• Home
  • Coronavirus
  • America: Corona effect based on income, race, age; In New York, Brooklyn twice as many poor people die as rich people

ન્યૂયોર્ક ટાઈમ્સમાંથી / અમેરિકાઃ આવક, જાતિ, વયના આધારે કોરોનાની અસર; ન્યૂયોર્ક, બ્રુકલીનમાં ગરીબ લોકોનાં મૃત્યુની સંખ્યા શ્રીમંત લોકો કરતાં બમણી

America: Corona effect based on income, race, age; In New York, Brooklyn twice as many poor people die as rich people
X
America: Corona effect based on income, race, age; In New York, Brooklyn twice as many poor people die as rich people

  • ન્યૂયોર્ક હેલ્થ ડિપાર્ટમેન્ટના રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, લેટિન અમેરિકાના લોકોના સૌથી વધારે મૃત્યુ
  • ગરીબ વિસ્તારોમાં એક લાખ લોકો દીઠ મૃત્યુની સંખ્યા 232 છે, જ્યારે સમૃદ્ધ વિસ્તારોમાં આ આંકડો 100ની આસપાસ છે

દિવ્ય ભાસ્કર

May 21, 2020, 08:13 PM IST

અમેરિકામાં આવક, જાતિ, વય પ્રમાણે કોરોના સંક્રમણ જોવા મળી રહ્યું છે. સંક્રમણના કારણે થતા મૃત્યુની સંખ્યા અને હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યાને ક્ષેત્ર અનુસાર જોશો, તો તમને ખ્યાલ આવશે કે તેમાં કેટલી અસમાનતા છે. સમૃદ્ધ વિસ્તારોમાં ચેપ અને મૃત્યુની સંખ્યા ઓછી છે, જ્યારે ગરીબ વિસ્તારોમાં મૃત્યુની સંખ્યા લગભગ બમણી છે 

એટલું જ નહીં, કોરોનાએ વંશીય અને જાતિ બંનેથી લોકોને પ્રભાવિત કર્યા છે. ન્યૂયોર્કના સ્વાસ્થ્ય વિભાગે ન્યૂયોર્કના વિવિધ વિસ્તારો માટેના ઝીપ કોડના આધારે એક રિપોર્ટ બહાર પાડ્યો છે, જેમાં આ બધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

ન્યૂયોર્ક અને બ્રુકલીનમાં કોરોનાની અસર વચ્ચેનો તફાવત
રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ગરીબ વિસ્તારોમાં એક લાખ લોકો દીઠ મૃત્યુની સંખ્યા 232 છે, જ્યારે સમૃદ્ધ માનવામાં આવતા વિસ્તારોમાં, આંકડો 100 ની આસપાસ છે, એટલે કે તેનાથી અડધો. ખાસ કરીને ન્યૂયોર્ક અને બ્રુકલીનમાં, કોરોનાની અસરમાં મોટો તફાવત છે.

ન્યૂયોર્કમાં લેટિન અમેરિકાના લોકો સૌથી વધુ મૃત્યુ પામ્યા છે 
બ્રોક્સમાં કોરોનાવાઈરસના કેસ, હોસ્પિટલમાં દાખલ લોકો અને મૃત્યુનો સૌથી વધુ દર છે. તેમજ વંશીય અને જાતિના હિસાબથી ન્યૂયોર્કમાં લેટિન અમેરિકાના લોકો સૌથી વધુ મૃત્યુ પામ્યા છે. તે ઉપરાંત ઉંમર પણ એક મોટું પરિબળ છે. જ્યાં મહત્તમ મૃત્યુ થયા છે, ત્યાં એક મોટી આબાદી 65 વર્ષથી વધુની વયની છે.

મધ્યમ આવકવાળા પરિવારોમાં વધુ મૃત્યુ
ન્યૂયોર્ક સિટી હેલ્થ ડિપાર્ટમેન્ટના જણાવ્યા પ્રમાણે, અશ્વેત અને લેટિન અમેરિકાના બહુમતીવાળા વિસ્તારોમાં વધુ મોત થયા છે. અહીં મોટાભાગે નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા પરિવાર છે. પિન કોડ ડેટામાં ફક્ત તે જ કેસ સામેલ છે જે કોરોના ટેસ્ટમાં પોઝિટિવ મળ્યાં છે.

સૌથી વધારે મૃત્યુ બ્રુકલીનના ગરીબ વિસ્તારોમાં, સૌથી ઓછા મૃત્યુ મેનહટ્ટનમાં 
બ્રુકલીનના સ્ટારરેટ સિટીના નામથી પ્રખ્યાત સ્પ્રિંગ ક્રિક ટાવર્સમાં સૌથી વધારે મૃત્યુ દર છે. અહીં એક લાખ લોકો દીઠ 612 મૃત્યુ થાય છે. ક્વીંસમાં 445, જ્યારે બ્રોંક્સમાં આ આંકડો 429 છે. તો મેનહટ્ટન જેવા સમૃદ્ધ વિસ્તારોમાં મૃત્યુ દર ઓછો છે. સૌથી ઓછો મૃત્યુ દર ધરાવતા વિસ્તારો મેનહટ્ટનમાં છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી