તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Coronavirus
 • Coronavirus Entry Through Eyes | Coronavirus Entry Point In Human Body Latest Research Update By Medical Journal Of Virology

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચીનના વૈજ્ઞાનિકોનો દાવો:કોરોનાવાઈરસ આંખો દ્વારા પણ શરીરમાં પ્રવેશ કરી શકે છે, કંજંક્ટિવાઇટિસ તરીકે તેના લક્ષણો દેખાય છે; ચશ્મા પહેરનાર લોકોમાં ઓછું જોખમ

8 મહિનો પહેલા
 • ચીનની શુઝાઉ ઝેંગ્ડુ હોસ્પિટલના સંશોધકોએ રિસર્ચમાં દાવો કર્યો
 • કહ્યું- નાક અને આંખમાં એક જ પ્રકારની મેમ્બ્રેન લાઈનિંગના કારણે કોરોનાના પ્રવેશવાનું જોખમ

કોરોના પર કરવામાં આવેલા નવા રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, વાઈરસ આંખો દ્વારા શરીરમાં પ્રવેશ કરી શકે છે. મેડિકલ જર્નલ ઓફ વાયરોલોજીમાં પ્રકાશિત રિસર્ચના જણાવ્યા પ્રમાણે, કોરોનાને શરીરમાં પહોંચવા માટે આંખ એક મુખ્ય રસ્તો છે. તાજેતરમાં કરવામાં આવેલા રિસર્ચમાં પણ તેની પુષ્ટિ થઈ છે.

રિસર્ચ કરનારી ચીનની શુઝાઉ ઝેંગ્ડુ હોસ્પિટલના સંશોધકોના જણાવ્યા પ્રમાણે, જે લોકો દિવસમાં 8 કલાકથી વધુ સમય સુધી ચશ્માં પહેરે છે તેમને કોરોનાનું સંક્રમણ થવાનું જોખમ ઓછું છે.

તેથી આંખોથી સંક્રમણનું જોખમ
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, હવામાં હાજર કોરોનાના મોટાભાગના કણો નાક દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. નાક અને આંખમાં એક જ પ્રકારની મેમ્બ્રેન લાઈનિંગ હોય છે. જો કોરોના બંનેમાંથી કોઈપણ મેમ્બ્રેન સુધી પહોંચે છે, તો તે સરળતાથી સંક્રમિત કરી શકે છે. તેથી આંખોમાં કોરોનાનું સંક્રમણ થવા પર દર્દીઓમાં કંજંક્ટિવાઇટિસ જેવા લક્ષણો દેખાય છે.

276 દર્દીઓ પર રિસર્ચ થયું
ચીનનાં સંશોધકોએ 276 લોકો પર રિસર્ચ કર્યું. રિસર્ચમાં સામે આવ્યું કે, જે લોકોએ ચશ્મા નહોતા પહેર્યા તેમને કોરોનાના સંક્રમણનું જોખમ વધારે હતું. રિસર્ચ દરમિયાન માત્ર 16 લોકોએ ચશ્મા પહેર્યા હતા.

સંશોધકોના જણાવ્યા પ્રમાણે, ચશ્મા પહેરનારા લોકોની સંખ્યા ઓછી છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે જો આપણે ચશ્માં પહેરીશું તો સીધી રીતે થતા સંક્રમણનું જોખમ ઘટી જાય છે.

ચશ્મા બેરિયરની જેમ કામ કરે છે
જો તમે ચશ્મા પહેરો છો તો તે બેરિયરની જેમ કામ કરે છે અને સંક્રમિત ડ્રોપ્લેટ્સને આંખો સુધી પહોંચતા અટકાવે છે. તેથી એવા ચશ્મા પહેરવા વધારે સારા જે ચારે બાજુથી આંખોને સુરક્ષા આપે છે.

અમેરિકાની સૌથી મોટી સ્વાસ્થ્ય એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના જણાવ્યા પ્રમાણે, હાઈ રિસ્ક ઝોન જ્યાં કોરોનાના સંક્રમણનું જોખમ વધારે છે, ત્યાં ચશ્મા પહેરવા. ધ્યાનમાં રાખવું કે કે કોન્ટેક્ટ લેન્સ આંખોને સુરક્ષા નથી આપતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો