તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Coronavirus
  • Doctors Advice Depression Cases In The Elderly Increased From 18 To 24% Explain About Social Distance, Wearing A Mask And Washing Hands And Feet

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કેવી રીતે ધ્યાન રાખવું:ડોક્ટરોની સલાહ- વૃદ્ધોમાં ડિપ્રેશનના કેસ 18થી 24% વધી ગયા, તેમને ડરાવો નહીં; સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવું અને હાથ-પગ ધોવા વિશે જણાવો

10 મહિનો પહેલા
  • દેશમાં 60 વર્ષથી વધુ ઉંમરના લગભગ 16 કરોડ લોકો, તેમને કોરોનાનું સૌથી વધુ જોખમ
  • નીતિ આયોગે સિનિયર સિટિઝિનને સિવિયર કેટેગરીમાં રાખતાં તેમના માટે ગાઈડલાઈન બનાવી
  • વૃદ્ધોને ફિઝિકલ ડિસ્ટન્સિંગ વિશે જણાવવું, એટલે કે, કોઈને સ્પર્શ કરશો નહીં, નજીક ન જવું

કોરોનાવાઈરસનું સૌથી વધુ જોખમ 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો છે. એટલા માટે સરકારે તેમને સિવિયર કેટેગરીમાં રાખ્યા છે. સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં 60 વર્ષ અથવા તેનાથી વધુની ઉંમરના 16 કરોડ લોકો છે.

નીતિ આયોગે વરિષ્ઠ નાગરિકો માટે ખાસ ગાઈડલાઈન પણ તૈયાર કરી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, આવા લોકોએ ખાસ સાવધાની રાખવાની જરૂર છે, જેમની ઉંમર વધારે છે અને જેમને પહેલેથી જ કોઈ બીમારી પણ છે. 

કોરોનાના કારણે વૃદ્ધોમાં ડિપ્રેશનમાં વધારો થયો
હૈદરાબાદમાં કન્સલ્ટન્ટ સાઈકોલોજિસ્ટ ડો. પ્રજ્ઞા રશ્મિ જણાવે છે કે, આ સમયે વૃદ્ધોમાં ડિપ્રેશનના કેસ 18થી 24 ટકા સુધી વધ્યા છે. એટલા માટે જે સિનિયર સિટિઝન એકલા અથવા પરિવારની સાથે રહે છે, તેમને કોરોનાવાઈરસ વિશે વધારે સમજાવવાની જરૂર છે. તેમનાં દિલ-દિમાગમાંથી રહેલા ભયને દૂર કરવો પડશે.

શાંત રહેવાનો પ્રયાસ કરો
કોરોનાએ પરિવારોના ઘણાં સંવેદનશીલ પાસાંઓને પણ ઉજાગર કર્યાં છે, તેથી આ સમયે આ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. રશ્મિ જણાવે છે કે, જો આપણે તોફાનને શાંત કરવાનો પ્રયત્ન કરીએ તો કદાચ સફળતા નહીં મળે, પરંતુ જો આપણે આપણી જાતને શાંત કરીશું તો તોફાન એની જાતે જ શાંત થઈ જશે. એટલા માટે આપણું ધ્યાન આપણી જાતને શાંત કરવા પર હોવું જોઈએ.

આ માટે ડો. રશ્મિએ કેટલીક રીતો જણાવી છેઃ 

વૃદ્ધો અને તેમના પરિવારના લોકોએ આટલી બાબતો પર સૌથી વધારે ધ્યાન રાખવાની જરૂર છે-

  • સોશિયલ ડિસ્ટન્સિંગ વિશે સમજાવો- ડો. રશ્મિ કહે છે કે સોશિયલ ડિસ્ટન્સિંગ શબ્દ આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલો નથી. તેથી ઘણા વૃદ્ધો એવા છે જેમના માટે આ શબ્દ નવો છે. જ્યારે આપણે તેમને સામાજિક અંતર વિશે જણાવી છીએ તો પણ તેનો અર્થ નથી સમજી શકતા. એટલા માટે તેમને જણાવો કે ફિઝિકલ ડિસ્ટન્સિંગ રાખવાનું છે એટલે કે કોઈને સ્પર્શ ન કરવો અથવા કોઈની નજીક જવાથી બચવાનું છે.
  • ફોન પર વાત કરવી- જો તમે તમારા માતા-પિતાથી દૂર રહેતા હો અને તેઓ એકલા છે, તો તેમની સાથે વધારે વાત કરો. પહેલાં જો તમે સપ્તાહમાં બે-ત્રણ દિવસ વાત કરતા હતા, તો હવે દરરોજ સમય કાઢીને તેમને વીડિયો કોલ અથવા સામાન્ય કોલ કરીને વાત કરો. તેનાથી તેમને એકલતા નહીં લાગે.
  • ટેક્નિકલ મદદ- ઘણા વૃદ્ધો એવા છે, જેમને ઈન્ટરનેટ અથવા મોબાઈલ વાપરતા નથી આવડતું, એક પરિવાર તરીકે તમારી જવાબદારી છે કે તેમને આ વિશે જણાવો. તેમને ઈન્ટરનેટનો ઉપયોગ કરતા શીખવાડો. જો તમે તેમને પ્રોત્સાહન આપશો, તો સમજી જશે. પહેલાંથી જ એવું ન વિચારવું કે વૃદ્ધો નહીં કરી શકે, તેઓ પણ કરી શકે છે.
  • સામાજિક વિસ્તાર વધારો- વૃદ્ધો અત્યારે સમજી રહ્યા છે કે તેમને કોઈની સાથે મળવાનું અને વાત કરવાની નથી. તેના કારણે તેઓ ડિપ્રેશનમાં આવી રહ્યા છે. તેમને સમજાવો કે તમે પ્રિયજનો અને આસપાસના લોકો સાથે વાત કરી શકો છો, તેમને મળી શકો છો, ફક્ત સાવચેત રહેવાની જરૂર છે. તેનાથી એકલતા દૂર થશે. શરમ અને સંકોચ છોડીને તે લોકોની સાથે વાત કરો જેમની સાથે ક્યારેય વાત ન કરી હોય.
  • ભય દૂર કરવો જરૂરી- સિનિયર સિટિઝનનાં મનમાંથી ભય દૂર કરવામાં પણ મદદ કરવી પડશે. તેમને સપોર્ટ આપવો પડશે. ડરશો નહીં એમ કહેવાને બદલે ખુશ રહો, તમને કંઈ નહીં થાય; તેમને જણાવો કે તમારો ડર સ્વાભાવિક છે, આ સમયે તેમને જોખમ વધારે છે પરંતુ તમે થોડી સાવચેતી રાખશો તો તમને કંઈ નહીં થાય.
  • ઈમર્જન્સી કોન્ટેક્ટ આપો- જે વૃદ્ધો શહેરોમાં રહે છે અને એકલા ઘરમાં રહે છે, તેમને નજીકના કરિયાણાની દુકાન, શાકભાજી વિક્રેતાઓ, દૂધવાળા, મેડિકલ સ્ટોરનો કોન્ટેક્ટ નંબર આપી રાખો. જેથી કોઈપણ પ્રકારની ઈમર્જન્સી પર તેઓ તેમની સાથે વાત કરી શકે. જો તમારી આસપાસ આવી કોઈ વ્યક્તિ રહે છે, તો તેમની કાળજી લો.
  • મનને શાંત રાખોઃ વૃદ્ધોને સામનો કરવાની તાકાત એક જ વસ્તુથી મળે છે અને તે પૂજા-પાઠ છે. પરંતુ આ સમયે તમામ ધર્મસ્થાનો બંધ છે. તેમને એ વાત જણાવાની જરૂર છે કે મંદિર-મસ્જિદ-ચર્ચ-ગુરુદ્વારા બંધ છે, પરંતુ ભગવાન બંધ નથી. તમે ઘરે જ પહેલાની જેમ આધ્યાત્મિક કાર્યો કરો, જેથી મનને શાંતિ મળી શકે.

પરિવારની સાથે રહેતા વૃદ્ધોને ખુશ રાખો, એ વાતને સમજો કે તેમની સ્વચ્છતાનું સ્તર અલગ હશે
ડો. રશ્મિ કહે છે કે, કોરોનાએ આપણા પરિવારનો એક નવો પક્ષ પણ દર્શાવ્યો છે. ઘણા લાંબા સમય પછી આવું થઈ રહ્યું છે, જ્યારે પરિવારના તમામ સભ્યો એક સાથે છે. આવી સ્થિતિમાં વૃદ્ધો કંઈ કહે છે તો ઘરમાં મોટો ઝઘડો થઈ જાય છે.

પરિવારના અન્ય લોકો તેમને માસ્ક પહેરવાનું કહે છે. પરંતુ આ સમયે તમારે એક વાત સમજવાની છે કે તેમનું લેવલ ઓફ હાઈજીન પરિવારના અન્ય લોકોથી અલગ હશે. આવી સ્થિતિમાં તેમને ધમકાવો નહીં, તમે ખુદને અલર્ટ રાખો. તેનાથી તેમને ખુશી મળશે. તે ઉપરાંત એવા પણ પરિવાર છે, જ્યાં વૃદ્ધો અલર્ટ છે પરંતુ અન્ય લોકો નબળા છે. 

  • સિનિયર સિટિઝને ગરમ ખાવાનું ખાવું, બહારનું કંઈપણ ખાવાનું ટાળવું

હૈદરાબાદ સ્થિત મેડિકવર હોસ્પિટલના ચીફ હેપિટોબિલેરી અને લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન સચિન ડાગા જણાવે છે કે સીનિયર સિટિઝન ક્યાંય પણ હોય પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું. બીમારી અત્યારે જાય તેમ નથી, એટલા માટે આવતા છ મહિના સુધી સીનિયર સિટિઝન લોકો કોઈને પણ મળે તો મિનિમમ ત્રણ ફૂટનું અંતર રાખવું. તે ઉપરાંત જ્યારે બહાર નીકળો તો માસ્ક જરૂરથી પહેરો. જ્યારે પણ કંઈક એક્ટિવિટી કરો તો હાથ પગ જરૂરથી ધોવા. ઘરે રહો તો પણ સમયાંતરે હાથ ધોવા જરૂરી છે. સ્વચ્છ અને ગરમ ખોરાક ખાવો. બહારનું કંઈપણ ન ખાઓ.

  • કોરોનાથી બચવા માટે આયુર્વેદિક નુસ્ખાને અપનાવીને ઈમ્યુનિટી વધારો

એલોપથીમાં તો અત્યાર સુધી એવી કોઈ દવા નથી શોધાઈ, જે કોરોનાની સારવારમાં કામમાં આવે. આવા આયુર્વેદિક નુસ્ખા તેમાં અસરકારક સાબિત થઈ શકે છે, જેથી શરદી-તાવ ન આવે. તેથી લવિંગ, મરી, તજ, અજમો, આદુને લઈને તેને એક ગ્લાસ પાણીમાં ઉકાળો. તેને પીવાથી શરદી-તાવ નહીં આવે. ઈમ્યુનિટી વધશે. કોરોનાનાં લક્ષણો પણ શરદી-ઉધરસ અને તાવ જેવાં જ છે. 

  • માત્ર ચારથી પાંચ ટકા વૃદ્ધ લોકોને આઈસીયુની જરૂર પડે છે

કોઈને પણ શરદી-તાવ આવે તો ડોક્ટરને બતાવવું. તેનાથી ડરવાની જરૂર નથી. તે પણ એક વાઈરલ ઈન્ફેક્શન છે. માત્ર ચારથી પાંચ ટકા લોકોને આઈસીયુની જરૂર પડે છે. તેમાંથી અડધા લોકો સાજા થઈ જાય છે. તે ઉપરાંત ચેઈનને રોકવા માટે લોકોને નોટિફાય કરવાની જરૂર છે. તેમની સાથે ભેદભાવ ન રાખો. 

બીમારીથી પીડિત વૃદ્ધોને આ સમયે સૌથી વધારે ધ્યાન રાખવાની જરૂર છે
ડો. સચિન કહે છે કે એવા સિનિયર સિટિઝનને વધારે ધ્યાન રાખવાની જરૂર છે, જે ધૂમ્રપાન કરે છે, જેમને ખાંસી જેવી બીમારી છે, ફેફસાં અથવા હૃદયની બીમારી છે, અસ્થમા છે. તે ઉપરાંત ડાયાબિટીસ, બ્લડ પ્રેશરની દવા લેતા હોય તે લોકોએ પણ વધારે ધ્યાન રાખવાની જરૂર છે. આ બીમારીઓમાં દર્દીને પહેલેથી જ જોખમ રહેલું છે, પરંતુ જો કોઈ કારણોસર, કોરોના આવે તો પછી આ લોકોમાં જીવનું જોખમ વધી જાય છે.

સ્વયંસેવી સંસ્થાઓ પણ વૃદ્ધોને મદદ કરવા આગળ આવી
આ સમયે તમામ સ્વયંસેવી સંસ્થાઓ વૃદ્ધોને મદદ કરવા માટે આગળ આવી રહી છે. આવી જ એક સંસ્થા છે ‘દાદા-દાદી ફાઉન્ડેશન’. સંસ્થાના નિર્દેશક મુનિશંકર કહે છે કે આ સમયે વરિષ્ઠ નાગરિકોને માનસિક સહકારની સૌથી વધુ જરૂર હોય છે. ઘણા સિનિયર સિટિઝન ઘરની બહાર નથી નીકળી રહ્યા, તેના કારણે ઘણા લોકો ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે. તેમની સંસ્થા આવા સિનિયર સિઝિટનનું કાઉન્સેલિંગ કરવામાં મદદ કરે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

    વધુ વાંચો