તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Coronavirus
  • 3 Children From The Same Family In Australia Developed Antibodies To Corona, But The Report Came Back Negative

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કેસ સ્ટડી:ઓસ્ટ્રેલિયામાં એક જ પરિવારના 3 બાળકોમાં કોરોનાનો સામનો કરતી એન્ટિબોડીઝ બની, પરંતુ રિપોર્ટ નેગેટિવ આવ્યો

11 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયામાં એક જ પરિવારમાં કોરોનાની એન્ટિબોડીઝ મળી હોવાનો આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. પરિવારમાં 3 બાળકોમાં કોરોનાની સામે એન્ટિબોડી મળી છે પરંતુ ચોંકાવનારી વાત એ છે કે, તેમનો રિપોર્ટ નેગેટિવ છે. બાળકોની લાળના નમૂના લઈને તપાસ કરવામાં આવી છે અને પરિણામમાં એન્ટિબોડીઝ મળી હોવાની પુષ્ટિ થઈ છે.

સમગ્ર કેસ
બાળકોના માતાપિતામાં કોરોનાનાં લક્ષણો દેખાયા હતા. ત્યારબાદ આ દંપતી એક લગ્ન સમારોહમાં પહોંચ્યા હતા. તેઓ બાળકોને ત્યાં લઈને નહોતા ગયા. ઘરે પરત ફર્યા બાદ બાળકોના સંપર્કમાં પણ રહ્યા પરંતુ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો અને એન્ટિબોડી બની.

આ કેસ પર રિસર્ચ કરનાર મર્ડોક ચિલ્ડ્ર્ન્સ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, કોઈપણ એન્ટિબોડીઝનું મળવું એ દર્શાવે છે કે, તે વ્યક્તિને ક્યારેક તો ચેપ લાગ્યો છે. તે સમયે વાઈરસ સામે લડવા માટે શરીરમાં એન્ટિબોડીઝ બની.

લેબમાં તપાસ કરનાર ડૉ. મિલેની નીલેન્ડના રિપોર્ટ અનુસાર, સૌથી ઓછી ઉંમરના બાળકોમાં પણ કોરોનાનાં લક્ષણો નથી જોવા મળ્યા પરંતુ તેમાં સૌથી પાવરફૂલ એન્ટિબોડી રિસ્પોન્સ જોવા મળ્યો. ​​​​​​​

બાળકોમાં મોટા લોકો જેવા લક્ષણો નથી દેખાતા
આ દુર્લભ કેસ છે જે દર્શાવે છે કે વિવિધ ઉંમરના લોકોમાં કોરોનાની સામે ઈમ્યુનિટી રિસ્પોન્સ જુદો જુદો હોય છે. તાજેતરમાં કરવામાં આવેલા કેટલાક રિસર્ચમાં પણ જણાવવામાં આવ્યું છે કે, બાળકોમાં મોટા લોકોની જેમ કોરોનાનાં લક્ષણો નથી દેખાતા.

આ પણ વાંચોઃ બ્લડ કેન્સરના દર્દીમાં 70 દિવસ સુધી કોરોના જીવંત રહ્યો પરંતુ એક પણ લક્ષણ જોવા ન મળ્યાં

પ્રોફેસર નિગેર ક્રફોર્ડના જણાવ્યા પ્રમાણે, દરેક વય જૂથમાં કોરોના થયા બાદ ઈમ્યુન રિસ્પોન્સની જાણકારી પ્રાપ્ત થવાથી બીમારીની ગંભીરતા અને વેક્સીનની અસરને સમજવામાં મદદ મળશે. ​​​​​​​

આ પણ વાંચોઃ રોજના કામમાં ઉપયોગી વસ્તુઓમાં વપરાતું કેમિકલ પોલિફ્લુરોએલ્કિલ કોરોના વેક્સીનની અસર ઘટાડી શકે છે

સંક્રમણ બાદ કાયમી ઈમ્યુનિટી વિકસિત નથી થતી
વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે, ચાર પ્રકારના હ્યુમન કોરોનાવાઈરસ હોય છે. દરેક વ્યક્તિને નાની એવી બીમારી હોય છે. મોટાભાગના લોકો ક્યારેક ને ક્યારેક તો તેમાંથી એક કોરોનાવાઈરસથી સંક્રમિત થયા હોય છે. ખાસ વાત એ છે કે, આપણું શરીર આ વાઈરસની સામે લડવા માટે કાયમી ઈમ્યુનિટી ડેવલપ નથી કરી શકતું. આવી સ્થિતિમાં કોઈ મનુષ્ય એકથી વધારે વખત આ વાઈરસથી સંક્રમિત થઈ શકે છે. વાઈરસથી બચવા માટે શરીરમાં એન્ટિબોડી કોરોનાવાઈરસથી બચાવવામાં પણ મદદ કરે છે. ભલે તે થોડા સમય માટે હોય. ​​​​​​​

શું હોય છે એન્ટિબોડી
તે પ્રોટિનથી બનેલા ખાસ પ્રકારના ઈમ્યુન કોષો હોય છે જેને બી-લિમ્ફોસાઈટ કહેવામાં આવે છે. જ્યારે શરીરમાં કોઈ બ્રાહ્ય વસ્તુ (ફોરેન બોડીઝ) પ્રવેશ કરે છે તો તે અલર્ટ થઈ જાય છે. બેક્ટેરિયા અથવા વાઈરસના ઝેરી પદાર્થોને નિષ્ક્રિય કરવાનું કામ આ એન્ટિબોડીઝ કરે છે. આ રીતે તે શરીરને પ્રતિરક્ષા આપીને તમામ પ્રકારના સુક્ષ્મજીવાણુઓની અસરને નિષ્ક્રિય કરે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો