• Home
  • Coronavirus
  • Corona transition rate ‘R VALUE’ in the country has dropped to 1.22, the number of active cases could rise to 1 lakh by May 30.

રિપ્રોડક્શન વેલ્યૂનું ગણિત / દેશમાં કોરોના સંક્રમણનો દર ‘R’ વેલ્યૂ ઘટી 1.22એ પહોંચ્યો, 30મે સુધી એક્ટિવ કેસ 1 લાખ સુધી વધી શકે છે

પ્રતીકાત્મક ફોટો
પ્રતીકાત્મક ફોટો
X
પ્રતીકાત્મક ફોટોપ્રતીકાત્મક ફોટો

  • ‘R’ વેલ્યૂ: 'R' અર્થાત રિપ્રોડક્શન એટલે કે વાઈરસનાં સંક્રમણનો દર
  • 'R' વાઈરસના સંક્રમણનો દર માપવાનું એક પેરામીટર છે. તે સમયાનુસાર બદલાય છે
  • દેશની 'R' વેલ્યૂ ઘટી રહી છે તો તેનો મતલબ એ થાય છે કે લોકડાઉનની હકારાત્મક અસર થઈ છે
  • ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેથેમેટિકલ સાયન્સના સંશોધક સીતમ્ભરા સિન્હાના જણાવ્યા અનુસાર, ભારતમાં કોરોનાવાઈરસની R0 વેલ્યૂ 1.83 સુધી જઈ શકે છે
  • 'R0’ની ગણતરી મહામારીની શરૂઆતમાં થાય છે, ત્યારે વાઈરસથી કેટલા લોકો સંક્રમિત થઈ શકે છે તેની આશંકા માનવામાં આવે છે

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 06:17 PM IST

દેશમાં કોરોનાવાઈરસના કેસનો કુલ આંકડો 1 લાખને પાર પહોંચ્યો છે. તેવામાં એક રાહતના સમાચાર સામે આવ્યા છે. દેશમાં આ અઠવાડિયામાં 'R' વેલ્યૂ ઘટીને 1.22 થઈ છે. 'R' અર્થાત રિપ્રોડક્શન એટલે કે વાઈરસનાં સંક્રમણનો દર. ગત બે અઠવાડિયાંમાં આ દર 1.29 હતો. ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેથેમેટિકલ સાયન્સના સંશોધક સીતમ્ભરા સિન્હાના જણાવ્યા અનુસાર, આશા છે કે 30 મે સુધી દેશમાં સક્રિય કેસોનો આંકડો 1 લાખ સુધી પહોંચી શકે છે.

21મે અર્થાત ગુરુવારના રોજ દેશમાં 63,624 સક્રિય કેસો હતા. અત્યાર સુધીમાં કુલ 1,12,359 કોરોનાવાઈરસના કેસો નોંધાયા છે. તેમાંથી 45,300 સ્વસ્થ થઈ ગયા છે અને 3,435 લોકો મૃત્યુ પામ્યા છે. સંશોધક સિન્હાના જણાવ્યા અનુસાર ભારતમાં કોરોનાવાઈરસની R0 વેલ્યૂ 1.83 સુધી જઈ શકે છે. જોકે આ સંખ્યા અન્ય દેશોની સરખામણી કરતાં ઓછી છે.

'R' અને 'R0 (આર નોટ)’ વચ્ચેનું અંતર

'R' વાઈરસના સંક્રમણનો દર માપવાનું એક પેરામીટર છે. તે સમયાનુસાર બદલાય છે. ઉહાદરણ સમજીએ તો, વર્તમાનમાં 'R' વેલ્યૂ 1.29થી ઘટીને 1.22 થઈ છે. 'R' વેલ્યૂ દર્શાવે છે કે એક માણસ અન્ય કેટલા લોકોને સંક્રમિત કરી શકે છે. 'R0’ની ગણતરી મહામારીની શરૂઆતમાં થાય છે, ત્યારે વાઈરસથી કેટલા લોકો સંક્રમિત થઈ શકે છે તેની અંદાજિત ગણતરી માંડવામાં આવે છે.

'R' વેલ્યૂને એક ઉદાહરણથી સમજો

દુનિયાભરમાં 'R' વેલ્યૂ ઓછી કરવા માટે ક્વાયત ચાલી રહી છે. જો કોઈ દેશની 'R' વેલ્યૂ 1.5 હોય, તો તેનો અર્થ એ થાય છે કે 100 લોકો બીજા 150 લોકોને સંક્રમિત કરી શકે છે. આ સંક્રમિત 150 લોકો અન્ય 1.5 લોકોને સંક્રમિત કરી આ આંકડો 225 પર પહોંચે છે. થોડા સમય બાદ આ આંકડો 338 થાય છે. સંક્રમણના ત્રીજા રાઉન્ડમાં તે 438એ પહોંચે છે.

'R' વેલ્યૂ ઘટવાનો અર્થ

દેશની 'R' વેલ્યૂ ઘટી રહી છે તો તેનો મતલબ એ થાય છે કે લોકડાઉનની હકારાત્મક અસર થઈ છે. 'R' વેલ્યૂમાં થતો ઘટાડો દર્શાવે છે કે લોકો વાઈરસથી કેવી રીતે બચીને રહે છે. તેમાંનાં કારણ વ્યક્તિગત રોગપ્રતિકારક શક્તિ અને સોશિયલ ડિસ્ટન્સિંગ અને ક્વોરન્ટીન હોઈ શકે છે.

વાઈરસનો ગ્રાફ ક્યારે ફ્લેટ થશે તે કહેવું મુશ્કેલ

દેશમાં કોરોનાવાઈરસનો ગ્રાફ ક્યારે નીચે ઊતરશે? આ સવાલના જવાબમા એઈમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ જણાવ્યું હતું કે, મે મહિનામાં કેસો ફ્લેટ રેટથી વધી રહ્યા છે, પરંતુ એ અનુમાન લગાવવું મુશ્કેલ છે કે પિકઅપ ટાઈમ ક્યારે આવશે અને કોરોનાનો ગ્રાફ એકદમ ફ્લેટ ક્યારે થશે. હાલની પરિસ્થિતિને જોતાં કહી શકાય કે જૂન અને જૂલાઈ મહિનો ભારે સાબિત થશે. તેથી આપણે વધારે સાવચેતી રાખવાની જરૂર છે.

ડો. ગુલરિયા કોરોનાના ફ્લેટ રેટને સારો ગણાવી રહ્યા છે. જોકે ગત અઠવાડિયાંઓ કરતાં કેસોની સંખ્યા વધી છે પરંતુ એપ્રિલના 15 દિવસની સરખામણીએ ગ્રાફ લિનિઅર દેખાય છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી