તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એઈમ્સ)ના એક રેસિડેન્ટ ડોક્ટરે દર્દીનો જીવ બચાવવા માટે પોતાના જીવની પણ પરવાહ નથી કરી. તેમણે તરત દર્દીને સારવાર આપવા માટે આપવામાં આવેલી પોતાની PPE (પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ) કીટ હટાવી દીધી, કેમ કે, જે એમ્બ્યુલન્સમાં દર્દીને લાવવામાં આવ્યો હતો, તેમાં તે પીપીઈ કિટના કારણે બરાબર દેખાતું નહોતું. સંક્રમણની આશંકાને ધ્યાનમાં રાખતા ડોક્ટરને 14 દિવસના ક્વોરન્ટાઈન પિરિઅડમાં મોકલામાં આવ્યા છે.
શુક્રવારે ડો. જાહિદ અબ્દુલ મજીદને એક કોરોના સંક્રમિતને એઈમ્સના ટ્રોમા સેન્ટરના ICUમાં (ઈન્સેન્ટિવ કેર યુનિટ) શિફ્ટ કરવા માટે બોલાવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં રહેતા અબ્દુલ મજીદ અચાનક આવેલા ફોનથી પોતાના રોજા (ઉપવાસ) પણ ખોલી શક્યા નહીં.
ડોક્ટરે નળી ફરીથી લગાવા માટે ફેસ શીલ્ડ હટાવી દીધી
એઈમ્સ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી ડો.શ્રીનિવાસ રાજકુમારે એક ન્યૂઝ વેબસાઈટને જણાવ્યું હતું કે, જ્યારે ડો. અબ્દુલ મજીદ હોસ્પિટલ પહોંચ્યા ત્યારે એમ્બ્યુલન્સમાં પડેલા દર્દીને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. ડોક્ટરને આશંકા હતી કે, ક્યાંક શ્વાસ લેવા માટે લગાવામાં આવેલી નળી નીકળી ન જાય.
ડો. અબ્દુલ મજીદે તરત જ ફરીથી નળી લગાવાનો નિર્ણય કર્યો, કેમ કે, જો તેમાં મોડું થઈ જાય તો દર્દીનો જીવ પણ જઈ શકતો હતો. એમ્બ્યુલન્સમાં ડો. અબ્દુલ મજીદને ઓછા પ્રકાશના કારણે બરાબર દેખાતું નહોતું એટલા માટે તેમણે પોતાની પીપીઈ કીટના ચશ્મા અને ફેસ શીલ્ડ તરત કાઢી નાખ્યા.
ડો. શ્રીનિવાસના જણાવ્યા પ્રમાણે, ડો. અબ્દુલ મજીદે પોતાની ફરજ નિભાવવા માટે એકવાર પણ વિચાર્યું ન હતું કે ફેસ શીલ્ડ અને ચશ્મા કાઢી દેવાથી તેમને ચેપ લાગવાની શક્યતા વધી જશે.
હેલ્થ વર્કર્સ પ્રત્યે સહાનુભૂતિ દાખવવી જોઈએ-આરડીએ
ડો. શ્રીનિવાસના જણાવ્યા પ્રમાણે, દેશની જનતાએ સમજવું જોઈએ કે આપણા બધાનો દુશ્મન કોરોના છે. આપણે અંદરો અંદર લડવું ન જોઈએ. આપણે દર્દીઓ, સાથી કર્મચારીઓ, સ્વાસ્થ્ય સેવા આપતા અને દરેક માનવી પ્રત્યે સહાનુભૂતિ રાખવી જોઈએ. તેમણે કહ્યું કે, ડો. અબ્દુલ મજીદ એ પોતાની ફરજ પ્રત્યે સમર્પિત વ્યક્તિ છે. અમે બધા ડોકટરો તેમના સમર્પણની પ્રશંસા કરીએ છીએ અને દરેક પરિસ્થિતિમાં તેમની સાથે રહીશું.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.