તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોવિડ-19:ઝાયડસે કોરોના ટેસ્ટિંગ માટે 30,000 કોવિડ કવચ એલિસા કીટ ICMRને મફતમાં સપ્લાય કરી

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઝાયડસ કેડિલા દ્વારા બનાવાયેલી ટેસ્ટિંગ કીટ એલિસા - Divya Bhaskar
ઝાયડસ કેડિલા દ્વારા બનાવાયેલી ટેસ્ટિંગ કીટ એલિસા
  • આ કિટમાં 2.5 કલાકમાં 90 સેમ્પલનું ટેસ્ટીંગ કરી શકાય છે
  • આ કીટનું ઉત્પાદન કરવા સરકારે ઝાયડસ કેડિલાને કહ્યું હતું

પૂણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી દ્વારા કોરોના વાયરસના ટેસ્ટ કરવા માટે સ્વદેશી ટેસ્ટ કિટ એલિસા વિકસાવવામાં આવી છે જેનું ઉત્પાદન કરવાની જવાબદારી ગુજરાતની ફાર્મા કંપની ઝાયડસ કેડિલાને અપાઈ છે. કંપનીએ આજે જણાવ્યું હતું કે, કેડિલા હેલ્થકેરના યુનિટ ઝાયડસ ડાયગ્નોસ્ટિક્સ દ્વારા નિર્મિત 30,000 કોવિડ કવચ એલિસા કીટની પહેલી બેચ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચને વિના મુલ્યે પૂરી પાડવામાં આવી છે. આ પરીક્ષણ કીટ સર્વેલન્સ હેતુ માટે પુનાના ICMR-NIV સાથે ટેકનોલોજી ટ્રાન્સફરમાં બનાવવામાં આવી છે.

સમયની જરૂરિયાત જોતા પહેલી બેચ મફત આપી: પંકજ પટેલ
કેડિલા હેલ્થકેરના ચેરમેન પંકજ આર.પટેલે જણાવ્યું હતું કે, અમે માનીએ છીએ કે નવીનતમ નિદાન પધ્ધતિઓ સાથે આપણે જે પણ કરી શકીએ તે સમયની જરૂરિયાત છે. તેથી જ અમે પ્રારંભિક પુરવઠો વિના મુલ્યે આપી રહ્યાં છીએ. અમારો હેતુ આ રોગચાળા સામે લડવા દરેક રીતે સરકારને ટેકો આપવાનો છે. અમે આ કીટને મોટા પાયે ઉપલબ્ધ કરાવવામાં ICMR સાથે ભાગીદારી કરવામાં ખુશ છીએ.

શું છે IgG એલિસા?
વાયરસ કે બેક્ટેરીયલ ઇન્ફેક્શન સમયે શરીરમાં જે એન્ટીબોડી પેદા થાય છે તેનો એક પ્રકાર IgG છે. આ સૌથી સામાન્ય એન્ટીબોડી છે. તેની માહિતી સીરમ, પ્લાઝમા કે અન્ય દ્રવ્યોના સેમ્પલ દ્વારા મેળવી શકાય છે. આ ટેસ્ટ કીટની મદદથી આ એન્ટીબોડીની ઉપસ્થિતિ નક્કી કરીને કોરોના વાયરસ અંગે માહિતી મેળવી શકાશે. કિટની ગુણવત્તા મુંબઇમાં તપાસમાં આવી હતી. કિટમાં 2.5 કલાકમાં 90 સેમ્પલનું ટેસ્ટીંગ કરી શકાય છે. આ રીતે સ્વાસ્થ્યકર્મીઓ ઝડપથી દર્દીઓના સ્વાસ્થ્યસુધાર માટે આગામી કામગીરી કરી શકે છે.

11 મેએ ટેસ્ટિંગ કીટની જાહેરાત થઇ હતી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને 11 મેએ માહિતી આપી હતી કે પૂણેની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી દ્વારા સ્વદેશી IgG ELISA ટેસ્ટ કિટ બનાવવામાં આવી છે. તેના દ્વારા કોરોનાવાયરસની એન્ટીબોડીની તપાસ કરી શકાશે. ડો. હર્ષવર્ધને કહ્યું કે આ ટેસ્ટકિટની મદદથી જે લોકો કોરોના વાયરસના સંપર્કમા આવ્યા છે તેના સર્વેલન્સમા મદદ મળશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે અનેક પ્રકારની ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહેશો. સાથે જ સામાજિક સીમા પણ વધશે. તમે કોઇ વિશેષ પ્રયોજનને પ્રાપ્ત કરવામાં સમર્થ રહેશો. લોકો તમારી યોગ્યતાના વખાણ કરશે. નેગેટિવઃ- ધ્યાન રાખો કે થ...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser