તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌથી મોટો આઈપીઓ:ઝોમેટોનો IPO: રિટેલ રોકાણકારોનો હિસ્સો 250% અને કર્મચારીઓનો ફક્ત 9% ભરાયો

મુંબઈ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોનો આઈપીઓ સામાન્ય રોકાણકારો માટે બુધવારે ખૂલી ગયો. પ્રથમ દિવસે આ ઈશ્યૂ 89% સબસ્ક્રાઈબ થયો હતો. સ્ટૉક એક્સચેન્જ પર ઉપલબ્ધ આંકડાઓ અનુસાર ઓફર કરાયેલા 71.92 કરોડ ઈક્વિટી શેરની સામે 64.02 કરોડ શેર માટે બીડ આવી હતી.

જોકે રિટેલ રોકાણકારો આ આઈપીઓમાં વધારે રસ દાખવી રહ્યા છે પણ કર્મચારીઓને તેમાં ઓછો રસ રહ્યો. પહેલા દિવસે રિટેલ રોકાણકારોએ તેમના માટેના રિઝર્વ ક્વૉટામાં ઉપલબ્ધ શેરોની તુલનાએ 250%થી વધુ આઈપીઓ સબસ્ક્રાઈબ કર્યો હતો. બીજી બાજુ બિનસંસ્થાગત રોકાણકારો તરફથી રિઝર્વ ક્વૉટામાં ઉપલબ્ધ શેરોમાંથી ફક્ત 10% શેરો માટે બીડ આવી હતી. આટલું જ નહીં કર્મચારીઓ માટે રિઝર્વ ક્વૉટામાં પણ ફક્ત 9% બીડ આવી હતી. કંપનીએ મંગળવારે જ 186 એન્કર રોકાણકારોને 55 કરોડથી વધુ શેર ઈશ્યૂ કરી 4196 કરોડ રૂપિયા એકઠા કરી લીધા હતા. આ ચાલુ વર્ષનો દેશનો સૌથી મોટો આઈપીઓ છે જે સબસ્ક્રીપ્શન માટે 16 જુલાઈ સુધી ખુલ્લો રહેશે.

રોકાણકારો આ કારણે રોકાણ કરી રહ્યાં છે
ભારતીય બજારમાં ઓનલાઇન ફૂડ ડિલિવરી બિઝનેસમાં હાલ બે જ કંપનીઓ છે. તેમાં પણ ઝોમેટો સારી સ્થિતિમાં છે. ભારતમાં આ બિઝનેસ હાલ શરૂઆતના તબક્કામાં છે કેમ કે ટોટલ ફૂડ કન્ઝમ્પ્શનમાં ફક્ત 8-9% ભાગીદારી રેસ્ટોરાંની છે. જેમાં ફક્ત 8% ઓનલાઈન ફૂડ ડિલિવરી કરે છે. તેની સરખામણીએ અમેરિકા અને ચીન જેવા દેશોમાં 40-50 ટકા ફૂડ ડિલિવરી ઓનલાઈન થાય છે. જાહેર છે કે ઝોમેટો માટે અનેક તકો છે.
-સ્નેહા પોદ્દાર, રિસર્ચ એનાલિસ્ટ, મોતીલાલ ઓસવાલ ફાઈનાન્શિયલ સર્વિસીઝ

અન્ય સમાચારો પણ છે...