• Home
  • Coronavirus
  • China is trying to prevent the virus without a vaccine, the drug will be ready by the end of the year with the help of antibodies

કોરોનાની દવા / વેક્સીન વગર વાઈરસને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે ચીન, એન્ટિબોડીની મદદથી દવા વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જશે

X

  • બેઇજિંગ એડવાન્સ ઇનોવેશન સેન્ટર ફોર જીનોમિક્સના ડાયરેક્ટર સુને શી દવા તૈયાર કરી રહ્યા છે
  • આ દવાનું પ્રાણીઓ પર ટ્રાયલ સફળ રહ્યું, તે વર્ષના અંત સુધીમાં દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવામાં આવશે

દિવ્ય ભાસ્કર

May 20, 2020, 02:48 PM IST

બેઇજિંગ. ચીનના એક વૈજ્ઞાનિકે દાવો કર્યો છે કે, તેઓ એક એવી દવા બનાવી રહ્યા છે જે વેક્સીન વગર કોરોનાવાઈરસને અટકાવામાં સક્ષમ છે. આ દવા વર્ષના અંતમાં સુધીમાં દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેને બેઇજિંગ એડવાન્સ ઇનોવેશન સેન્ટર ફોર જીનોમિક્સના ડિરેક્ટર સુને શીએ તૈયાર કરી છે. તેમના જણાવ્યા પ્રમાણે, દવા માનવ ઈમ્યુન સિસ્ટમમાં ઉત્પન્ન એન્ટિબોડીનો ઉપયોગ કરીને વાઈરસની સામે લડે છે. 

પ્રાણીઓ પર દવાનું ટ્રાયલ સફળ રહ્યું
દવાની તપાસ પેકિંગ યુનિવર્સિટીમાં કરવામાં આવી રહી છે. સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે, દવાથી દર્દી ઓછા સમયમાં સાજો થઈ જાય છે અને વાઈરસની સામે લડવા માટે શોર્ટ ટર્મ ઈમ્યુનિટી પણ વિકસિત થાય છે. સંશોધનકર્તા સુને શીના જણાવ્યા પ્રમાણે, દવાનું ટ્રાયલ પ્રાણીઓ પર કરવામાં આવ્યું હતુ જે સફળ રહ્યું છે. 

દવા અને એન્ટિબોડી સાથે મળીને વાઈરસની સામે લડે છે
સંશોધનકર્તા સુને શીના જણાવ્યા પ્રમાણે, જ્યારે અમે એન્ટિબોડી સંક્રમિત ઉંદરોમાં ઈન્જેક્ટ કરી તો 5 દિવસ બાદ વાઈરસ 2500 ગણો ઘટી ગયો હતો. તેનો અર્થ એ છે કે, દવામાં સારવાર કરવાની ક્ષમતા છે. શરીરની ઈમ્યુન સિસ્ટમ ન્યુટ્રિલાઈઝિંગ એન્ટિબોડી બનાવે છે, આ દવા એન્ટિબોડીનો ઉપયોગ કરીને વાઈરસથી સંક્રમિત કોષોને નષ્ટ કરે છે. 

ઓછા સમયમાં સાજા થઈ જાય છે
સાઈન્ટિફિક જર્નલ સેલમાં પ્રકાશિત રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, એન્ટિબોડીના કારણે બીમારીથી સાજા થવામાં ઓછો સમય લાગે છે. સંશોધનકર્તા સુને શીના જણાવ્યા પ્રમાણે, અમારી ટીમ સિંગલ સેલ જિનોમિક્સ પર કામ કરી રહી છે. તે ન્યુટ્રિલાઈઝિંગ એન્ટિબોડીને શોધવાની સૌથી સારી રીત છે. 

ઓસ્ટ્રેલિયામાં ટ્રાયલ થશે
સંશોધનકર્તાના જણાવ્યા પ્રમાણે, ટૂંક સમયમાં ક્લિનિકલ ટ્રાયલ શરૂ થશે. ચીનમાં કોરોનાના કેસ ઓછા થઈ ગયા હોવાથી ઓસ્ટ્રેલિયામાં ટ્રાયલ કરવામાં આવશે. અહીં ડુક્કર પર ટ્રાયલ કરવામાં આવશે. એન્ટિબોડીની સાથે દવાનો ઉપયોગ વાઈરસને નષ્ટ કરવામાં યોગ્ય સાબિત થાય છે. તેનો ઉપયોગ HIV, ઈબોલા અને મર્સના સંક્રમણમાં પણ થયો હતો. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી