તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Coronavirus
  • 1 Out Of Every 10 People Recovering From A Corona Suffers From Side Effects, With Patients Experiencing Problems Such As Fatigue, Odor And Lack Of Taste

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રિસર્ચ:કોરોનામાંથી રિકવર થનારી દર 10માંથી 1 વ્યક્તિ આડઅસરોથી પીડાય છે, દર્દીઓમાં થાક, ગંધ અને સ્વાદનો અભાવ જેવી સમસ્યાઓ ઊભી થઈ છે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાનો એકવાર ચેપ લાગ્યા બાદ તેમાંથી રિકવર થવું બહુ અઘરું છે. ઘણા રિસર્ચમાં એ વાત સામે આવી છે કે રિકવરી પછી દર્દીઓએ ઘણી સાઇડ ઇફેક્ટ્સનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ હવે એક રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે કોરોનામાંથી રિકવર થનારી દર 10માંથી 1 વ્યક્તિ તેની સાઇડ ઇફેક્ટ્સથી પીડાઈ રહી છે. સારવાર પછી દર્દીઓમાં થાક, ગંધ અને સ્વાદનો અભાવ અને એકાગ્રતાના અભાવ જેવાં લક્ષણો જોવા મળી રહ્યા છે. આ દાવો દક્ષિણ કોરિયામાં કરાયેલા એક અભ્યાસમાં કરવામાં આવ્યો છે.

965 દર્દીઓ પર રિસર્ચ થયું
કોરોનાથી રિકવર થનારા 965 દર્દીઓ પર ઓનલાઇન અભ્યાસ કરવામાં આવ્યો હતો. કોરિયાના સેન્ટર્સ ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના અધિકારી કવોન જૂન-વૂકના જણાવ્યા મુજબ, 91.1% દર્દીઓમાં આડઅસરો જોવા મળી રહી છે.

26.2% દર્દીઓ વાંચવામાં અસમર્થ થઈ ગયા છે
રિસર્ચમાં જણાવ્યા અનુસાર, 26.2% દર્દીઓ વાંચન પર ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતા. આ ઉપરાંત, તેમનામાં એકાગ્રતાનો અભાવ જોવા મળી રહ્યો છે. દર્દીઓ ગંધ અથવા સ્વાદને ઓળખવામાં અસક્ષમ અને મગજ પર થતી નકારાત્મક અસરથી દર્દીઓ હેરાન થઈ ગયા છે.

ક્યૂંગપૂક નેશનલ યુનિવર્સિટીના પ્રોફેસર કિન શિન-વૂએ કોરોનામાંથી રિકવર થયેલા 5762 દર્દીઓમાંથી 16% કોરોના સર્વાઇવરનો ઓનલાઇન સર્વે કર્યો, જેમાં આ બાબતો બહાર આવી હતી.

બીજું રિસર્ચ 16 સંસ્થા ભેગી થઇને કરી રહી છે
પ્રો. ક્વોનના જણાવ્યા અનુસાર, રિસર્ચ સંપૂર્ણપણે ઓનલાઇન કરવામાં આવ્યું હતું. આ વિશે વધુ વિશ્લેષણ કર્યા પછી ટૂંક સમયમાં અમે રિસર્ચ પ્રકાશિત કરીશું. સાઉથ કોરિયા 16 સંસ્થાઓ સાથે મળીને બીજું રિસર્ચ કરી રહ્યો છે, જેમાં દર્દીઓમાં જોવા મળતી આડઅસરોની અસરને સમજવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ રિસર્ચમાં દર્દીઓનું સિટી સ્કેન કરવામાં આવી રહ્યું છે.
સાઉથ કોરિયામાં સોમવારે 38 નવા ચેપગ્રસ્ત દર્દીઓ મળી આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કુલ 23,699 પોઝિટિવ કેસ મળી આવ્યા છે. કોરોના રોગચાળાને કારણે અત્યાર સુધીમાં 407 લોકોનાં મોત નીપજ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો