• Gujarati News
  • Coronavirus
  • Coronavirus USA Brazil China Russia Update; Reported Cases And Deaths By Worldwide Today Latest Data

કોરોના વર્લ્ડ LIVE:ઓમિક્રોન અત્યાર સુધી 38 દેશોમાં પ્રવેશી ચૂક્યો છે, WHO કહ્યું- તેનાથી હજુ એકપણ મોત થયું નથી

2 મહિનો પહેલા
  • દ. આફ્રિકામાં કોરોનાનું ગંભીર રૂપ, 61 હજારથી વધુ એક્ટિવ કેસ
  • કેનેડામાં ઓમિક્રોન વેરિયન્ટના 15 કેસ નોંધાયા

દ. આફ્રિકામાં કોરોનાનું ગંભીર રૂપ
દક્ષિણ આફ્રિકામાં બાળકોમાં કોવિડ-19નું સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે કોરોનાની ત્રીજી લહેરના ડર વચ્ચે આ ચિંતાનો વિષય છે. 5 વર્ષથી ઓછી ઉંમરનાં મોટા ભાગનાં બાળકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યાં છે. દક્ષિણ આફ્રિકામાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો સૌથી વધુ સંક્રમિત છે. પ્રથમ અને બીજી લહેર દરમિયાન પણ આજ પરિસ્થિતિ જોવા મળી હતી. દક્ષિણ આફ્રિકામાં તારીખ 3 ડિસેમ્બર એટલે કે ગઈકાલે 16,055 નવા કેસ નોંધાયા હતા અને 25નાં મોત નોંધાયાં. એક્ટિવ કેસની સંખ્યા દક્ષિણ આફ્રિકામાં 61,365 છે. USAમાં 1,47,434 નવા કોરોના સંક્રમિતોની સાથે 1352 લોકોનાં મોત નોંધાયાં હતાં. UKમાં 50,584 નવા કેસ નોંધાયા હતા અને 143 લોકોનાં મોત નીપજ્યાં હતાં. રશિયામાં 32,930 કોરોના કેસની સાથે 143 લોકોનાં મોત નોંધાયાં હતાં.

USમાં ટ્રાવેલર્સને 24 કલાક અગાઉનો કોરોના નેગેટિવ રિપોર્ટ બતાડવો પડશે
કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટને ધ્યાનમાં રાખીને USમાં સોમવારથી નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે. હવે US આવનારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ પ્રવાસના 24 કલાક પહેલાં તેમનો કોરોના ટેસ્ટ કરાવવો પડશે. જોકે જે લોકોને વેક્સિનના બંને ડોઝ મળ્યા છે તેમને થોડી છૂટ આપવામાં આવી છે. તેઓ પ્રવાસના ત્રણ દિવસ પહેલાં કરાયેલા કોરોના ટેસ્ટનો રિપોર્ટ પણ બતાવી શકે છે.

નેપાળે સુરક્ષામાં વધારો કર્યો
નેપાળે શુક્રવારે હોંગકોંગ સહિત દક્ષિણ આફ્રિકાના આઠ દેશના પ્રવાસીઓના આગમન પર પ્રતિબંધ મૂક્યો હતો. નેપાળના ગૃહ મંત્રાલયના પ્રવક્તા ફદીન્દ્રમણિ પોખરિયાલે જણાવ્યું હતું કે કેબિનેટે ઓમિક્રોનને લઈને નેપાળમાં જોખમી દેશોના પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે. ભારતમાંથી આવતા લોકોની સઘન કોવિડ તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

24 કલાકમાં 300થી વધુ લોકોના ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. હવે નેપાળ તપાસ વિના પ્રવેશ નહીં આપે. એ જ સમયે કઝાકિસ્તાને ઓમિક્રોનના જોખમને કારણે શુક્રવારે ઇજિપ્તની હવાઈ મુસાફરી સુવિધા પણ બંધ કરી દીધી છે. 3 ડિસેમ્બર પછી લગભગ 2800 કઝાક લોકોને પાછા લાવવા માટે ફ્લાઇટ્સ શરૂ થશે.

ડેલ્ટાને નિયંત્રણમાં લાવનારા ઉપાયો કામમાં આવશે
મનિલા, ફિલિપિન્સમાં શુક્રવારે એક ઓનલાઈન પ્રેસ-કોન્ફરન્સમાં પશ્ચિમ પેસિફિક માટે WHOના પ્રાદેશિક નિર્દેશક ડૉ. તાકેશી કસાઈએ જણાવ્યું હતું કે ડેલ્ટા વેરિયન્ટને પહોંચી વળવા માટેના વિશ્વવ્યાપી પગલાં અને એમાંથી મેળવેલા અનુભવ પણ ઓમિક્રોન સામેની લડાઈમાં ઉપયોગી થશે. . WHOના પ્રાદેશિક ઈમર્જન્સી ડાયરેક્ટર ડો. બાબાટુન્ડે ઓલોઓકુરેએ જણાવ્યું હતું કે અત્યારસુધીમાં પશ્ચિમ પેસિફિક ક્ષેત્રમાં ચાર દેશ- ઓસ્ટ્રેલિયા, હોંગકોંગ, જાપાન અને યુનાઈટેડ સ્ટેટ્સ છે. કોરિયામાં ઓમિક્રોનના કેસ નોંધાયા છે.

શ્રીલંકામાં ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો
શ્રીલંકાના આરોગ્ય સેવાઓના ડેપ્યુટી જનરલ ડિરેક્ટરે જણાવ્યું હતું કે આફ્રિકાથી પરત ફરેલો એક નાગરિક ઓમિક્રોન સંક્રમિત છે. શ્રીલંકાએ 28 નવેમ્બરના રોજ આફ્રિકન દેશોના પ્રવાસીઓના આગમન પર પ્રતિબંધ લાદ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...