તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Coronavirus
  • Dispose Of A Commonly Used Mask In A Paper Bag For 3 Days, But If You Are A Corona Patient Understand The Guideline First

માસ્કને આ રીતે ડિસ્પોઝ કરો:સામાન્ય વ્યક્તિએ વપરાયેલા માસ્કને 3 દિવસ પેપર બેગમાં રાખીને તેનો નિકાલ કરવો, પરંતુ જો તમે કોરોના દર્દી છો તો પહેલાં ગાઈડલાઈન સમજવી જરૂરી છે

2 મહિનો પહેલા
  • કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ગાઈડલાઈનના જણાવ્યા પ્રમાણે, કોરોના દર્દીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવેલી દરેક વસ્તુ કોવિડ વેસ્ટ નથી
  • ગ્લવ્સ, માસ્ક, સિરીંજ, યુરિન બેગ, બોડી ફ્લયુડ, બ્લડ સોક્ડ ટિશ્યુ અને ફેંકી દેવાયેલી દવાઓને જ કોવિડ વેસ્ટ માનવામાં આવશે

કોરોનાથી બચવા માટે સરકારે તમામ લોકોને માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવ્યું છે. લોકો ગ્લવ્સનો પણ ઉપયોગ કરી રહ્યા છે. સામાન્ય વ્યક્તિએ આ માસ્ક અને ગ્લવ્સનો ઉપયોગ કર્યા બાદ 72 કલાક એટલે કે ત્રણ દિવસ સુધી પેપર બેગમાં રાખવાના છે. ત્યારબાદને તેને કાપીને કચરો એકત્ર કરવા માટે આવતી ગાડીને સૂકા કચરા સાથે આપી શકાય છે. આ માસ્ક અને ગ્લવ્સ ન તો કોવિડ વેસ્ટ માનવામાં આવશે અને ન બાયો મેડિકલ વેસ્ટ.

જો તમે કોવિડ-19ના દર્દી છો તો...
જો તમે કોરોના પોઝિટિવ અથવા શંકાસ્પદ છો આ કોવિડ વેસ્ટ કહેવામાં આવશે. તેને એક અલગ કવર કરવામાં આવેલા ડબ્બામાં રાખો. તેને કોવિડ વેસ્ટ અથવા બાયો મેડિકલ વેસ્ટની ગાડી લઈને જશે અથવા તેને મ્યુનિસિપલની કચરો એકત્ર કરવા માટે આવતી ગાડીના બ્લેક બોક્સમાં રાખવામાં આવશે. બ્લેક બોક્સનો કચરો ટ્રાન્સફર સ્ટેશન પર અલગથી એકત્રિત કરવામાં આવી રહ્યો છે અને ત્યાંથી તેને ઈન્સિનરેટર (નાશ) કરવામાં આવે છે.

હવે ફક્ત આ કચરો કોવિડ વેસ્ટ માનવામાં આવશે
કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (CPCB)ની ગાઈડલાઈનમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે, કોરોના દર્દી દ્વારા ઉપયોગ કરવામાં આવેલી દરેક વસ્તુ કોવિડ વેસ્ટ નથી. ગ્લવ્સ, માસ્ક, સિરીંજ, ફેંકી દેવાયેલી દવાઓને જ કોવિડ વેસ્ટ માનવામાં આવશે. ડ્રેન બેગ, યુરિન બેગ, બોડી ફ્લયૂડ, બ્લડ સોક્ડ ટિશ્યૂ અથવા કોટનને પણ તેમાં સામાવેશ કરવામાં આવ્યો છે. મેડિસિનના બોક્સ, રેપર, ફળોની છાલ, જ્યુસ બોટલ વગેરેને મ્યુનિસિપલ વેસ્ટ સાથે રાખવામાં આવશે.

ગાઈડલાઈનના જણાવ્યા પ્રમાણે દર્દી દ્વારા ઉપયોગ કરવામાં આવેલી દરેક વસ્તુ કોવિડ વેસ્ટ નથી. કોવિડ વેસ્ટ લઈ જતી વ્યક્તિ માટે નવી ગાઈડલાઈનના હિસાબથી વ્યવસ્થા કરી રહ્યા છે. CPCBની નવી ગાઈડલાઈન અનુસાર, કર્મચારીઓને ટ્રેનિંગની આપવાની સાથે સામાન્ય લોકોને પણ તેની જાણકારી આપવામાં આવશે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક સીમા વધશે. છેલ્લાં થોડાં સમયથી ચાલી રહેલી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી રાહત મળશે. કોઇ મોટું રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે. નેગેટિવઃ- બપોર પછી પરિસ્થિત...

વધુ વાંચો