તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Business
 • Zydus Cadila Reduced The Price Of Remdesivir Injection Used In The Corona Treatment By 68 Percent To Rs 899

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોવિડ ટ્રીટમેન્ટમાં રાહત:ઝાયડસે કોરોનાના ઇલાજમાં વપરાતા રેમડેસિવીર ઇન્જેક્શનનો ભાવ 68% ઘટાડી રૂ. 899 કર્યો

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કંપનીએ રેમડેક ઇન્જેકશનના ભાવમાં રૂ. 1901નો ઘટાડો કર્યો

કોરોનાની બીજી લહેરમાં એક તરફ નવા કેસની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે તેવા સમયે કોરોનાના ઈલાજમાં વપરાતા એન્ટી વાઇરસ ડ્રગ ઇન્જેક્શન રેમડેસિવિર બનાવતી ઝાયડસ કેડિલાએ આ ઇન્જેકશનના ભાવમાં 68% જેવો ઘટાડો કર્યો છે. કંપનીએ આજે જાહેરાત કરી હતી કે રેમડેસિવીર ઇન્જેક્શનનો ભાવ રૂ. 2800થી ઘટાડી રૂ. રૂ. 899 કરવામાં આવ્યા છે. ઝાયડસે ઓગસ્ટ 2020માં રેમડેક બ્રાન્ડ નામથી રેમડેસિવીરના ઇન્જેક્શન લોન્ચ કર્યું

લોકોને પરવડે તેવો ઈલાજ પૂરો પાડવાનો હેતુ
કેડિલા હેલ્થકેરના મેનેજિંગ ડિરેક્ટર શર્વિલ પટેલે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીના સમયમાં અમારો હેતુ લોકોને પરવડે તેવો ઈલાજ પૂરો પાડવાનો છે. કોવિડના ઇલાજમાં રેમડેક એક અગત્યની દવા છે. અમને આશા છે કે આ ભાવ ઘટાડાથી સમાજના દરેક વર્ગના લોકોને રેમડેક સરળતાથી અને પરવડે તેવા ભાવે ઉપલબ્ધ બનશે.

કંપની કોરોનાની વેક્સિન પણ ડેવલપ કરી રહી છે
ઝાયડસ કેડિલા છેલ્લા એક વર્ષથી કોરોનાની રસી વિકસાવવા ઉપર પણ કામ કરી રહી છે. હાલમાં ત્રીજા તબક્કાના હ્યુમન ટ્રાયલ પર કામ ચાલી રહ્યું છે. કંપની અગાઉ જણાવ્યા મુજબ વેક્સિનના પહેલા બે તબક્કામાં સારા અને પ્રોત્સાહક પરિણામો મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો