• Gujarati News
 • Coronavirus
 • Chocolate Reduces The Effects Of The Corona Virus, Research Has Found, While Chocolate Keeps The Mind Happy And Boosts Immunity.

ચોકલેટ ડે:ચોકલેટ કોરોના વાઇરસની અસર ઘટાડે છે, રિસર્ચમાં જાણવા મળ્યું કે, ચોકલેટ મનને ખુશ રાખવાની સાથે ઇમ્યુનિટી વધારે છે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
 • જાપાની સંશોધકોનો દાવો – કોકો શરીરમાં પહોંચવા પર એન્ટિ માઇક્રોબિયલ એક્ટિવિટી વધારે છે, જે વાઇરસની અસર ઘટાડે છે
 • ડાર્ક ચોકલેટ ખાવાથી સ્ટ્રેસ વધારનાર હોર્મોન કન્ટ્રોલમાં આવે છે અને માણસને ખુસ કરતા હોર્મોન રિલીઝ થાય છે

કોરોનાકાળમાં વાઇરસનો ચેપ લાગવાથી બચવું હોય તો ચોકલેટ ખાઓ. આ દાવો જાપાની સંશોધકોએ તેમના રિસર્ચમાં કર્યો છે. સાયન્સ ઓફ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર જર્નલમાં પ્રકાશિત રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે, ચોકલેટ પ્રાકૃતિક રીતે શરીરની ઇમ્યુનિટી વધારે છે. ચોકલેટ ખાવાની અસર ઇન્ફ્યુએન્ઝા વાઇરસ પર જોવા મળી. રિસ્રચમાં જાણવા મળ્યું કે, જે લોકો ચોકલેટ ખાય છે તેમના વેક્સીનેશન પછી ઇમ્યુન રિસપોન્સ તીવ્ર બની જાય છે.

સંશોધકોના જણાવ્યાનુસાર, શરીરમાં કોકો પહોંચવા પર એન્ટિ-માઇક્રોબિયલ એક્ટિવિટી વધે છે, જે ઇન્ફ્યુએન્ઝા વાઇરસની અસર ઘટાડે છે. તેને મર્યાદિત માત્રામાં ખાવી ફાયદાકારક છે કારણ કે, તે મનને ખુશ રાખવાની સાથે શરીરની રોગો સામે લડવાની ક્ષમતા પણ વધારે છે.

સ્વાસ્થ્યઃ વધતી ઉંમરની અસર ઘટાડે છે અને વજન કન્ટ્રોલ કરે છે

 • એક રિસર્ચ અનુસાર, બે અઠવાડિયાં સુધી દદરો ડાર્ક ચોકલેટ ખાવાથી સ્ટ્રેસ ઘટે છે. ચોકલેટ ખાવાથી સ્ટ્રેસ વધારતા હોર્મોન કન્ટ્રોલમાં આવે છે. તેને ઓક્સીડેટિવ સ્ટ્રેસ ઘટાડવા માટે બહુ પાવરફુલ માનવામાં આવે છે. તેના કારણે સોજો, ચિંતા અને ઇન્સુલિન વગેરે જેવી સમસ્યાઓ પેદા થાય છે.
 • વર્ષ 2010માં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, આ બ્લડ પ્રેશર ઘટાડે છે. યુરોપીય સોસાયટી ઓફ કાર્ડિયોલોજીના રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, ચોકલેટ ખાવાથી હૃદય સંબંધિત અનેક પ્રકારના રોગોથી બચી શકાય છે.
 • ઓસ્ટ્રેલિયન સંશોધકો દ્વારા વર્ષ2015માં કરવામાં આવેલા એક રિસર્ચ અનુસાર, આ માનસિક સ્વાસ્થ્ય માટે પણ બહુ ફાયદાકારક છે. કેલિફોર્નિયાની સેન ડિએગો યુનિવર્સિટીના એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, જે પુખ્ત વયની વ્યક્તિ નિયમિત રીતે ચોકલેટ ખાય તેમો બોડી માસ ઇન્ડેક્સ ચોકલેટ ન ખાતા લોકો કરતાં ઓછો રહે છે.
 • વૈજ્ઞાનિકોના જણઆવ્યાનુસાર, ચોકલ્ટમાં રહેલું કોકો ફ્લેનવોલ વધતી ઉંમરની અસરને ઝડપથી નથી દેખાવા દેતું. તેમજ, એક અમેરિકન રિસર્ચ અનુસાર, દરરોજ હોટ ચોકલેટના બપે કપ પીવાથી વૃદ્ધ લોકોનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે અને તેમની વિચારવાની શક્તિ પણ સારી બને છે.

શરૂઆતઃ યુરોપમાં મીઠાશ મળી હતી, રોયલ ડ્રિંકમાં સામેલ કરવામાં આવી હતી

 • પ્રારંભિક તબક્કામાં ચોકલેટનો ટેસ્ટ તીખો હતો. કોકોના બીજને ફોર્મેટ કરીને રોસ્ટ કરવામાં આવતા હતા અને ત્યારબાદ તેને ક્રશ કરવામાં આવતા હતા. ત્યારબાદ તેમાં પાણી, વેનિલા, મધ, મરચું અને અન્ય મસાલા નાખીને તેની પેસ્ટ બનાવવામાં આવતી હતી.
 • તે સમયે આ રોયલ ડ્રિંક ગણાતું હતું. પરંતુ ચોકલેટને મીઠાશ યુરોપ પહોંચીને મળી. યુરોપમાં સૌપ્રથમ સ્પેનમાં ચોકલેટ પહોંચી હતી. સ્પેનનો ખોજી હર્નેન્ડોકોર્ટેસ એજટેકના રાજા માન્તેજુમાના દરબારમાં પહોંચ્યો હતો અને તેણે પહેલીવાર ચોકલેટ રજૂ કરી હતી.

સફરઃ ઇતિહાસ 4 હજાર વર્ષ જૂનો છે

 • ચોકલેટનો ઇતિહાસ લગભગ 4000 વર્ષ જૂનો છે. કેટલાક લોકોનું તો એટલે સુધી કહેવું છે કે, ચોકલેટ બનાવતું કોકો વૃક્ષ અમેરિકાના જંગલોમાં પહેલીવાર શોધાયું હતું. જો કે, હવે આફ્રિકામાં વિશ્વના 70% કોકો મળી આવે છે.
 • કહેવામાં આવે છે કે, ચોકલેટની શરૂઆત મેક્સિકો અને મધ્ય અમેરિકાના લોકોની હતી. વર્ષ 1528માં સ્પેને મેક્સિકો પર કબજો કરી લીધો. પરંતુ રાજા જ્યારે પરત સ્પેન આવ્યો ત્યારે તે તેની સાથે કોકોના બીજ અને સામગ્રી લઈ આવ્યો. ટૂંક સમયમાં જ આ ત્યાંના લોકોને ભાવી ગયા અને ધનવાન લોકોનું તે મનપસંદ ડ્રિંક બની ગયું.

બિઝનેસઃ 5 વર્ષમાં 58% ચોકલેટનો વ્યવસાય વધ્યો
એક રિસર્ચમાં જાણવામળ્યું છે કે, પુરુષો કરતાં મહિલાઓ 25% વધારે ચોકલેટ ઓનલાઇન મગાવે છે. ભારતમાં ચોકલેટનો વ્યવસાય છેલ્લા થા વર્ષોમાં બહુ વધ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, જે ઝડપથી આ તેનો બિઝનેસ વધઅયો છે તો ભારતમાં વર્ષ 2023 સુધીમાં આ5.01 કરોડ અમેરિકન ડોલર એટલે કે 500 કરોડ રૂપિયાથી વધુ થઈ જશે. વર્ષ 2017માં ચોકલેટનું કન્ઝમ્પશન 19.3 કરોડ કિલો રહ્યું. તેમજ, ચોકલેટના ઓનલાઇન વ્યવસાયની વાત કરીએ તો વર્ષ 2012થી 20177 દરમિયાન ઓનલાઇન રિટેલ કમ્પાઉન્ડ ગ્રોથ રેટ 57.9% રહ્યો. જેની વેલ્યૂ 2.44 કરોડ રૂપિયા રહી.

અન્ય સમાચારો પણ છે...