તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Coronavirus
  • A Third Wave Of Corona Is Expected Next Month, The NIDM Report Said, Citing A Number Of Suggestions, Including Vaccination Of Children.

ત્રીજી લહેરનું જોખમ:આવતા મહિને આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, રોજના 6 લાખ લોકો સંક્રમિત થઈ શકે, NIDM રિપોર્ટમાં ઘટસ્ફોટ

નવી દિલ્હી7 દિવસ પહેલા
NIDM દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ઓક્ટોબરમાં ત્રીજી લહેર આવવાની આશંકા જણાવવામાં આવી છે.
  • ઓક્ટોબરમાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા
  • બાળકોનું ખાસ ધ્યાન રાખવાની સૂચના અપાઈ

કોરોનાના ઘટતા કેસો વચ્ચે નવી આશંકાએ ચિંતા વધારી છે. નિષ્ણાતોના મતે ઓક્ટોબરમાં દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવવાની આશંકા છે. ગૃહ મંત્રાલયની સૂચનાઓ પર નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (NIDM) દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં ઓક્ટોબરમાં ત્રીજી લહેર આવવાની આશંકાની વાત કરવામાં આવી છે. આ રિપોર્ટમાં ત્રીજી લહેર દરમિયાન બાળકો પ્રત્યે વધુ સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો દેશમાં વેક્સિનેશનની ઝડપ વધારવામાં નહીં આવે તો ત્રીજી લહેરમાં સંક્રમિતોની સંખ્યા દરરોજ 6 લાખ સુધી પહોંચી શકે છે.

ત્રીજી લહેર દરમિયાન બાળકો વિશે વધુ સાવચેત રહેવાની જરૂર
NIDM દ્વારા આ રિપોર્ટ નિષ્ણાતો સાથે વાતચીત કર્યા બાદ તૈયાર કરવામાં આવ્યો છે અને એમાં કોરોનાના ફેલાવા સાથે સંબંધિત પાસાઓ અને નિવારણ માટેના ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં એવું કહેવામાં આવે છે કે ત્રીજી લહેર દરમિયાન બાળકો વિશે વધુ સાવચેત રહેવાની જરૂર છે અને બાળકોને પ્રાથમિકતા પર વેક્સિન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બીજા રોગથી અસરગ્રસ્ત બાળકોને પ્રાધાન્ય આપવું પડશે તેમજ શિક્ષકોનું, શાળાના કર્મચારીઓનું વેક્સિનેશન ફરજિયાત બનાવવું પડશે. રિપોર્ટમાં એવું પણ છે કે બાળકોની સંભાળ રાખવા માટે હોસ્પિટલને એલર્ટ મોડમાં રાખવા માટેની વાત પણ કહેવામાં આવી છે કે જો બાળક સંક્રમિત થાય તો માતા-પિતા માટે હોસ્પિટલમાં રહેવાની વ્યવસ્થા કરવી જોઈએ. રિપોર્ટમાં બાળકોને વેક્સિન આપતી વખતે વધારાની સાવચેતી રાખવાની સલાહ પણ આપવામાં આવી છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 43,263 કેસ નોંધાયા
કોરોનાની ત્રીજી લહેરના ભય વચ્ચે ગઈકાલની સરખામણીમાં ગુરુવારે પાંચ હજારથી વધુ કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 43,263 કેસ નોંધાયા છે અને 338 લોકોનાં મોત થયાં છે, જ્યારે 40,567 દર્દી સ્વસ્થ થયા બાદ ઘરે પરત ફર્યા છે. દેશમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 3,93,614 છે, જ્યારે દેશમાં કુલ મૃતકોની સંખ્યાની વાત કરીએ તો એ વધીને 4,41,749 થઈ ગઈ છે અને અત્યારસુધી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 3,23,04,618 થઈ ગઈ છે.

કેરળમાં કોરોનાનો સૌથી વધુ પ્રકોપ
કેરળમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30,196 કેસ નોંધાયા છે અને 181 લોકોનાં મોત થયાં છે. બુધવારે કેરળમાં કોરોનાના 25,772 કેસ નોંધાયા હતા અને 189 લોકોનાં મોત થયાં હતાં. જણાવી દઈએ કે ભારતનાં બે રાજ્યો કેરળ અને મહારાષ્ટ્રમાં અત્યારે સૌથી વધુ પોઝિટિવિટી રેટ છે. કેરળના સાત જિલ્લા (એર્નાકુલમ, ત્રિશૂર, કોઝિકોડ, પલક્કડ, કોલ્લમ અને કોટ્ટાયમ)માં દરરોજ 2000થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ફરી એકવાર મુંબઈમાં કોરોનાના કેસમાં ઝડપી વધારો જોવા મળી રહ્યો છે. બુધવારે અહીં કોરોનાના 532 નવા કેસ નોંધાયા હતા. આ કેસ છેલ્લા કેટલાક સપ્તાહમાં મુંબઈમાં વધતા કોરોના કેસોનો વૃદ્ધિદર દર્શાવે છે.

દિલ્હીમાં એક્ટિવ કેસ 400ને પાર
જ્યારે રાજધાની દિલ્હીમાં કોરોનાના 41 નવા કેસ નોંધાયા હતા અને આ સમયગાળા દરમિયાન કોઈનું મૃત્યુ થયું નથી. જોકે રાજધાનીમાં સક્રિય કેસ ફરી એકવાર 400ને પાર કરી ગયા છે. હવે દિલ્હીમાં સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 14,38,082 થઈ ગઈ છે અને અત્યારસુધીમાં 25,083 લોકો આ જીવલેણ રોગને કારણે મૃત્યુ પામ્યા છે.

8 સપ્ટેમ્બર સુધી 71 કરોડથી વધુ વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા હતા
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 8 સપ્ટેમ્બર સુધી છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોરોનાની વેક્સિનના 86,51,701 ડોઝ આપવામાં આવ્યા હતા, ત્યાર બાદ વેક્સિનેશનની કુલ સંખ્યા 71,65,97,428 થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...