અમેરિકાના ચેપીરોગ નિષ્ણાત એન્થની ફોસીના જણાવ્યા પ્રમાણે, 2021 ના અંત સુધીમાં કોવિડ-19ના એક અબજ (100 કરોડ) ડોઝ તૈયાર થઈ શકે છે. આ વાત એન્થની ફોસીએ ન્યૂઝ એજન્સી રોઇટર્સને આપેલા ઈન્ટરવ્યૂમાં કરી હતી. એન્થનીના જણાવ્યા પ્રમાણે, હું આશા રાખું છું કે દવા નિર્માતા કોરોનાવાઈરસ વેક્સીનના લાખો ડોઝ આવતા વર્ષની શરૂઆત સુધીમાં તૈયાર કરી કરશે." મહામારીનો સામનો કરી રહેલી દુનિયા ટૂંક સમયમાં તેના પર કાબુ મેળવી લેશે. ફોસીના જણાવ્યા પ્રમાણે, 48 લાખથી વધુ કેસની સાથે અમેરિકા સૌથી વધુ કોરોનાથી પ્રભાવિત દેશ છે
ઘણી સારી વેક્સીન ક્લિનિકલ ટ્રાયલના સ્ટેજમાં
એન્થનીના જણાવ્યા પ્રમાણે, અમેરિકાની સરકાર માટેપાયે તેની તૈયારી કરી રહી છે. દેશમાં ઘણી સારી વેક્સીન તૈયાર થઈ રહી છે જેનું ક્લિનિક ટ્રાયલ ચાલી રહ્યું છે. હું આશા રાખું છું કે તેમાંથી ઓછામાં ઓછી એક વેક્સીન અસરકારક અને સુરક્ષિત સાબિત થાય. તે આ વર્ષના અંત સુધીમાં તૈયાર થઈ જશે.
વેક્સીનનું રાષ્ટ્રપતિની ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી
એન્થનીના જણાવ્યા પ્રમાણે, વેક્સીન તૈયાર કરવા માટે એટલા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે કેમ કે, નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી છે. તેનો ચૂંટણીની સાથે કોઈ સંબંધ નથી. સ્વાસ્થ્ય અધિકારીઓએ વચન આપ્યું છે કે કોઈપણ પ્રકારના રાજકીય દબાણની અસર વેક્સીન પર નહીં થાય. અમે કોવિડ-19ની વેક્સીન લોકો સુધી સુરક્ષિત પહોંચાડીશું.
2021 સુધી સંક્રમણ નિયંત્રણમાં આવી જશે
એન્થનીના જણાવ્યા પ્રમાણે, વર્તમાન મહામારીની જે પરિસ્થિતિ છે, તેમાંથી કેટલાક દેશ એવા છે જેમને સંક્રમણને અટકાવવા માટે સારું કામ કર્યું છે, તો કેટલાક દેશ એવા છે જ્યાં કેસ વધી રહ્યા છે. હું આશા રાખું છું કે 2021 સુધીમાં બધું જ નિયંત્રણમાં આવી જાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.