• Gujarati News
  • Coronavirus
  • British Scientists Develop Corona Inhaler, The Drug In It Will Reduce The Effect Of Corona On The Lungs And Prevent The Condition From Getting Worse

કોરોના અને ટેક્નિક:બ્રિટિશ વૈજ્ઞાનિકોએ કોરોના ઈન્હેલર બનાવ્યું, તેમાં રહેલી દવા ફેફસાં પર કોરોનાની અસરને ઘટાડીને સ્થિતિને ગંભીર બનતા અટકાવશે

2 વર્ષ પહેલા
  • ઈન્હેલર તૈયાર કરનારી બ્રિટનની સાઉથેમ્પ્ટન યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા પ્રમાણે, 120 દર્દીઓ પર ટ્રાયલ ચાલુ છે
  • સંશોધકોના જણાવ્યા મુજબ, ઈન્હેલરથી દવા સીધી ફેફસાં સુધી પહોંચે છે અને વાઈરસની અસર ઘટાડે છે

બ્રિટિશ વૈજ્ઞાનિકોએ ખાસ પ્રકારનું કોરોનાવાઈરસ ઈન્હેલર વિકસિત કર્યું છે જે સંક્રમિત દર્દીઓને વાઈરસ સામે લડવામાં મદદ કરશે. તેને તૈયાર કરનારી બ્રિટનની સાઉથેમ્પ્ટન યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા પ્રમાણે, ઈન્હેલરમાં એવા ડ્રગનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે સંક્રમણ બાદ ફેફસાં પર કોરોનાની અસરને ઘટાડે છે. ડ્રગનો કોડ SNG001 જણાવવામાં આવ્યો છે. 
ઇન્ટરફેરોન બીટા વાઈરસને અટકાવશે
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, ઈન્હેલરમાં રહેલી દવામાં ખાસ પ્રકારના પ્રોટીન છે જેને ઈન્ટરફેરોન બીટા કહેવામાં આવે છે. તે કુદરતી રીતે શરીરમાં ત્યારે બને છે જ્યારે વાઈરસ પહોંચે છે. કોરોના દર્દીઓને આપીને વાઈરસ સામે લડવામાં તમની મદદ કરી શકાશે. 

કોવિડ-19ના લક્ષણોમાં ઘટાડો આવ્યો
સંશોધકોના જણાવ્યા મુજબ, કોરોનાના 120 દર્દીઓ પર તેનું ટ્રાયલ શરૂ થઈ ગયુ છે. આ પ્રકારની સારવારનો ઉપયોગ મલ્ટીપલ સ્કેલેરોસિસમાં કરવામાં આવે છે. રિસર્ચ દરમિયાન જ્યારે હોંગકોંગમાં બીજી દવાઓની સાથે આ ડ્રગનો ઉપયોગ કોરોના દર્દીઓ પર કરવામાં આવ્યો તો તેમના લક્ષણોમાં ઘટાડો થયો હતો. 

આવી રીતે કામ કરે છે દવા
સંશોધનકારોના જણાવ્યા પ્રમાણે, જ્યારે દર્દી ઈન્હેલરથી ડ્રગ ખેંચે છે ત્યારે તે સીધી ફેફસાં સુધી પહોંચે છે અને વાઈરસની અસરને ઘટાડે છે. દર્દીઓની સ્થિતિને ગંભીર બનતા અટકાવે છે. ટ્રાયલ સફળ થવા પર વર્ષના અંત સુધી તેના લાખો ડોઝ તૈયાર કરવામાં આવશે.  

આ રીતે ટ્રાયલ થશે
સંશોધકોના જણાવ્યા પ્રમાણે, ટ્રાયલ દરમિયાન કોરોના પીડિતોના લક્ષણો દેખાવાના 72 કલાકની અંદર ઈન્હેલર ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમને એક દિવસમાં એક ડોઝ આપવામાં આવશે. તેમના શરીરમાં ઓક્સિજનનું સ્તર અને તાપમાન પર નજર રાખવામાં આવશે. ડોક્ટર 14 દિવસ સુધી તેની અસર જોશે. ટ્રાયલમાં મોટાભાગના 50થી વધુ ઉંમરના વૃદ્ધો સામેલ કરવામાં આવ્યા છે. 

જુલાઈમાં પરિણામો સામે આવશે
100 દર્દીઓ પર ટ્રાયલ પૂર્ણ થશે ત્યારે જુલાઈમાં પરિણામો જાહેર કરવામાં આવશે. સંશોધનકર્તા નિક ફ્રેસિસના જણાવ્યા પ્રમાણે, કોરોના દર્દીઓને યોગ્ય સારવારની જરૂર છે જે બીમારીના સમયગાળાને ઘટાડીને લક્ષણોને ગંભીર બનતા અટકાવી શકે. 

અન્ય સમાચારો પણ છે...