તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Coronavirus
  • Cucumber, Spinach And Cabbage To Reduce The Death Rate From Corona, Claim Mortality Rate Is Lower In Countries Where This Vegetable Is Consumed More.

રિસર્ચ:કોરોનાથી થતાં મૃત્યુ ઘટાડવા કાકડી, પાલક અને કોબીનું સેવન કરવું, મોટા પ્રમાણમાં આ શાકભાજી આરોગતા દેશોમાં મૃત્યુ દર ઓછોઃ WHOના પૂર્વ વૈજ્ઞાનિકનું રિસર્ચ

એક વર્ષ પહેલા
  • રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, જે શાકભાજીમાં એન્ટિઓક્સિડન્ટનું પ્રમાણ વધારે હોય છે તે ઘણા પ્રકારની સુરક્ષા આપે છે
  • સંશોધકોનો દાવો, લીલાં શાકભાજીમાં સલ્ફોરાફેન હોય છે જે Nrf2ને એક્ટિવેટ કરે છે, આ Nrf2 કોવિડ-19ની સામે સુરક્ષા આપે છે

કોરોના સંક્રમણ બાદ મૃત્યુ દર ઘટાડવો હોય તો ખોરાકમાં કાકડી, પાલક અને કોબીનું પ્રમાણ વધારવું. એક ગ્રામ શાકભાજીની માત્રા પણ મૃત્યુ દર ઘટાડી શકે છે. આ દાવો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના ગ્લોબલ એલાયન્સ અંગેન્સ્ટ ક્રોનિક રેસ્પિરેટરી ડિસીઝના પૂર્વ ચેરમેન ડો. જિયન બૂસ્કવેટે પોતાના રિસર્ચમાં કર્યો છે. સંશોધનકર્તા ડો. જિયનના જણાવ્યા પ્રમાણે, કોરોનાથી થતાં મૃત્યુ દરનું પ્રમાણ તે દેશોમાં ઓછું છે જ્યાં શાકભાજી અને ફર્મેન્ટેડ ફૂડનું સેવન વધારે કરવામાં આવે છે. 

સંશોધકોના જણાવ્યા પ્રમાણે, બ્રેસીકેસી ફેમિલીનાં આ શાકભાજીમાં સલ્ફોરાફેન હોય છે જે શરીરમાં Nrf2ને એક્ટિવેટ કરે છે. આ  Nrf2 ગંભીરતાથી કોવિડ-19ની સામે સુરક્ષા આપે છે. 

એન્ટિઓક્સિડન્ટ મૃત્યુ દર ઘટાડી શકે છે
શાકભાજીમાં એન્ટિઓક્સિડન્ટનું પ્રમાણ વધારે હોવાને કારણે તે ડાયાબિટીસ અને હૃદયની બીમારીનું જોખમ ઘટાડે છે. નવા રિસર્ચમાં સંશોધનકર્તા ડો. બુસ્ક્વેટે દાવો કર્યો છે કે, બ્રોકલી, કોબી, ટામેટા, પાલક અને કાકડી વગેરેમાં એન્ટિઓક્સિડન્ટનું પ્રમાણ વધારે હોય છે. તેનું વધારે સેવન કરનારા ઘણા દેશોમાં કોરોના સંક્રમણ બાદ મૃત્યુ દર ઓછો રહ્યો છે. 

મૃત્યુ દરને અટકાવવામાં ડાયટ પણ એક જરૂરી પરિબળ છે
ડો. બૂસ્ક્વેટ અને રિસર્ચ ટીમના જણાવ્યા પ્રમાણે, કોરોનાથી થતા મૃત્યુને રોકવામાં ઘણા પરિબળો મહત્ત્વપૂર્ણ ભૂમિક ભજવે છે. કોરોનાની શરૂઆત ચીનના વુહાનથી થઈ હતી પરંતુ આ દેશમાં મૃત્યુ દર જુદાં જુદાં સ્થળોએ એકદમ અલગ હતો. બ્રોકલી, કોબી અને કાકડી જેવાં શાકભાજી ઇન્સ્યુલિન રેસિસ્ટન્સ હોય છે અને તેથી આ શાકભાજીનું સેવન કરતા ઘણા દેશોમાં મૃત્યુ દરમાં ઘટાડો જોવા મળ્યો છે

કાકડી અને કોબી ખાવાથી મૃત્યુનું જોખમ 13.6% અને 15.7%  ઘટાડી શકાય છે
સંશોધકોની ટીમે દાવો કર્યો છે કે, માત્ર કોબી અને કાકડી ખાવાથી પણ કોવિડ-19થી થતાં મૃત્યુ દરને ઘટાડી શકાય છે. રિસર્ચમાં દાવો કરવામાં આવ્યો છે કે, ડાયટમાં કોબીનું પ્રમાણ વધારીને 13.6 ટકા અને કાકડીનું પ્રમાણ વધારવાથી 15.7 ટકા સુધી મૃત્યુનું જોખમ ઘટાડી શકાય છે. 

અન્ય સમાચારો પણ છે...