• Home
  • Coronavirus
  • Coronavirus has been circulating in bats for 70 years , claims US researchers

કોરોના અંગે નવો ખુલાસો / કોરોનાવાઈરસ ચામાચીડિયામાં 70 વર્ષથી સર્ક્યુલેટ થઈ રહ્યો હતો પરંતુ આ વાતથી લોકો અજાણ હતા, અમેરિકાના સંશોધનકર્તાનો દાવો

X

  • સંશોધકોએ રિસર્ચના પરિણામ જાહેર કર્યા, કહ્યું- મહામારીની જે વર્તમાન પરિસ્થિતિ છે તેમાં કોરોનાના વંશને સમજવો જરૂરી છે
  • સંશોધકોના જણાવ્યા અનુસાર, 40થી 70 વર્ષ પહેલા જ વર્તમાન કોરોનાના પૂર્વજો ચામાચીડિયામાં હાજર હતા, ધીમે ધીમે તેઓ મનુષ્ય સુધી પહોંચવા માટે તૈયાર થયા

દિવ્ય ભાસ્કર

Jul 30, 2020, 04:29 PM IST

કોરોના પર એક નવો ઘટસ્ફોટ થયો છે. અમેરિકાના સંશોધનકર્તા મેસીઝ બોનીના જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસ હોર્સશૂ ચામાચીડિયામાં ઘણા દાયકાઓથી સર્ક્યુલેટ થઈ રહ્યો છે. પરંતુ આ વાતથી બધા લોકો અજાણ હતા. આ સમયે મહામારીની જે સ્થિતિ છે તેમાં કોરોનાના વંશને સમજવો મહત્ત્વપૂર્ણ છે, જેથી સ્વાસ્થ્ય કર્મચારીઓને મનુષ્યને બચાવવામાં મદદ મળી શકે.

સંશોધકોના જણાવ્યા પ્રમાણે, હાલમાં જે કોરોનાવાઈરસ મહામારી ફેલાઈ રહ્યો છે, તેના પૂર્વજો ચામાચીડિયામાં 40થી 70 વર્ષ પહેલા હાજર હતા. ધીમે ધીમે તે મનુષ્ય સુધી પહોંચવા માટે તૈયાર થઈ ગયા.

કોરોના લેબમાં તૈયાર થયો હોવાની વાત પર પ્રશ્ન ઉભા કરે છે રિસર્ચ
કોરોના અને ચામાચીડિયાના કનેક્શન પર દુનિયાભરના વૈજ્ઞાનિકોએ રિસર્ચ કર્યું છે. સંશોધકોએ રિસર્ચમાં સામે આવેલા પરિણામ જાહેર કર્યા છે. પેન્સિલવેનીયા સ્ટેટ યુનિવર્સિટીના સંશોધનકર્તા મેસીઝ બોનીના જણાવ્યા પ્રમાણે, ચામાચીડિયામાં બીજા વાઈરસની હાજરી મનુષ્યમાં સંક્રમણનું જોખમ વધારી શકે છે. આ રિસર્ચ કોરોનાની તે થિયરી પર સવાલ ઉભા કરે છે, જેમાં કહેવામાં આવ્યું હતું કે, તેને લેબમાં તૈયાર કરવામાં આવ્યો છે.

ધીરે ધીરે તે તેના પૂર્વજ વાઈરસથી અલગ થઈ ગયો
ગ્લાસગો યુનિવર્સિટીના સંશોધનકર્તા પ્રો. ડેવિડ રોબર્ટસનના જણાવ્યા પ્રમાણે, મહામારી ફેલાવનાર કોરોનાવાઈરસ ચામાચીડિયામાં મળી આવતા વાઈરસથી મળતો આવે છે. દાયકાઓ સુધી, તે સમય જતાં તેના પૂર્વજ વાઈરસથી અલગ થઈ ગયો. પ્રો. ડેવિડના જણાવ્યા પ્રમાણે, આપણે તે સમજવાની જરૂર છે કે આ વાઈરસ મનુષ્ય સુધી કેવી રીતે અને ક્યાંથી પહોંચ્યો. જો આપણે એવું માની લઈએ કે તે ચામાચીડિયા દ્વારા ફેલાઈ રહ્યો છે તો આ સમયે તેનું નિરીક્ષણ કરવું ખૂબ મહત્ત્વપૂર્ણ છે.

વાઈરસના નવા વાહક હોવાની શક્યતા
પ્રો. ડેવિડના જણાવ્યા પ્રમાણે, જો વાઈરસ લાંબા સમય સુધી આસપાસ રહે છે તો તેનો અર્થ એ હોઈ શકે છે કે તેને પોતાના નવા વાહક શોધી કાઢ્યા છે. એટલે કે સંક્રમણ કોઈ અન્ય જીવ દ્વારા પણ ફેલાઈ શકે છે. નેચર માઈક્રોબાયોલોજી જર્નલમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, સંશોધનકારોએ જ્યારે તેના પૂર્વજ (RaTG13) સાથે વર્તમાન વાઈરસ (Sars-CoV-2)ના જીનોમ સિક્વન્સને મેચ કર્યા તો બંનેમાં અમુક હદ સુધી એક જેવી સમાનતા જોવા મળી.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી