તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બ્રિટિશ સંશોધકોનો દાવો:એન્ટિ-કોવિડ સ્પ્રે 48 કલાક સુધી કોરોનાથી બચાવશે, નાકમાં છાંટવાવાળો આ સ્પ્રે ટૂંક સમયમાં માર્કેટમાં મળશે

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બ્રિટનની બર્મિંગહામ યુનિવર્સિટીનો દાવો, કહ્યું, આ સ્પ્રે નાકમાં એક લેયર બનાવશે
  • કોરોના નાકમાં પહોંચ્યા પછી આ લેયર તેને કવર કરશે અને વાઈરસને બહાર ફેંકશે

બ્રિટનમાં ટૂંક સમયમાં એન્ટિ-કોવિડ નેઝલ સ્પ્રે માર્કેટમાં ઉપલબ્ધ કરાવવામાં આવી શકે છે. આ સ્પ્રેની મદદથી નાક સુધી દવા પહોંચાડવામાં આવશે જે 48 કલાક સુધી મનુષ્યને કોરોનાથી બચાવશે. સ્પ્રેમાં એવા કેમિકલનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે મનુષ્યના કોષોને જોડવાની કોરોનાની ક્ષમતાને કમજોર કરે છે.

આ પ્રોજેક્ટ પર કામ કરનારી બ્રિટનની બર્મિંગહામ યુનિવર્સિટીના જણાવ્યા પ્રમાણે, સ્પ્રેનો ઉપયોગ હાઈ રિસ્ક ઝોનમાં રહેતા લોકો પર કરવામાં આવી શકે છે, જેમ કે, હેલ્થકેર વર્કર, ફ્લાઈટ્સ અથવા ક્લાસરૂમ.

કેવી રીતે કામ કરશે એન્ટિ-કોવિડ સ્પ્રે

  • સ્પ્રેમાં કેરેજેનન અને ગેલેન જેવા રસાયણોનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે સ્પ્રેને ઘટ્ટ બનાવે છે. દાવો છે કે આ કેમિકલ મનુષ્ય માટે સુરક્ષિત છે અને તેનો ઉપયોગ કરવા માટે મંજૂરી મળી ગઈ છે.
  • આ રિસર્ચ સાથે સંકળાયેલા ડૉ. રિસચર્ડ મોએક્સના જણાવ્યા પ્રમાણે, સ્પ્રેમાં એવા રસાયણો છે જેનો ઉપયોગ સામાન્ય રીતે ફૂડ અને મેડિસિનમાં કરવામાં આવે છે. ગેલેન રસાયણ નાકની અંદર પહોંચીને એક લેયર બનાવે છે.
  • લેયર બન્યા બાદ જો કોરોનાવાઈરસ નાકમાં પહોંચે છે તો આ લેયર વાઈરસને કવર કરશે અને છીંક અથવા કોઈ આંકચાથી વાઈરસને નાકમાંથી બહાર ફેંકી દે છે અથવા મનુષ્ય ગળી જાય છે પરંતુ શરીરને કોઈ નુકસાન નથી થતું.

સ્પ્રે બાદ પણ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું પડશે
ડૉ. રિચર્ડના જણાવ્યા પ્રમાણે, સ્પ્રે કર્યા બાદ પણ વ્યક્તિએ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને હેન્ડવોશ કરવાની કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું પડશે. ડૉ. સિમોન ક્લાર્કના જણાવ્યા પ્રમાણે, કોરોનાના લક્ષણો ત્યારે દેખાય છે જ્યારે તે ફેફસાં સુધી પહોંચી જાય છે પરંતુ નવો સ્પ્રે વાઈરસને ફેફસાં સુધી નહીં પહોંચવા દે.

આ સ્પ્રે સંક્રમણને અટકાવવાનું કામ કરશે પરંતુ કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવું એટલા માટે જરૂરી છે કેમ કે, કોરોના મોં અથવા આંખોથી પણ શરીરમાં પ્રવેશ કરી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો