તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મંજૂરી:ઝાયડસ કેડિલા કોરોનાની દવા બનાવવાની નજીક, ત્રીજા તબક્કાની ટ્રાયલની મંજૂરી મળી, 250 દર્દીઓ પર પરીક્ષણ થશે

અમદાવાદ5 મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • ટ્રાયલના ફેઝ-2માં રસી અપાયા બાદ 95% લોકો કોરોના મુક્ત થયા હતા

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DGCI)એ આજે ઝાયડસ કેડિલાને એની કોરોનાની દવાના ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે મંજૂરી આપી છે. કંપનીએ જણાવ્યું હતું કે તે ક્લિનિકલ ટ્રાયલમાં એની બાયોલોજિકલ થેરપી પેગિલેટેડ ઇન્ટરફેરોન અલ્ફા-2બી - પેગિહેપTM (PegiHepTM)નું ટૂંક સમયમાં પરીક્ષણ શરૂ કરશે.

250 દર્દી પર ટ્રાયલ થશે
ઝાયડસે​​​​ જણાવ્યું હતું કે પ્રારંભિક તબક્કે દેશનાં 20-25 કેન્દ્ર પર 250 લોકો પર આ વેક્સિનની ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવશે. બીજા તબક્કામાં કોરોનાનાં પ્રાથમિક લક્ષણો ધરાવતા 40 દર્દી પર પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આ રસી વાઇરસની તીવ્રતામાં ઘટાડો કરે છે
કેડિલા હેલ્થકેર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શર્વિલ પટેલે જણાવ્યું હતું કે પેગિલેટેડ ઇન્ટરફેરોન આલ્ફા 2-બીના બીજા તબક્કાના અભ્યાસનાં પરિણામોથી અમે પ્રોત્સાહિત થયા છીએ. અમે જોયું છે કે વાઇરસના શરૂઆતના તબક્કામાં આ દવાના ઉપયોગથી વાઇરસ ટાઇટર્સ ઘટાડે છે. રોગમાં સલામત એવા કોવિડ સામે લડવા માટેના શક્ય સારવારના વિકલ્પો તરફ ધ્યાન આપવાના અમારા પ્રયત્નો છે, જે સલામત છે. આ દવાથી રોગની તીવ્રતા ઘટાડી શકાય છે.

બીજા તબક્કામાં 95% લોકો વાયરસ ફ્રી બન્યા હતા
કંપનીએ દાવો કર્યો છે કે પેગિલેટેડ ઇન્ટરફેરોન અલ્ફા-2બીના બીજા તબક્કાની ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન 95% દર્દીઓ સાજા થઇ ગયા હતા. કંપનીએ જણાવ્યું હતું કે દવા અપાયાના 7 દિવસની અંદર જ આવા દર્દીઓમાં રિકવરી જોવા મળી હતી અને જયારે 14મા દિવસે તેમનો RT-PCR નેગેટિવ આવ્યો હતો.

મેક્સિકોમાં પણ ટ્રાયલ થઇ રહી છે
ઝાયડસ કેડિલા ભારતની સાથે સાથે આ દવાની મેક્સિકોમાં પણ ટ્રાયલ થઇ રહી છે. મેક્સિકોમાં ફેઝ-2 ચાલી રહ્યો છે. કંપની USFDA સાથે મળીને પેગિલેટેડ ઇન્ટરફેરોન આલ્ફા -2 બી માટે USFમાં યોગ્ય ક્લિનિકલ ટ્રાયલ શરૂ કરવા માટે એક ઇન્વેસ્ટિગેશનલ ન્યૂ ડ્રગ (IND) એપ્લિકેશન ખોલવા માટે પણ કામ કરી રહી છે.

વડાપ્રધાને ઝાયડ્સના વૈજ્ઞાનિકોને મળ્યા હતા
થોડા દિવસો પહેલાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં ઝાયડસ કેડિલાના પ્લાન્ટની મુલાકાત લીધી હતી અને કંપની દ્વારા વિકસાવાઈ રહેલી કોરોના વેક્સિન અંગે જાણકારી મેળવી હતી. વડાપ્રધાન મોદીએ કંપની દ્વારા વિકસાવવામાં આવેલી ટ્રાયલ વૅક્સિનનું નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાનની ઝાયડ્સના ચેરમેન પંકજ પટેલ સાથે બેઠક થઈ હતી તેમજ રસી ડેવલપમેન્ટમાં સામેલ વૈજ્ઞાનિકોને મળ્યા હતા, જેમાં વૅક્સિન અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો