તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતનું વેક્સિન મીટર:રાજસ્થાને ગુજરાતને પછાડી ત્રીજા નંબરે ધકેલ્યું, અત્યાર સુધીમાં 89.03 લાખને વેક્સિનના ડોઝ આપ્યા, 13 ટકાથી વધુ વસ્તીનું વેક્સિનેશન થયું

અમદાવાદ2 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • 24 કલાકમાં 1.26 લાખને વેક્સિન અપાઈ

સમગ્ર ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે સરકાર વેક્સિનેશનની કામગીરી પૂરઝડપે કરવામાં આવી રહી છે. રાજ્યમાં કોરોનાના સતત વધતા સંક્રમણને રોકવા સરકાર કટિબદ્ધ છે. રાજ્યમાં 10 એપ્રિલે 1 લાખ 26 હજારને વેક્સિન આપવામાં આવી છે.

મહત્વનું છે કે, ગુજરાતની કુલ વસતી 6.79 કરોડ છે. જેમાંથી 89 લાખ 3 હજાર લોકોને વેક્સિન આપવામાં આવી છે. આમ, અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 13.11 ટકા જેટલી વસતીનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સમગ્ર દેશની વાત કરીએ તો, દેશની કુલ વસતીમાંથી 9 કરોડ 43 લાખ ડોઝ આપવામાં આવ્યા છે. જ્યારે ગુજરાતમાં 87 લાખ 77 હજાર લોકોનું વેક્સિનેશન થયું છે. સમગ્ર દેશમાં વેક્સિનેશનમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમાંકે છે, જ્યારે રાજસ્થાન ગુજરાતને પછાડી બીજા ક્રમે પહોંચ્યું છે. આમ ગુજરાત ત્રીજા ક્રમે આવ્યું છે.

16 જાન્યુઆરીથી દેશમાં શરૂ થયું વેક્સિનેશન
ભારતમાં 16 જાન્યુઆરીથી હેલ્થકેયર વર્કર્સને વેક્સિન આપવાની સાથે જ વેક્સિનેશનની શરૂઆત કરવામાં આવી હતી. 2 ફેબ્રુઆરીથી ફ્રન્ટલાઇન વોરિયર્સને પણ વેક્સિન આપવાની ચાલુ કરવામાં આવી હતી. 1લી માર્ચથી 60 વર્ષથી વધુના અને 45-59 વર્ષના ગંભીર બીમારીથી પીડાતા લોકોને વેક્સિન આપવાની શરૂઆત કરી હતી. ત્યારે આ વેક્સિનેશન દરમિયાન જ કોરોનાની બીજી લહેર હાવી થઈ અને સરકારે 1 એપ્રિલથી 45 વર્ષથી વધુ ઉમરના લોકોનું વેક્સિનેશન કરવાનો નિર્ણય લીધો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો