મચારીઓ તેની ક્ષમતા પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. યેલ ન્યૂ હેવન્સમાં ઈન્ફેક્શન પ્રિવેન્શનના મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર રિચર્ડ માર્ટિનેલોના જણાવ્યા પ્રમાણે, મને નથી લાગતું કે આપણે કંઈક અલગ કરી રહ્યા છીએ જેનો અમલ અન્યત્ર કરવામાં મુશ્કેલી થાય." 

એક કંપનીએ માસ્કનું ઉત્પાદન શરૂ કર્યું 
વ્યાવસાયિક સ્વાસ્થ્ય નિષ્ણાત અને અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, બંધ પડેલી ઇન્ડસ્ટ્રીયલ સુવિધાઓમાં ઉપયોગમાં લેવામાં ન આવેલ ઇલાસ્ટોમેરિક્સ હોવાની સંભાવના છે. તે ઉપરાંત ઉત્પાદન લાઈન શરૂ કરીને તેને ઝડપથી તૈયાર કરી શકાય છે. એક મેન્યુફેક્ચર એમએસએસ સેફ્ટીએ વધારાના કર્મચારીઓની નિયુક્ત કરીને ઉત્પાદન ચાલું કર્યું છે.  

અમેરિકન મેડિકલ ડિપોના અધ્યક્ષ અખિલ અગ્રવાલના જણાવ્યા પ્રમાણે, અમે આજે સિંગલ યુઝ રેસ્પિરેટરનો ફરીથી ઉપયોગ કરનાર હેલ્થ વર્કર્સની સાથે છીએ, તે ગાંડપણ છે કે આપણે હોસ્પિટલોમાં મલ્ટિપલ યુઝ ઈલાસ્ટોમેરિક્સને તૈનાત નથી કરી શકતા. ઈલાસ્ટોમેરિક્સના ઉપયોગની સાથે ઘણાં પડકારો છે, જેમાં ફિટિંગ અને ક્લિનિંગ પણ સામેલ છે. પરંતુ તે પહેલાં તેનો ઉપયોગ કરવામાં જે મુખ્ય સમસ્યા છે તે સાંસ્કૃતિક અને આર્થિક છે.

2003થી 2018 સુધી વર્કર્સના પ્રોટેક્ટિવ ગિયર પર ફોકસ કરનારી CDC  (સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન)લેબના રિસર્ચની બ્રાંચ સંભાળનાર ડોક્ટર રોન શેફરના જણાવ્યા પ્રમાણે, હા ઘણા સવાલ તેની સફાઈને લઈને છે, પરંતુ મૂળભૂત રીતે આ ઉત્પાદનો આ વસ્તુઓ માટે બનાવવામાં આવ્યા છે.  

ઉપયોગ કરનાર કર્મચારીઓ ખુશ છે
અમેરિકામાં લગભગ ચાર મુખ્ય હેલ્થ સિસ્ટમમાં ઈલાસ્ટોમેરિક્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ઇન્ટરવ્યુમાં કર્મચારીઓ આ માસ્કની પીપીઈની ખામીને દૂર કરવા માટે આભાર વ્યક્ત કર્યો હતો. બાલ્ટિમોર સ્થિત યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સેન્ટરમાં પલ્મોનરી અને ક્રિટિકલ કેર ફિઝિશિયન ડોક્ટર એન્ડ્રીય લેવીનના જણાવ્યા પ્રમાણે,  તેનાથી મને સુરક્ષા મળે છે અને હું મારું ધ્યાન જરૂરી વસ્તુઓ પર કેન્દ્રિત કરી રહ્યો છું, જે અત્યારે દર્દીની સંભાળ રાખવાનું છે." 

એડમિનિસ્ટ્રેટર્સે આ વાતને લઈને શંકા વ્યક્ત કરી છે કે, ઘણા મેડિકલ સેન્ટરને ઈલાસ્ટોમેરિક્સ વિશે ખબર નથી. N95ની માગ અને અછત જોતાં એડમિનિસ્ટ્રેટર્સે કહ્યું કે, ઈલાસ્ટોમેરિક્સે એક સંરક્ષણ આપ્યું છે. એલિગેની હેલ્થ નેટવર્કમાં ચીફ મેડિકલ ઓપરેશન ઓફિસર ડોક્ટર શ્રી ચલીકોંડાના જણાવ્યા પ્રમાણે, અમને નથી ખબર કે મહામારી કેટલો સમય રહેશે, તે પણ નથી જાણતા કે તે સક્રિય રહેશે કે નહીં. પરંતુ આ માસ્કને સ્ટોકમાં રાખવાથી અને જરૂર પડે ત્યારે તે સરળતાથી મળી રહે તો વાંધો આવે તેમ નથી. 

તૈયારી તરફ એક સારું પગલું
2009માં H1 N1 મહામારીએ અમેરિકામાં લગભગ 12 હજાર લોકોનો જીવ લીધો હતો. તે ડોક્ટર ચાર્લી લિટલને માટે મોટો આંચકો હતો. કોલોરાડો યુનિવર્સિટીમાં તાત્કાલિક નિયામક તરીકે, તેમણે એક યોજના બનાવી. પરંતુ ફ્લૂ આવતાની સાથે જ ડોક્ટર લિટલે જોયું કે, હોસ્પિટલમાં N95નો સપ્લાય સમાપ્ત થઈ રહ્યો છે. જ્યારે અમે તેને ખરીદવાનો પ્રયત્ન કર્યો ત્યારે તો બહુ ઓછા બચ્યાં હતા. 

એક વર્ષ બાદ તેમણે આગામી મહામારીની તૈયારી કરી તેનાથી સપ્લાય ચેનની મુશ્કેલી ન પડે. પરંતુ N95નો સ્ટોક કરવામાં હોસ્પિટલનું બજેટ અને સ્ટોરેજનો મોટો ભાગ ખર્ચ થશે. તે ઉપરાંત બીજો ઓપ્શન હતો કે બેટરીથી ચાલતા રેસ્પિરેટર્સ, જેની જાળવણી કરવી મોંઘી હોય છે. ત્યારબાદ ત્રીજી સંભાવના ઈલાસ્ટોમેરિક્સની હતી. તેના ઘણા મોડેલોને N95 જેવા પ્રોટેક્શન આપવા માટે પ્રમાણિત કરવામાં આવ્યા હતા. તેનો ઉપયોગ ઘણા વર્ષો સુધી કરી શકાય છે, તેમાં માત્ર ફિલ્ટર બદલવાની જરૂર હોય છે. એક ઈલાસ્ટોમેરિક્સ સેંકડો N95 માસ્કનું કામ કરે છે. 

એક મહામારીમાં 170 કરોડ N95 માસ્કની જરૂરિયાત પડશે
CDCના રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, એક મહામારી દરમિયાન અમેરિકાની મેડિકલ અને ઈમર્જન્સી રિસ્પોન્સ વર્કરને 170 કરોડ N95 માસ્કની જરૂર પડશે. સંશોધકોના જણાવ્યા પ્રમાણે, સ્થાનિક ઉત્પાદનમાં વધારો કરવા માટે ઘણી ઓછી જગ્યા હતી અને સંકટના સમયે બીજા દેશો તેમને એક્સપોર્ટ કરવાનં બંધ કરી શકે છે. વેટરન્સ અફેયર્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલા રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, N95 માસ્કનો સ્ટોક કરવો શક્ય નથી. એજન્સીઓએ ઈલાસ્ટોમેરિક્સ સહિત અન્ય વિકલ્પોની સલાહ આપી હતી.  

વીએ અને ઓએસએચએનું વિશ્લેષણ દર્શાવે છે કે, ઈલાસ્ટોમેરિક્સનો સ્ટોક કરવાથી ખર્ચ ઓછા થાય છે. જ્યારે CDCના સંશોધકોના જણાવ્યા પ્રમાણે, તેનો ઉપયોગ કરવો સપ્લાય ડિમાન્ડ ગેપનું કામ કરી શકે છે. 2015માં વીએના રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, હેલ્થ કેર સંસ્થાઓની તૈયારી કરવાની શ્રેષ્ઠ રીત N95 અને ઇલાસ્ટોમેરિક્સને એક સાથે ખરીદવાની છે. 

સંકટના સમયે ઇલાસ્ટોમેરિક્સ અસરકારક છે
નેશનલ એકેડમી ઓફ સાયન્સ, એન્જિનિયરિંગ અને મેડિસિનની એક પેનલના જણાવ્યા પ્રમાણે, ઈલાસ્ટોમેરિક્સ રોજિંદા અને સંકટના સમયે અસરકારક છે. પરંતુ તેમાં પણ સફાઇ અને પહેરવાની માર્ગદર્શિકા જેવી ઘણી સમસ્યાઓ છે. 

'સલામત લાગે છે'
ડોક્ટર ચકલીકોંડા અને તેના સાથીઓ અન્ય વિકલ્પોની શોધ કરી રહ્યા હતા. એમએસએ સેફ્ટી દ્વારા તેનો જવાબ મળ્યો. કંપની બાંધકામ અને ઔદ્યોગિક કામદારો માટે ઇલાસ્ટોમેરિક્સ સહિત અન્ય સલામતી ગિઅર ઉત્પન્ન કરે છે. તેમણા જણાવ્યા પ્રમાણે, અમને એવું કોઈ રિસર્ચ નથી મળ્યું જે આવું ન કરવામાં અમને સમર્થન આપે.

હોસ્પિટલો પહેલેથી જ કર્મચારીઓને N95ને યોગ્ય રીતે પહેરવા અને વાપરવા માટે તાલીમ આપી રહી હતી. CDC દ્વારા ભંડોળ પૂરું પાડતા સંશોધનકારોએ શોધી કાઢ્યું કે સમાન તાલીમ ઇલાસ્ટોમેરિક્સ સાથે પણ આપી શકાય છે. એલેગીની જેફરસન હોસ્પિટલના આઈસીયુના નર્સ મેડિસન શિલ્ડર્સના જણાવ્યા પ્રમાણે, હું તેણા માટે ફીટ હતી અને તે દિવસે દર્દીઓ પર તેનો પ્રયોગ કર્યો હતો.

ઇલાસ્ટોમેરિક્સ સાથે કામ કરવું સરળ છે
રબર માસ્ક કર્મચારીઓના અવાજને ધીમો કરી શકે છે, પરંતુ નર્સો અને ડોક્ટરોએ કહ્યું કે, ઇલાસ્ટોમેરિક્સ N95 કરતાં વધુ આરામદાયક હતા અને તેમાં વધુ સુરક્ષાની અનુભૂતિ થતી હતી. એલ્ગીની જનરલ હોસ્પિટલના પલ્મોનરી અને ક્રિટિકલ કેર ફિઝિશિયન ડોક્ટર ટિફની ડ્યુમોન્ટના જણાવ્યા પ્રમાણે, હવે મને વાત કરતી વખતે માસ્ક લપસી પડવાની ચિંતા રહેતી નથી. મને તેમાં એટલું સલામત લાગે છે કે હું ચિંતા કર્યા વિના મારા દર્દીઓની સારવાર કરી શકું છું

રિસર્ચમાં સફાઇની અસરકારક પદ્ધતિઓ બતાવવામાં આવી છે
સરકારના સમર્થન સાથેના રિસર્ચમાં અસરકારક રીતે સાફ કરવાની રીતો જણાવવામાં આવી છે. આ સિવાય એપ્રિલમાં CDCએ માર્ગદર્શિકા પણ આપી હતી. ઇલાસ્ટોમેરિક્સનો ઉપયોગ કરતા કેટલાક ફ્રન્ટલાઈન કામદારોના જણાવ્યા પ્રમાણે, તેઓ કોરોના મહામારીનો અંત આવ્યા પછી N95માં પાછા આવશે, પરંતુ કેટલાકે કહ્યું કે તેઓ તેનો સતત ઉપયોગ ચાલુ રાખશે.

અન્ય સમાચારો પણ છે...