તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Coronavirus
 • A 64 year old Chinese Woman Has Been Diagnosed With Coronavirus In Her Eyes 2 Months After Her Recovery.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના આંખો સુધી પહોંચ્યો:64 વર્ષની ચીનની મહિલામાં રિકવરીના 2 મહિના પછી આંખોમાં કોરોનાવાઈરસ મળ્યો, દુખાવાનો સામનો કરી રહેલી મહિલાની આંખોની બે વખત સર્જરી થઈ

7 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જાન્યુઆરીમાં સંક્રમણ થયું અને ફેબ્રુઆરીમાં બે વખત રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ મહિલાને ડિસ્ચાર્જ કરવામાં આવી
 • ડિસ્ચાર્જ કર્યાના એક સપ્તાહ બાદ આંખોમાં દુખાવો શરૂ થયું, માર્ચ અને એપ્રિલમાં આંખોની સર્જરી થઈ

ચીનમાં કોરોનાનો બીજો અજીબોગરીબ કેસ સામે આવ્યો છે. 64 વર્ષની વૃદ્ધ મહિલા કોરોનાથી સ્વસ્થ થઈ. તેના બે મહિના બાદ કોરોનાવાઈરસ તેની આંખોમાં મળ્યો. ચીનમાં આ કેસ ઘણો ચર્ચામાં છે. ઘણા રિસર્ચમાં સાબિત થયું છે કે, આંખોમાં લાલાશ અથવા સોજો દેખાય તો સાવધાન થઈ જવું. તે કોરોનાનાં લક્ષણો હોઈ શકે છે. વાંચો તે મહિલાની સંપૂર્ણ કહાની...

મહિલા જાન્યુઆરીમાં સંક્રમિત થઈ
સતત પાંચ દિવસ સુધી સુકી ઉધરસ અને નવ દિવસ સુધી ડાયેરિયાના લક્ષણો દેખાયા બાદ મહિલાને 31 જાન્યુઆરી 2020ના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. તેને તાવ પણ આવતો હતો. ચેસ્ટ સીટી સ્કેન કરવા પર ફેફસામાં સંક્રમણની અસર જોવા મળી. ત્યારબાદ નાકમાંથી સેમ્પલ લેવામાં આવ્યું અને તપાસમાં કોરોનાની પુષ્ટિ થઈ. પરંતુ તે દરમિયાન કોઈ ગંભીર સમસ્યાઓ જોવા મળી ન હતી અને ન તો આંખોમાં કોઈ સમસ્યા હતી.

ફેબ્રુઆરીમાં બે વખત રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવી
18 અને 20 ફેબ્રુઆરીએ તપાસ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેને ડિસ્ચાર્જ કરવામાં આવી. લગભગ 8 દિવસ બાદ તેની જમણી આંખમાં દુખાવો થવા લાગ્યો. 28 ફેબ્રુઆરી સુધી આંખોમાં સતત દુખાવો વધતો રહ્યો અને ઓછું દેખાવા લાગ્યું. જ્યારે દુખાવો વધી ગયો તો મહિલા હોસ્પિટલ પહોંચી.

8 માર્ચના રોજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી. ડોક્ટરને જાણવા મળ્યું કે, મહિલા ગ્લૂકોમા અટેકથી પીડિત હતી. આંખોમાં દબાણના કારણે દુખાવો થાય છે. પહેલા દવાઓની મદદથી દુખાવાને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. પરંતુ તેનાથી પણ વધારે કોઈ ફરક ન પડ્યો તો સર્જરી કરવામાં આવી.

આંખોની બે વખત સર્જરી થઈ
ચીનના વુહાન સ્થિત સેન્ટર થિએટર કમાન્ડ હોસ્પિટલમાં મહિલાની બે વખત સર્જરી થઈ. 14 માર્ચે જમણી અને 15 માર્ટે ડાબી આંખની સર્જરી કરવામાં આવી. સર્જરી બાદ પણ આંખોમાં સતત દબાણ અને દુખાવો વધવા પર મહિલાની 10 એપ્રિલે ફરીથી સર્જરી કરવામાં આવી. સર્જરી દરમિયાન આંખોમાંથી લેવામાં આવેલા ટિશ્યુ સેમ્પલની તપાસ કરવામાં આવી તો તેમાં કોરોનાવાઈરસના પ્રોટીન મળ્યા.

જામા ઓપ્થેલ્મોલોજી જર્નલમાં પ્રકાશિત રિસર્ચના જણાવ્યા પ્રમાણે, કોરોનાના દર્દીઓમાં 'ઓક્યુલર મેનિફેસ્ટેશન'ના કેસ સામે આવ્યા છે. આવા કેસમાં આંખમાં લાલાશ અને સોજો આવી જાય છે. અગાઉ કરવામાં આવેલા એક રિસર્ચમાં સામે આવ્યું છે કે, કોરોના આંખોની ઉપરની લેયર ઉપરાંત આંસુમાં પણ જોવા મળ્યો છે. અહીંથી પણ સંક્રમણ ફેલાઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો