• Home
  • Coronavirus
  • Children can become carriers of the virus in large numbers, and schools need to be reconsidered

બાળકોમાં સંક્રમણ અંગે નવા રિસર્ચમાં ખુલાસો / બાળકો મોટા પ્રમાણમાં વાઈરસના વાહક બની શકે છે, સ્કૂલો ફરીથી શરૂ કરવા અંગે પુનર્વિચારણા કરવાની જરૂર

X

  • રિસર્ચ દરમિયાન કોરોના સંક્રમિત 145 લોકોના સ્વૉબનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું
  • તેમાંથી 46 બાળકો 5 વર્ષથી ઓછી ઉંમરનાં, 51 બાળકો 5થી 17 વર્ષનાં અને 18થી 65 વર્ષના 48 લોકોના સ્વૉબ લેવામાં આવ્યા

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 02:33 PM IST

લોકડાઉનના સમયગાળામાં સ્કૂલો ફરીથી શરૂ કરવા અંગે ચાલી રહેલી ચર્ચાની વચ્ચે અત્યાર સુધી એવું માનવામાં આવતું હતુ કે, કોરોનાવાઈરસ મોટી સંખ્યામાં નાનાં બાળકોને નથી થયો અને તેમનાથી અન્ય સુધી ફેલાયો નથી. જો ફેલાયો પણ છે, તો બહુ ઓછો. પરંતુ એક નવા રિસર્ચમાં ચોંકાવનારાં પરિણામ સામે આવ્યાં છે. તે અનુસાર, મોટાં બાળકો પણ કોરોનાવાઈરસના વાહક હોઈ શકે છે.

‘JAMA પિડીયાટ્રીક્સ’માં પ્રકાશિત આ રિસર્ચના મુખ્ય અને શિકાગો ખાતે એન એન્ડ રોબર્ટ એચ લોરી ચિલ્ડ્રેન્સ હોસ્પિટલના ચેપી રોગ નિષ્ણાત ડો. ટેલર હેલ્ડ-સાર્જેટના જણાવ્યા પ્રમાણે, આવા ઘણા કેસ સામે આવી રહ્યા છે. જો બાળકો બીમાર હોય અથવા બીમાર ન પડતા હોય તો, આપણે એવું ન સમજવું જોઈએ કે તેમનામાં વાઈરસ નથી.

145 લોકોના સ્વૉબ પર રિસર્ચ થયું
રિસર્ચ દરમિયાન કોરોના સંક્રમિત 145 લોકોના સ્વૉબનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. તેમાંથી 46 બાળકો 5 વર્ષથી ઓછી ઉંમરનાં, 51 બાળકો 5થી 17 વર્ષનાં અને 18થી 65 વર્ષના 48 લોકોના સ્વૉબ લેવામાં આવ્યાં. તેમાં ઓક્સિજન સપોર્ટની જરૂર હોય તેવાં બાળકોને સામેલ નહોતાં કરવામાં આવ્યાં.

મોટાભાગનાં બાળકોમાં તાવ અને ખાંસીનાં લક્ષણો હતાં. તપાસમાં જાણવા મળ્યું કે, બાળકોના શરીરમાં અન્ય લોકોની સરખામણીએ વધારે વાઈરસ હતો. આ ખુલાસા પછી સ્કૂલો ફરીથી શરૂ કરવા અંગે નવો વિવાદ ઉભો થઈ શકે છે. સેન્ટ ઝૂડ ચિલ્ડ્રન રિસર્ચ હોસ્પિટલના એક વાઇરોલોજિસ્ટ સ્ટેસી શુલ્ઝ ચેરીના જણાવ્યા પ્રમાણે, મેં ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા છે કે બાળકો સંવેદનશીલ અથવા સંક્રમિત નથી થતાં. પરંતુ આ સાચું નથી. આ રિસર્ચ આ વાતને સમજવા માટે મહત્ત્વપૂર્ણ છે કે, સંક્રમણ ફેલાવવામાં બાળકો કેવી રીતે ભૂમિકા નિભાવી રહ્યાં છે.

યુનિવર્સિટી ઓફ મેનિટોબાના વાયરોલોજિસ્ટ જેસન કિંડરચુકના જણાવ્યા પ્રમાણે, ‘હવે જુલાઈનો મહિનો પૂરો થઈ ગયો છો અને ઓગસ્ટ મહિનામાં સ્કૂલો ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, ત્યારે આ નિર્ણય પર પુનર્વિચારણા કરવાની જરૂર છે.

5 વર્ષથી ઓછા સંક્રમિત બાળકોના શરીરમાં 100 ગણો વધુ વાઈરસ
આ નવા રિસર્ચમાં જણાવ્યા પ્રમાણે, કોરોનાવાઈરસથી સંક્રમિત બાળકોનાં નાક અથવા ગળામાં એટલો જ વાઈરસ હોય છે, જેટલો એક યુવાનમાં. એટલે સુધી કે 5 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોની શ્વાસનળીમાં યુવાન વ્યક્તિની સરખામણીએ 100 ગણો વધુ વાઈરસ હોઈ શકે છે. આવી સ્થિતિમાં, નિષ્ણાતો તે વાતને લઈને ચિંતિત છે કે બાળકો કોરોનાવાઈરસના મહત્ત્વપૂર્ણ વાહક હોઈ શકે છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી