તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Coronavirus
  • Coronavirus Poses Greater Risk To Minority Children In America, More Black And Hispanic Children Than Whites, CDC Research Claims

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો રંગભેદ:કોરોનાવાઈરસથી અમેરિકામાં લઘુમતી લોકોના બાળકો પર મોટુ જોખમ, ગોરા કરતાં અશ્વેત અને હિસ્પેનિક બાળકોના વધુ મૃત્યુ થયાં, CDCના રિસર્ચમાં દાવો

3 મહિનો પહેલા
  • અમેરિકાની સૌથી મોટી સ્વાસ્થ્ય એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ રિસર્ચ રિપોર્ટ જાહેર કર્યો
  • રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, 21 વર્ષથી ઓછી ઉંમરના અશ્વેત અને હિસ્પેનિક બાળકોમાં કોરોનાથી મૃત્યુનું જોખમ વધારે છે

અમેરિકામાં અશ્વેત અને હિસ્પેનિક બાળકોને કોરોનાથી મૃત્યુનું વધારે જોખમ છે. અમેરિકાની સૌથી મોટી સ્વાસ્થ્ય એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના જણાવ્યા પ્રમાણે, 21 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં મૃત્યુનું સૌથી વધુ જોખમ છે.

CDCના રિસર્ચના જણાવ્યા પ્રમાણે, 12 ફેબ્રુઆરીથી 31 જુલાઇ સુધી, 121 બાળકો કે જેમની ઉંમર 21 વર્ષથી ઓછી હતી, તેઓ કોરોનાથી મૃત્યુ પામ્યા હતા. આ 121માંથી માત્ર 17 શ્વેત હતા. તેમજ 35 અશ્વેત અને 54 હિસ્પેનિક બાળકો હતા.

કોરોનાથી થતા કુલ મૃત્યુમાં 75 ટકા સુધી આ વયના લોકો સામેલ છે. 47 રાજ્યોના ડેટા પર રિસર્ચ કર્યા બાદ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

કઈ ઉંમરમાં બાળકોને મૃત્યુનું સૌથી વધુ જોખમ, આ રીતે સમજો
CDCએ કોરોનાને લીધે થતા બાળકોના કુલ મૃત્યુના આંકડાઓને વય મુજબ સમજાવ્યા છે. તેના અનુસાર, એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો મોતનો આંકડો 10 ટકા છે. 1થી 9 વર્ષ સુધીની ઉંમરવાળા બાળકોમાં આ આંકડો 20 ટકા છે. તે ઉપરાંત સૌથી વધુ જોખમ 10થી 20 વર્ષના લોકોને છે.

કેસ કેમ વધી રહ્યા છે
CDCના જણાવ્યા પ્રમાણે, જે બાળકોના મૃત્યું વધારે થયા છે તેઓ એવા પરિવારમાંથી આવે છે, જેમના માતાપિતા વર્કર છે અથવા એવા વ્યવસાય સાથે સંકળાયેલા છે જેમાં સીધો કોરોનાનો સામનો કરવો પડે છે. ઓછી જગ્યાવાળા રૂમમાં રહેવા, ખાવા અને રહેવાની મુશ્કેલીના કારણે જોખમમાં વધારો થયો છે. આર્થિક સંકટનો સામનો કરવાની સાથે તેઓ શિક્ષણના દાયરાથી પણ દૂર છે. તેથી ગોરા કરતા અશ્વેત અને હિસ્પેનિક બાળકોમાં મૃત્યુનાં વધુ કેસો છે.

મેદસ્વિતા અને અસ્થમાનું કનેક્શન મળ્યું
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, અમેરિકામાં કોરોનાથી મૃત્યુ પામનાર 75 ટકાથી વધુ બાળકોમાં કોઈના કોઈ બીમારી જોવા મળી હતી. તેમાં મેદસ્વિતા, ફેફસાં સાથે સંબંધિત બીમારી અથવા અસ્થમા જેવી સામાન્ય બીમારી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- તમારું કોઇપણ કામ પ્લાનિંગ સાથે કરવું તથા પોઝિટિવ વિચાર તમને નવી દિશા પ્રદાન કરશે. અધ્યાત્મિક કાર્યો પ્રત્યે પણ તમારો રસ રહેશે. યુવા વર્ગ પોતાના ભવિષ્યને લઇને ગંભીર રહેશે. નેગેટિવઃ- તમારી ...

વધુ વાંચો