તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીમાં આત્મનિર્ભરતા:100 દેશના રાજદૂત સિરમ ઈન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે

મુંબઈ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના બાદ રસીની ચાલતી શોધ વચ્ચે ભારતની તબીબી ક્ષમતા પર વિશ્વનો રસ વધી રહ્યો છે

ભારત વિશ્વની લેબોરેટરી બની રહ્યું છે. ભારતની મેડિકલ ક્ષમતા પર વિશ્વનો રસ વધી રહ્યો છે. સ્વીડને પહેલાં જ વિશ્વની લેબોરેટરી તરીકે ભારતની ભૂમિકાને માન્ય કરી છે અને હવે સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈંડિયા અને જેનોવા બાયોફાર્માની મુલાકાત લેવા માટે 100 દેશોના પ્રતિનિધિઓ 4 ડિસેમ્બરના પુણે આવી રહ્યા છે. કોવિડ-19 રોગચાળાના ફેલાવાને ધ્યાનમાં લેતા આરોગ્ય અને જીવન વિજ્ઞાન ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવશે.

દરમિયાન પોર્ટેબલ વેક્સિન રેફ્રિજરેશન ઉપકરણો તૈયાર કરવા લક્ઝેમ્બર્ગની કંપની બી સિસ્ટમ્સ ભારત સાથે ભાગીદારી કરી રહી છે. ભારતમાં રસી વિતરણના કામ માટે આ ઉપકરણ ઉપયોગી થશે. 19 નવેમ્બરના લક્ઝેમ્બર્ગના વડાપ્રધાન ઝેવિયર બેટેલ સાથે વિડિયો કોન્ફરન્સ થકી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી વાતચીતનું આ ફળ છે. વૈશ્વિક સ્તરે કોવિડ-19ની સારવાર માટે રસી બનાવવાની સ્પર્ધા ચાલુ છે ત્યારે રસીના નિર્માણ અને ઉત્પાદન એમ બંને ક્ષેત્રે ભારત પોતાના પગ પર ઊભું છે એમ દેખાય છે.

દેશની ઓછામાં ઓછા 5 દવા કંપનીઓ રસી બનાવવામાં વ્યસ્ત છે ત્યારે ઓક્સફર્ડ એસ્ટ્રોઝેનેકાને બનાવેલી કોવિશિલ્ડ રસીના મોટા પ્રમાણમાં ઉત્પાદન માટે પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટની પસંદગી કરવામાં આવી છે. આ માગ પૂરી કરવા માટે સરકારે કોવિડ-19 રસી ઉત્પાદન અને વિતરણ યંત્રણા શરૂ કરી છે, એમ પીઆઈબીના અહેવાલમાં જણાવાયું છે. ભારતમાં રસી બનાવવાના કામની પ્રગતિ પર વડાપ્રધાન મોદી જાતે ધ્યાન આપી રહ્યા છે.

અમદાવાદની ઝાયડસ, પુણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ અને હૈદરાબાદની ભારત બાયોટેક એમ ત્રણ ઠેકાણે વડાપ્રધાને શનિવારે મુલાકાત કરી. પુણેની જેનોવા બાયોફાર્મા, બાયોલોજીકલ ઈ અને હૈદરાબાદની ડો. રેડ્ડીઝ ખાતે ચાલી રહેલ રસી બનાવવાના કામની પ્રગતિનો તેમણે કયાસ લીધો હતો.

5 રસીનું પરીક્ષણ ચાલુ
કોવિડ-૧૯ની સારવાર માટે રસી બનાવવા ઈંડિયન ડિપાર્ટમેંટ ઓફ બાયોટેકનોલોજી રિસર્ચ એન્ડ ડેવલપમેંટને આ અનુદાન આપવામાં આવશે અને આરોગ્ય સંબંધી જરૂરી રેગ્યુલેટરી મંજૂરીઓ મેળવીને સાર્વજનિક આરોગ્ય યંત્રણા અંતર્ગત આ રસી વહેલાસર ઉપલબ્ધ થાય એ માટે પ્રયત્નો કરવામાં આવશે. બાયોટેકનોલોજી વિભાગે અત્યાર સુધી શિક્ષણ અને ઉદ્યોગ એમ બંને સ્તરે કુલ 10 રસીને ટેકો આપ્યો છે અને અત્યાર સુધી 5 રસીઓની માનવી ચકાસણી (હ્યુમન ટેસ્ટ) ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...