તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Coronavirus
 • Advanced Trial Of Vaccine Approved In India, Serum Institute To Start Second And Third Phase Trials

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓક્સફોર્ડની વેક્સીન પર મોટી અપડેટ:ભારતમાં વેક્સીનના એડવાન્સ ટ્રાયલની મંજૂરી મળી, સીરમ ઈન્સ્ટિટ્યૂટ બીજા અને ત્રીજા તબક્કાનું ટ્રાયલ શરૂ કરશે

9 મહિનો પહેલા
 • વેક્સીનનું ટ્રાયલ બ્રિટન, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં શરૂ, દેશમાં પહેલા તબક્કાનું ટ્રાયલ મુંબઈ અને પુણેમાં ઓગસ્ટના અંત સુધીમાં શરૂ થશે
 • દેશમાં વેક્સીન કોવિશીલ્ડના નામથી લોન્ચ થશે, વર્ષના અંત સુધીમાં ઉપલબ્ધ થશે

દેશમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સીન તૈયાર કરનારી અને ટ્રાયલ કરનારી સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને તેના માટે એડવાન્સ ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાની તરફથી પરવાનગી મળ્યા બાદ હવે સીરમ ઈન્સ્ટિયૂટ દેશમાં બીજા અને ત્રીજા તબક્કાની વેક્સની ટ્રાયલ શરૂ કરી શકે છે.

ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા કંપની ભારતની સીરમ ઈન્સ્ટિટ્યૂટની સાથે મળીને વેક્સીનને તૈયાર કરી રહી છે. ભારતમાં આ વેક્સીન કોવિશીલ્ડ (AZD1222)ના નામથી લોન્ચ કરવામાં આવશે. આ વેક્સીનનો સપ્લાય ભારત સહિત 60 બીજા દેશોમાં થશે. કંપની દ્વારા બનાવવામાં આવેલી વેક્સીન 50 ટકા ભારત માટે હશે.

ભારતમાં 1600 વોલન્ટિયર્સ હશે
ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, સીરમ ઈન્સ્ટિટ્યૂટનું ટ્રાયલ દેશમાં 18 જગ્યાએ થશે. તેમાં 1600 વોલન્ટિયર્સ સામેલ થશે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ડ્રગ કંટ્રોલરની પરવાનગી બાદ વેક્સીન તૈયાર કરવાનું કામ ઝડપી થઈ શકશે.

મોટાપાયે ટ્રાયલ થશે
નેશનલ બાયોફાર્મા મિશન એન્ડ ગ્રાન્ડ ચેલેન્જ ઈન્ડિયા પ્રોગ્રામ અંતર્ગત સરકાર અને મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશનની વચ્ચે એક કરાર થયો છે. આ પ્રોગ્રામ અંતર્ગત વેક્સીના મોટાપાયે ટ્રાયલ માટે ઘણી ઈન્સ્ટિટ્યૂટની પસંદગી કરવામાં આવી છે. તેમાં હરિયાણાની પલવલની INCLEN ટ્રસ્ટ ઈન્ટરનેશનલ, પુણેની KEM હોસ્પિટલ, હૈદરાબાદની સોસાયટી ફોર હેલ્થ એલાયડ રિસર્ચ એન્ડ એજ્યુકેશન, ચેન્નઈની નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ એપિડેમિયોલોજી અને વેલ્લોરની ક્રિશ્ચિયન મેડિકલ કોલેજ સામેલ છે.

તે ઉપરાંત AIIMS દિલ્હી-જોધપુર, પુણેની બી.જે મેડિકલ કોલેજ, જહાંગીર હોસ્પિટલ અને ભારતી હોસ્પિટલ, પટનાની રાજેન્દ્ર મેમોરિયલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, મૈસુરની જેએસએસ એકેડમી અને હાયર એજ્યુકેશન એન્ડ રિસર્ચ, ગોરખપુરની નહેરુ હોસ્પિટલ, વિશાખાપટ્ટનમની આંધ્ર મેડિકલ કોલેજ અને ચંડીગઢની પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચને પણ સામેલ કરવામાં આવી શકે છે.

બ્રિટન, આફ્રિકા અને બ્રાઝિલમાં ટ્રાયલ
અત્યારે આ વેક્સીનનું ટ્રાયલ બ્રિટન, સાઉથ આફ્રિકા, અને બ્રાઝિલમાં શરૂ થઈ ગયું છે. દેશમાં તેનું ટ્રાયલ મુંબઈ અને પુણેમાં ઓગસ્ટના અંત સુધીમાં શરૂ થશે. ભારતમાં આ વેક્સીન કોવિશીલ્ડ નામથી લોન્ચ થશે. કંપનીના સીઈઓ અદર પૂનાવાલાના જણાવ્યા પ્રમાણે, જો ટ્રાયલ સફળ રહેશે તો 2021ના પહેલા ક્વાર્ટર સુધી વેક્સીનના 30થી 40 કરોડ ડોઝ તૈયાર કરવામાં આવશે. વેક્સીન આ વર્ષના અંત સુધીમાં આવી શકે છે.

અત્યાર સુધી વેક્સીન અસરકારક સાબિત થઈ
મેડિકલ જર્નલ ધ લાન્સેટમાં પ્રકાશિત રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, આ વેક્સીન સંપૂર્ણ રીતે સુરક્ષિત અને અસરકારક છે. આ જાણકારી બાદ ઓક્સફોર્ડની વેક્સીન ફ્રંટરનર વેક્સીનની લિસ્ટમાં આગળ આવી ગઈ છે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીની તરફથી કરવામાં આવેલી ટ્વીટમાં જણાવ્યા પ્રમાણે, AZD1222 નામની આ વેક્સીન આપ્યા બાદ સારો ઈમ્યુન રિસ્પોન્સ મળ્યો છે. વેક્સીન ટ્રાયલમાં રોકાયેલી ટીમ અને ઓક્સફોર્ડની મોનિટરિંગ ટીમને આ વેક્સીનની સુરક્ષા અંગે કોઈ ચિંતા જોવા મળી ન હતી અને તેને જોરદાર રિસ્પોન્સ મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો