તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્વદેશી વેક્સિન કોવેક્સિન બનાવનારી હૈદરાબાદની કંપની ભારત બાયોટેકનું કહેવું છે કે ટ્રાયલ્સમાં સામેલ વોલન્ટિયર જો પોઝિટિવ આવે છે તો ગભરાવાની જરૂર નથી. ટ્રાયલની ડિઝાઈન કંઈક એવી છે કે 130 વોલન્ટિયર પોઝિટિવ આવી શકે છે. કંપની તરફથી સરકારની ક્લિનિકલ ટ્રાયલ વેબસાઈટ પર આ માહિતી આપવામાં આવી છે.
હરિયાણાના સ્વસ્થ્ય અને ગૃહમંત્રી અનિલ વિજ પણ કોવક્સિનની ટ્રાયલ્સમાં સામેલ થયા હતા. બે સપ્તાહ પછી તેઓ પોઝિટિવ થયા હતા. એને પગલે કોવેક્સિનની ટ્રાયલ્સને લઈને ઘણા પ્રકારના સવાલો ઊઠી રહ્યા હતા. કંપનીના જણાવ્યા મુજબ, આ પ્રકારના કેસ અનુમાનથી અલગ નથી. જ્યારે આ પ્રકારના ઈન્ફેક્શન એક-તૃતીયાંશ કે બે-તૃતીયાંશ સુધી પહોંચી જશે ત્યારે કંપની એનાલિસિસ કરશે. એના આધાર પર નક્કી થશે કે ટ્રાયલ્સમાં સામેલ કેટલા વોલન્ટિયર્સનું કેટલા સમય સુધી ફોલોઅપ કરવામાં આવે.
વિજે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે પ્રથમ ડોઝ લગાવ્યા પછી 15 દિવસની અંદર જ તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ અંગે ભારત બાયોટેકે શનિવારે નિવેદન આપીને કહ્યું હતું કે કોવેક્સિનના બે ડોઝ 28 દિવસના અંતરથી આપવામાં આવી રહ્યા છે. બીજા ડોઝનાં બે સપ્તાહ પછી એ કહી શકાશે કે વેક્સિન કેટલી અસરકારક છે. કોવિડ-19 વેક્સિન બનાવી રહેલી આંતરરાષ્ટ્રીય ફાર્મા કંપનીઓએ પણ હજારો વોલન્ટિયર્સને ફેઝ-3 ટ્રાયલ્સમાં સામેલ કર્યા અને તેમની ટ્રાયલની ડિઝાઈન પણ આ પ્રકારની છે.
ફાઈઝરની નજર ભારત પર:કંપનીએ કોરોના વેક્સિન માટે ઈમરજન્સી અપ્રૂવલ માંગ્યુ, આવું કરનારી પહેલી ફર્મ
ફાઈઝરની પાસે 170 કેસનું એનાલિસિસ છે, જ્યારે મોડર્નાએ 95 કેસનાં પરિણામની જાહેરાત કરી છે. ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા વેક્સિનની ટ્રાયલ્સમાં 131 કેસ પ્રકાશમાં આવ્યા પછી એનાલિસિસ પ્રકાશમાં આવ્યું. જ્યારે રશિયાની સ્પુતનિક V વેક્સિનની ટ્રાયલ્સમાં 26 કેસ પ્રકાશમાં આવ્યા. ઓક્સફર્ડ યુનિવર્સિટીની વેક્સિન-કોવિશીલ્ડને છોડીને બાકીની તમામ વેક્સિન 92 ટકાથી વધુ અસરકારક રહી છે. કોવિશીલ્ડ, જેનો ટેસ્ટ પુણેની સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા કરાવી રહી, એ 62-90 ટકાની રેન્જમાં અસરકારક રહી છે. વેક્સિન ડોઝની ક્વોન્ટિટી બદલાતાં જ અલગ પરિણામ પ્રકાશમાં આવ્યાં છે. સ્પુતનિક Vને રશિયામાં ઈમર્જન્સી યુઝ એપ્રૂવલ મળી છે, જ્યારે ફાઈઝર-બાયોએનટેકની વેક્સિનને UK અને બહરીનમાં. ભારત સહિત અન્ય દેશોમાં ડ્રગ રેગ્યુલેટરના નિર્ણયની રાહ જોવાઈ રહી છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.