• Home
 • Coronavirus
 • Do not suspect yourself of being a victim of dismissal during an epidemic, self criticism risks deteriorating mental health

ખાસ સમાચાર / મહામારી દરમિયાન છટણીનો ભોગ બનવાની શંકા તમારી જાત પર ન કરો, પોતાની જ ટીકા કરવાથી માનસિક સ્વાસ્થ્ય બગડવાનું જોખમ રહેલું છે

Do not suspect yourself of being a victim of dismissal during an epidemic, self-criticism risks deteriorating mental health
X
Do not suspect yourself of being a victim of dismissal during an epidemic, self-criticism risks deteriorating mental health

 • એક્સપર્ટની સલાહ- ધ્યાન રાખવું નોકરીમાંથી કાઢી મૂકવા અને છટણીમાં ફરક હોય છે
 • નોકરી જવાથી સૌથી વધારે જોખમ ખરાબ વિચારો સાચા થવાનું હોય છે
 • રિસર્ચના અનુસાર- 40% અમેરિકન કર્મચારીઓને એક જ સમયે ટર્મિનેટ કરવામાં આવ્યા

દિવ્ય ભાસ્કર

Jun 29, 2020, 05:29 PM IST

વોશિંગ્ટન. હોલી એપ્સિન ઓઝાલ્વો. કોરોનાવાઈરસના કારણે ઘણા લોકોની નોકરી જતી રહી છે. કંપનીઓ રીસ્ટ્રક્ચર કરીને કર્મચારીઓને છૂટા કરી રહી છે. આવી સ્થિતિમાં પહેલાંથી જ મહામારીનો સામનો કરી રહેલા લોકો માનસિક સમસ્યાનો ભોગ બની રહ્યા છે. આવા સંજોગોમાં પરિસ્થિતિને સમજવી મહત્વપૂર્ણ છે. જો તમને પણ નોકરીમાંથી છૂટા કરવામાં આવ્યા છે તો મનમાં ઘણા સવાલ ઉભા થશે, પરંતુ સૌથી જરૂરી છે કે તમે આ તબક્કાને કેવી રીતે જુઓ છો. 

સોશિયલ વર્કર અને વર્કપ્લેસ કોટ મેલોડી વાઈલ્ડિંગ કહે છે કે, સૌથી સારી વસ્તુ જે તમે કરી શકો છો, તે છે પોતાની વાતને વ્યક્ત કરવી. જાતને દુઃખી થવા દો, પરંતુ આગળનું પગલું કંઈક એવું હોવું જોઈએ જેનો કોઈ અર્થ નીકળતો હોય. તે ખાસ કરીને કોરોનાવાયરસના સંદર્ભ સાથે સંકળાયેલો હોવો જોઈએ. નોકરી ગુમાવવાનું દુઃખ માત્ર એકલતા અથવા આર્થિક મુશ્કેલીના કારણે નથી વધતું. અસ્પષ્ટતા અને અનિશ્ચિતતા પણ તેનું કારણ છે.

તમારી જાતને હારવા દો નહીં

 • નોકરીમાંથી છૂટા કરવામાં આવે ત્યારે વ્યક્તિગત રીતે ઘણું દુઃખ થાય છે. ગયા અઠવાડિયે તમારી પાસે કામ અને ડેડલાઈન પણ હતી, પરંતુ અચાનક બધું અટકી ગયું. તમને એવું લાગ્યું કે તમારી સાથે જે બેસે છે તેમની નોકરી બચી ગઈ, તેમને જરૂરી સમજવામાં આવ્યા પરંતુ તમને નહીં. જો તમે પહેલાથી જ ઈમ્પોસ્ટર સિંડ્રોમથી પીડાય રહ્યા છો તો નોકરીમાંથી છૂટા કરવા પર તમે અસલામતી વધારે અનુભવશો. પોતાની આલોચના કરવી સાઈકોલોજીકલી નુકસાન પહોંચાડી શકે છે અને આગળ વધવામાં મુશ્કેલી ઉભી કરી શકે છે. ઘણા રિસર્ચ દર્શાવે છે કે, છૂટા કરવામાં આવેલા કર્મચારીઓ ખરાબ વિચારો આવે છે અને મેન્ટ હેલ્થ બગડવાની શક્યતા વધી જાય છે. 2015માં માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં એક રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, જે લોકોની નોકરી જતી રહી હતી તેઓ લગભગ એક દાયકા સુધી કોઈ બીજા પર વિશ્વાસ રાખવાની શક્તિ ગુમાવી દીધી હતી. કેટલાક અન્ય રિસર્ચ દર્શાવે છે કે, કોઈ પ્રિય વ્યક્તિના મોતના દુઃખ કરતાં પણ વધારે દુઃખ ત્યારે થાય છે ત્યારે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે.
 • ખરાબ વિચારોને પોતાના મગજમાં લાવવાની જગ્યાએ તેને દૂર કરો અને એવું વિચારો કે આ મહામારીને કારણે થયું હતું જેની સમગ્ર અર્થવ્યવસ્થા પર અસર થઈ હતી. આ વાઈરસે માત્ર તમને જ નહીં પણ ઘણા લોકોને બેરોજગાર કર્યા છે.

પોતાની ભાષાનું ધ્યાન રાખો

 • તમારું ટર્મિનેશન જ તમારી પરિસ્થિતિનું વર્ણન કરે છે. કેટલાક લોકો "નીકાળી કાઢવાનું"  અને "છટણી" માટેના કારણો અલગ અલગ જણાવે છે, પરંતુ તેમાં એક ફરક હોય છે. કાઢી મૂકવાનો અર્થ હોય છે કે તમારી ભૂલ હતી. છટણીનો અર્થ થાય છે કે કંપનીની સ્થિતિ અને વ્યૂહરચનાને કારણે આવું થયું છે.

કોઈ કામમાં તમારા યોગદાનને યાદ કરો

 • શરમ અને તણાવથી બચવા માટે કોઈ સારું કામ કરવાનો પ્રયાસ કરો. જેમ કે, પેપરવર્ક, ઘરનું બજેટ તૈયાર કરવું અથવા પોતાની સ્કિલ્સને સારી બનાવવા માટે ઓનલાઈન કોર્સ કરવા. મેલોડીના અનુસાર, "સેલ્ફ ડાઉટને દૂર કરવાની સૌથી સારી દવા એક્ટિંગ છે. તે તમારી માનસિક સ્થિતિને શિફ્ટ કરે છે. તમે અન્ય કામ પણ કરી શકો છો, જેમ કે, તમારો અનુભવ બીજાને શેર કરવો, મીટિંગ માટે કોફી પર જવું. 
 • તેમ છતાં કરિયર અને એક્ઝિક્યુટિવ કોચ લતેશા બર્ડ એપ્લિકેશન સબ્મિટ કરવા જેવા કામોથી દૂર રહેવાની સલાહ આપે છે. કેમ કે, તેમાં વધારે એનર્જી ખર્ચ થાય છે. આ એનર્જી તમે બીજી અન્ય મોટી વસ્તુમાં પણ ખર્ચ કરી શકો છો, જેમ કે, પોતાની બ્રાન્ડને સારી બનાવવી, પોતાની વેબસાઈટ તૈયાર કરવી, સોશિયલ મીડિયા પર પોતાની હાજરીને ચમકાવી અથવા જૂના સંપર્કને મળવું. બર્ડ પોતાના ક્લાઈન્ટ્સને ત્રણ C- "ક્લેરિટી, કોન્ફિડન્સ અને કંટ્રોલ"  પર ફોકસ કરવાની સલાહ આપે છે. 

પોતાની જાત પર શક કરવાનું બંધ કરો

 • છટણી તમને અલગ કરી શકે છે. ખાસ કરીને ત્યારે જ્યારે તમે ઘરની બહાર એકલા કામ કરી રહ્યા હોવ. યાદ રાખો કે તમે માત્ર આ સમયે એકલા નથી, પરંતુ ઘણા લોકોએ કોઈના કોઈ તબક્કે એમ્પલોઈડ ગેપનો અનુભવ કરે છે. એક રિસર્ચ દર્શાવે છે કે લગભગ 40 ટકા અમેરિકાના કર્મચારીઓને એક વખતમાં ટર્મિનેટ કરવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં તમે તમારા સંપર્કમાં હોય તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરો.
 • હાર્વર્ડ બિઝનેસ સ્કૂલમાં એસોસિયેટ પ્રોફેસર લોરા હુઆંગના જણાવ્યા પ્રમાણે, આ સમયે લોકો કામ શોધવાનો પ્રયત્ન કરવા અસર્મથ છે. આ લોકો જે તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે તેને જણાવવામાં શરમ અનુભવે છે. આ સ્થિતિમાં પોતાની ક્ષમતાના હિસાબથી નોકરી શોધવા વિશે વિચાકો. સમસ્યાઓ હલ કરવાના રસ્તાઓ શોધો.
 • ડોક્ટર હુઆંગના જણાવ્યા પ્રમાણે, તમારી લાગણીને ડેટા તરીકે વાપરો. તેના અનુસાર આંધળા થઈને ચાલવાની જગ્યાએ તમે તમારી જાતને સવાલ કરો કે તમે કે શરમ અનુભવી રહ્યા છે. તેમાંથી શીખો અને તમારી ભાવનાને તમારા ફાયદા તરીકે જુઓ. 

Next Stories

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી